About Rath Yatra - જગન્નાથ રથયાત્રા વિશે જાણવા જેવુ, કોણે શરુ કરી રથયાત્રા ?

Widgets Magazine
rath yatra

અમદાવાદમાં નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા 140  વર્ષ જૂની છે. ત્યારે આ રથયાત્રા કોણે શરુ કરી, કોણે સ્થાપના કરી, અને સરસપુર ભગવાનનું મોસાળ કેવી રીતે બન્યું. જૂઓ આ અહેવાલમાં.
 
કોણે શરુ કરી રથયાત્રા ? 
140 વર્ષ પહેલાં જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ પ્રથમવાર ઈ.સ. 1878ની અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. નાના પાયે શરૂ થયેલી રથયાત્રાનો વ્યાપ આજે એટલો વધી ગયો છે કે તે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે.
 
જગન્નાથ મંદિરની સ્થાપના કોણે કરી ? 
આ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જુનો છે. આ ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિરની સ્થાપના સારંગજીદાસે કરી હતી. જગન્નાથ મંદિર પહેલા હનુમાનજીનું મંદિર હતું. આ મંદિરના નિર્માણ પાછળ એક આદેશ કારણભુત છે. સારંગજીદાસજીને સપનામાં જગન્નાથજીની મૂર્તી સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો. જેથી તેઓ પુરીથી નીમકાષ્ઠાની બનેલી મૂર્તીઓ લાવ્યા, અને સંપુર્ણ વિધિવિધાન સાથે આ મૂર્તીઓની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ. અષાઢીબીજના દિવસે એટલે કે 1 જૂલાઇ 1978માં પ્રથમ રથયાત્રા યોજાઇ હતી. 
 
કેવી રીતે બન્યું સરસપુર ભગવાનનું મોસાળ ? 
140  વર્ષ પહેલા બહુ નાના પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવાતા હતા. જેમાં સાધુસંતો ભાગ લેતા હતા. તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુસંતોનું રસોડું રાખવામાં આવતું હતું. બસ તે સમયથી જ સરસપુર ભગવાન જગન્નાથનું  મોસાળ બની ગયું. હવે સરસપુરની તમામ પોળોના રહિશો રથયાત્રામાં જોડાયેલા ભકતોને પ્રેમભાવથી જમાડે છે.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Rath Yatra Surat - સુરતમાં ભગવાન જગન્નાથને પહેરાવાશે બે લાખના વાઘા

સુરતમાં ઈસ્કોન મંદિર દ્વારા નીકળનારી રથયાત્રામાં ભગવાન નગરચર્યાએ નિકળીને ભાવિકોને દર્શન ...

news

Surat News - GSTના વિરોધમાં ટેક્સટાઇલ માર્કેટ બંધ વેપારીઓનું પ્રદર્શન

દેશભરના 500 જેટલા વેપારીઓની સુરત જીએસટી સંઘર્ષ સમિતિની આગેવાનીમાં શુક્રવારે સાંજે મળેલી ...

news

ઊઘાડી લૂંટઃ મલ્ટિપ્લેક્સમાં સલમાન ખાન દર્શકોને મોંઘો પડ્યો

એક રીપોર્ટ મુજબ મલ્ટિપ્લેક્ષમાં ફિલ્મ જોવા આવનારા દર્શકો પાસેથી ખાણીપીણી માટે બેફામ ભાવ ...

news

World Biggest Quran - ક્રિકેટર પઠાણબંધુઓના કાકા 75 ઇંચ લાંબા અને 41 ઇંચ પહોળા કુર્આનની સાચવણી કરે છે

ગુજરાતમાં અવનવી વાતો હંમેશા ચર્ચામાં રહેતી હોય છે ત્યારે ગુજરાતમાં સૌથી મોટું કુર્આન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine