Happy Kutchi new Year and Rath Yatra - અષાઢી બીજ એટલે રથયાત્રા અને કચ્છીઓનું નવું વર્ષ પણ

Widgets Magazine

kutchh
ભારતમાં અષાઢી બીજના મહાપર્વે ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાથપુરીમાં અભૂતપૂર્વ રથયાત્રાના દર્શન પ્રતિવર્ષ લાખો-કરોડો લોકો પ્રત્યક્ષ અને દૂરદર્શન પર કરી ધન્યતા અનુભવતા હોય છે. આ પ્રણાલી અનેક વર્ષોથી ચાલી આવે છે.

જ્યારે કચ્છ જેવા ભારતના છેવાડાના પ્રદેશનું નવું વર્ષ અષાઢી બીજથી શરૃ થવા પામે છે. જેમાં અનેક નૂતન અને ભાતીગળ પરંપરા દ્રશ્યમાન થયા વિના રહેતી નથી. ખેંગારજી પહેલાએ કચ્છ રાજ્યની સ્થાપના સંવત ૧૬૦૫માં માગસર સુદ-૫ના રોજ કચ્છ રાજ્યની સ્થાપના કરી. કચ્છી નવું વર્ષ અષાઢી બીજથી શરૃ તેમ થયું તેના એકબે કથાનકો ઈતિહાસકારોએ જાળવી રાખ્યા છે.

Ahmedabad Rathyatra Video 


કેરાકોટમાં રાજધાની ફેરવી નાખનાર જામ લાખો ફૂલાણી વિચારવંત રાજવી હતો. અસંખ્યાત અવનવા વિચારો તેના મનમાં ઊઠતા. જ્યાં સુધી મનનું સમાધાન ન થાય ત્યાં લગી તેને શાંતિ થતી જ નહિ. એક સમયે આ પૃથ્વીનો છેડો ક્યાં હશે? એવો વિચાર મનમાં પ્રવેશ્યો અને પૃથ્વીના છેડા માટે સ્વપ્રયત્નો થવા જોઈએ એવું વિચાર્યું. તોડાક સાહસિક બહાદુર યુવાનોને પોતાની સાથે લઈ તે આ શોધમાં નીકળી પડયો. લાખાજીના આ પ્રયાસને લોકો 'સૂરજની.....' ના નામથી ઓળખે છે. ચોમેર ઘૂમી વળ્યો. આખરે આ પ્રતિશોધમાં વિજયી ન બન્યો. જામ લાખાને પરત આવવું પડયું. એ સમયે અષાઢ માસ શરૃ થયેલો. સારા વરસાદથી વનરાજી ઠેર ઠેર ખીલી ઊઠેલી પરિણામે તેનો આત્મા અતિપ્રસન્ન થઈ ગયો. કચ્છનું નવું વર્ષ અષાઢી બીજથી શરૃ કરવા સમગ્ર કચ્છમાં ફરમાન મોકલ્યું અને પોતાનું નામ રોશન કરી દીધું.

આમ તો છેલ્લા આઠસો વર્ષથી આ પર્વ ધામધૂમથી કચ્છમાં ઉજવાતું રહ્યું છે. પરંતુ વિશ્વમાં પથરાયેલા વીસેક લાખ કચ્છીઓ આ પર્વ ઊજવી નિજાનંદ વ્યક્ત કરી માતૃભૂમિ કચ્છને વંદન કરે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અષાઢી બીજ રથયાત્રા કચ્છીઓનું નવુ વર્ષ જગન્નાથપુરી અભૂતપૂર્વ રથયાત્રા ગુજરાત સમાચાર અમદાવાદ રથયાત્રા

ગુજરાત સમાચાર

news

ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા Live: - અખાડાઓ અને ભજન મંડળીઓ બની આકર્ષણનું કેન્દ્ર.

સવારે 5.45 કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં બિરાજમાન ...

news

Live Update - રાજ્યના 82 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો, રાજ્યમાં કુલ 26.70 ટકા વરસાદ

- રાજ્યમાં વરસાદને કારણે 22 લોકોના મોત - ભારે વરસાદને કારણે 15 માર્ગો બંધ - ...

news

LIVE UPDATES: અબુ ધાબીથી PAK જવા રવાના થયા નવજ અને મરિયમ, લાહોરમાં તંગદીલી

નવાઝ શરીર્ફ અને તેમની પુત્રી આજે લંડનથી પરત ફરી રહી છે. સમાચારનુ માનીએ તો કદાચ એયરપોર્ટ ...

news

Video - અમદાવાદ શ્રી જગન્નાથ રથયાત્રા - Ahmedabad Rath Yatra: Interesting Facts

ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine