Video - ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા હર્ષોલ્લાસ અને ભકિતભાવ સાથે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

સોમવાર, 26 જૂન 2017 (10:00 IST)

Widgets Magazine
rathyatra

શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા નીકળી હતી.  ભગવાન જગન્નાથની પહિંદવિધિ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરાવી હતી. તેઓ પહિંદવિધિ કરીને રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે હજારો ભક્તો પ્રભુની એક ઝલક મેળવવા વહેલી સવારથી જ ઉમટી પડ્યાં હતાં.
rathyatra
આ વખતે રથયાત્રામાં 140 વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજી નગરજનોને યદુવંશી સ્વરૃપમાં એટલે કે, રબારીવેશ ગોવાળિયા સ્વરૃપમાં દર્શન આપ્યા હતા. ચાંદીની ખાસ યદુવંશી પાઘડી અને તેને અનુરૃપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગારમાં રથમાં બિરાજમાન જગતના નાથ જગન્નાથજી ભગવાનના ગોવાળિયા સ્વરૃપના દર્શન કરી લાખો શ્રધ્ધાળુ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સમગ્ર વર્ષમાં આ એક જ દિવસ એવો હોય છે કે, ખુદ જગતનો નાથ તેના ભકતો અને દીનદુઃખીયોને સામે ચાલીને દર્શન આપવા તેમના ઘરઆંગણે આવે છે, જેથી રથયાત્રામાં ભગવાનના દર્શન કરવા આજે લાખોનો માનવમહેરામણ શહેરના માર્ગો પર જાણે કિડિયારાની જેમ ઉભરાયો હતો. આજે રવિવારની રજા હોઇ દર વર્ષ કરતા પ્રમાણમાંવધુ જનમેદની અને હૈયેહૈયુ દળાય એવો માનવમહેરામણ આજે રથયાત્રાના માર્ગો પર ઉમટયો હતો, શહેર આખુંય જાણે જગન્નાથમય બન્યું હતું. 18 કિલોમીટર લાંબા રથયાત્રાના રૃટ પર કિડિયારાની જેમ ઉભરાયેલા લાખો શ્રધ્ધાળુ ભકતોએ ભગવાન જગન્નાથજી,બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના દર્શન કરી જબરદસ્ત ધન્યતા અનુભવી હતી. તો કેટલાક અતિભાવુક અને લાગણીશીલ ભકતોની આંખો તો પ્રભુના દર્શન કરતાંની સાથે જ ભીની થઇ ગઇ હતી.  રથયાત્રાને લઇ આજે શહેરમાં જાણે ભકિતનું ઘોડાપૂર ઉમટયું હતું, મોડી સાંજે રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં નિજમંદિરે પરત ફરતા અને રથયાત્રાનો લોકોત્સવ નિર્વિધ્ન રીતે સંપન્ન થતાં મંદિરના મંહત-ટ્રસ્ટીઓ, પોલીસતંત્ર સહિત સરકારના વહીવટી તંત્રે ભારે રાહતનો દમ ખેંચ્યો હતો. 
rathyatra
જગન્નાથમંદિરમાં રાત્રે એક વાગ્યાથી જ હજારો શ્રધ્ધાળુઓની ભીડ જમા થવાનું શરૃ થઇ ગયું હતું. મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ભગવાનની મંગળાઆરતી કરવામાં આવી હતી, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પરિવારજનો સાથે હાજર રહ્યા હતા. એ પછી ભગવાનના આંખે બાંધેલા પાટા ખોલવાની શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાઇ હતી. ત્યારબાદ પરંપરા મુજબ, ભગવાનને ખીચડી, કોળા-ગવારફળીનું શાક અને દહીંનો ભોગ-પ્રસાદ ધરાવાયો હતો. સવારે 5.45 કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં બિરાજમાન કરાયા હતા. સુંદર રીતે શણગારાયેલા ગજરાજોને સૌથી પહેલા ભગવાનના દર્શન કરાવાયા હતા અને  ત્યારબાદ સાત વાગ્યે મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહરાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે પહિંદવિધિ કરી સોનાની સાવરણીથી રથ સ્વચ્થ કર્યા બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.  શ્રીફળ વધેરી ગજરાજોને સૌથી પહેલા ભગવાનના અને રથના દર્શન કરાવ્યા બાદ 140મી રથયાત્રાનો શુભારંભ થયો હતો. 
