ભગવાન જગન્નાથ મોસાળ સરસપુર જશે, 15 દિવસ સુધી દર્શન નહીં થઈ શકે.

શુક્રવાર, 9 જૂન 2017 (12:51 IST)

Widgets Magazine

jagannath rathyatra

જગન્નાથ મંદિરની 140મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે પૂનમના દિવસે ભગવાન પોતાના જશે. આ માટેની જગન્નાથ મંદિરેથી નીકળેલી જળયાત્રા સાબરમતીના સોમનાથ ભૂદરના આરે પૂર્ણ થશે. હવે 15 દિવસ સુધી ભગવાન મોસાળમાં રોકાણ કરશે. જગન્નાથજીની પૌરાણિક 140મી રથયાત્રા અષાઢ સુદ બીજ તા.25-6-2017નાં રોજ નિકળશે.  600 ધ્વજપતાકા સાથે સાબરમતી નદીમાં ગંગાપૂજન બાદ 108 કળશમાં જળભરી મંદિરમાં લાવી જગન્નાથજીની  પૂજન વિધિ કરી મહાજળાભિષેક કરાશે, ત્યારબાદ જગન્નાથજી, સુભદ્રાજી, બળભદ્રજીનાં ગજવેશ શણગારનાં દર્શન થશે.
rathyatra

જળયાત્રામાં ૧૪ જેટલાં ગજરાજો ઉપર કળશ તેમજ ૧૦૮ પારંપારિક કળશ અને ૧૦૦૮ મહિલાઓ માથે કળશ લઈને યાત્રામાં નીકળી હતી. આ ઉપરાંત ૫૦૧ લોકો અલગ અલગ રંગોમાં ધ્વજ અને ઝંડી તેમજ ૫૧ લોકો ચાંદીની છડી, ચંવર અને છત્ર સાથે, ૧૦ જેટલી કાવડમાં ભગવાન જગન્નાથજી માટે પ્રસાદ, ભજન મંડળીઓ, રાસ ગરબા મંડળીઓ સાથે મહંત શ્રી સંતો અને ભકતો સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂધરના ઘાટે નદીમાંથી જળ ભરવા અને પૂજા કરવા માટે પહોંચ્યા હતા. આ પૂજા બાદ કળશમાં જે જળ લાવવામાં આવશે તેનાથી ભગવાન જગન્નાથજીનો મહા જળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ભગવાનને વિશિષ્ટ પ્રકારના વસ્ત્રથી અલંકૃત કરવામાં આવશે અને તે વિશિષ્ટ રૂપમાં ભગવાન જગન્નાથજી ગણેશજીના રૂપમાં દર્શન આપશે અને તેથી જ તેમને દર્શનને ગજવેશ કહેવામાં આવે છે. ત્યારબાદ ભગવાનને તેમના મામાનાં ઘરે સરસપુર ખાતે જશે જેનાં કારણે મંદિરમાં ૧૫ દિવસ સુધી વિગ્રહ રહેશે અને ભગવાનના દર્શન નહીં થઈ શકે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ભગવાન જગન્નાથ મોસાળ સરસપુર 15 દિવસ દર્શન નહીં ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

AAP વિવાદ - અરવિંદ કેજરીવાલના જનતા દરબારમાં કપિલ મિશ્રાને No Entry

આમ આદમી પાર્ટીના બહાર થયેલા નેતા કપિલ મિશ્રાને દિલ્હી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ ...

news

#FARMERSTRIKE : 12 જૂનના રોજ મંદસૌર જશે હાર્દિક

રાહુલ ગાંધી પછી હવે પટેલ સમુહના નેતા હાર્દિક પટેલ મંદસૌર જવાના છે. જાણવા મળ્યુ છે કે 12 ...

news

કઝાકિસ્તાન - PM મોદીએ Pak. પીએમ નવાઝ શરીફના હાલચાલ પૂછ્યા

કઝાકિસ્તાનના અસ્તાનામાં શાંઘાઈ કો-ઓપરેશનની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના ...

news

હવે ચૂંટણીમાં ભાજપને હરાવવું એજ પાટીદારોનું લક્ષ્ય - Hardik Patel

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ પાટીદાર અનામત આંદોલન ચલાવવા માટેની રણનીતિ ઘડવામાં આવી રહી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine