મંગળવાર, 19 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Updated : સોમવાર, 22 જૂન 2020 (19:48 IST)

ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ, શુ હોય છે નેત્રોત્સવ વિધિ ?

ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાનો શહેરીજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. .  ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ . આમ તો નેત્રોત્સવ વિધિ રથયાત્રાના આગલે દિવસે જ કરવાની પરંપરા રહી છે,
 
નેત્રોત્સવ વિધિ એટલે શુ 
 
ભગવાન 15 દિવસ પોતાના મોસાળ રહીને આવ્યાં હોય છે જ્યાં તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે.
 
 જગન્નાથજી મંદિરમાં રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પોલીસ સમગ્ર શહેરમાં બંદોબસ્ત ગોઠવી રહી છે. પણ ભગવાન જગન્નાથજી પંદર દિવસ સરસરપુર સ્થિત રણછોડજી મંદિર મામાને ઘેર રોકાયા હતા. મામાને ઘેરથી આજે ભગવાન નીજ મંદિર પરત ફર્યા છે. ભગવાનને  મંદિરના ગર્ભગૃહમાં લાવવામાં આવે છે.   શાસ્ત્રોકત વિધિ પ્રમાણે ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાય છે. ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ખોલવામાં આવે છે.  ત્યાર પછી મંગળા આરતી થશે. મામાને ઘેરથી પંદર દિવસ પછી ભગવાન આવ્યા હોવાથી દર્શન કરવા માટે શ્રદ્ધાળુ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જગન્નાથજીના મંદિરમાં ઉમટી પડે છે  અને ભગવાનનો સોનાવેશમાં દર્શન કરીને ભક્તો ભાવવિભોર થઈ જાય છે.