rath yatra
રથયાત્રા જેવી મંદિર પરિસરથી શરૃ થઇ કે જય જગન્નાથ, જય રણછોડના ભકિતનારા ગુંજી ઉઠયા હતા, જાણે ભકિત અને પ્રેમનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો હોય. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા સહિતના મહાનુભાવો પણ ખાસ જીપમાં સવાર થઇ રથયાત્રામાં જોડાયા હતા. રથયાત્રાના અગ્રભાગમાં 19  શણગારેલા ગજરાજો, ત્યારપછી 101 ભારતીય સંસ્કૃતિની ઝંાખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજાવાળા, સખીમંડળ  આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. સાધુ-સંતો, શ્રધ્ધાળુ ભકતો સાથે 1200 જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચવાના પવિત્રકાર્યમાં જોડાયા હતા. દેશભરમાં હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિતના સ્થાનોએથી આવેલા 2000થી વધુ સાધુ-સંતો પણ આ રથયાત્રામાં જોડાયા હતા. તો, લાખો શ્રધ્ધાળુ ભકતો પણ શહેરના માર્ગો પર જગતના નાથના દર્શન માટે ઉમટયા હતા. નિજમંદિરેથી નીકળ્યા બાદ રથયાત્રા ખમાસા થઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,દાણાપીઠ પહોંચી હતી. ત્યાં મેયર ગૌતમ શાહ સહિતના મહાનુભાવોએ મહંત દિલીપદાસજી સહિતના મહાનુભાવોનું સ્વાગત સન્માન કર્યા બાદ રથયાત્રા આગળ વધી હતી અને રાયપુર ચકલા, ખાડિયા ચાર રસ્તા,કાલુપુર સર્કલ થઇ લગભગ 12.30  વાગ્યે સરસપુર ખાતે મોસાળમાં પહોંચી હતી. જયાં ભાણિ-ભાણિયાઓની ભવ્યાતિભવ્ય મામેરાવિધિ અને લાખો શ્રધ્ધાળુઓના ભોજનના ભંડારા બાદ બપોરે સવા વાગ્યાની આસપાસ રથયાત્રા નિજમંદિરે પરત આવવા નીકળી હતી. 
રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં સૌકોઇએ રાહતનો દમ લીધો હતો. હજારો શ્રધ્ધાળુઓએ મોડી રાત સુધીમાં રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી,બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના દર્શન કરવાનો લ્હાવો લીધો હતો અને ભકિતરસમાં તરબોળ બની ધન્યતા અનુભવી હતીWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ભગવાન જગન્નાથજી અમદાવાદ રથયાત્રા રથ યાત્રા રથયાત્રા ભગવાન જગન્નાથ રથયાત્રા વિશે જાણવા જેવુ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ભગવાન જગન્નાથની રથયાત્રા.rath Yatra Ahmedavad Rathyatra વિજય રૂપાની Gujarat News Gujarat Samachar Gujarati Bhagwan Jagannath Rath Yatra Samachar #webdunia Gujarati #gujarati Webdunia #gujarat Samachar

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પાકિસ્તાન- તેલ ટેંકરમાં આગ લાગવાથી 123 લોકો દાઝ્યા

પાકિસ્તાનના પંજાબ સૂબાના બહાવલપુર શહરમાં એક તેલથી ભરેલા ટેંકરના પલટ્યા પછી આગ લાગવાથી ...

news

અમેરિકા પહોંચ્યા પીએમ મોદી ને ટ્રંપે જણાવ્યું સાચો મિત્ર, 26 જૂનને થશે પ્રથમ મુલાકાત

ત્રણ દેશની તેમની યાત્રાના પહેલા ચરણ પોર્તગાલનો કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ...

news

જગન્નાથજીની 140મી રથયાત્રામાં Amit shah એ કરી મંગળા આરતી

અહમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા નીકળી. ભગવાન જગન્નાથની પહિંદવિધિ ...

news

Rath Yatra Surat - સુરતમાં ભગવાન જગન્નાથને પહેરાવાશે બે લાખના વાઘા

સુરતમાં ઈસ્કોન મંદિર દ્વારા નીકળનારી રથયાત્રામાં ભગવાન નગરચર્યાએ નિકળીને ભાવિકોને દર્શન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine