અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા... આ વખતે જગન્નાથજી રબારીવેશ ગોવાળિયા સ્વરૂપમાં દર્શન આપશે

શનિવાર, 24 જૂન 2017 (10:53 IST)

Widgets Magazine
rathyatra

દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ એટલે કે રવિવાર 24 જુનના રોજ ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા નીકળશે. જેમા જગન્નાથજી ગોવાળિયા સ્વરૂપમાં પોતાના ભક્તોને દર્શન આપશે. આ રથયાત્રામાં 19 હાથી 30 અખાડા અને 101 ટ્રકો જોડાશે.  આ રથયાત્રા શાંતિપૂર્ણ રહે એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. 
 
અમદાવાદની રથયાત્રામાં ૧૯ હાથી, ૩૦ અખાડા અને ૧૦૧ ટ્રકો સાથે ભજન મંડળીઓ જોડાશે
અમદાવાદમાં રવિવારે ભકિતભાવ વચ્ચે ભગવાન જગન્નાથજીની ૧૪૦મી રથયાત્રા નીકળશે. આ વખતે રથયાત્રામાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજી નગરજનોને  રબારીવેશ ગોવાળિયા સ્વરૂપમાં દર્શન આપશે. જે માટે ભગવાન જગન્નાથજીની ખાસ યદુવંશી પાઘડી ચાંદીની અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગાર તૈયાર કરાયા છે. રવિવારે સવારે મંગળાઆરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે, જયારે સાત વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે પહિંદવિધિ બાદ તેઓ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. રથયાત્રાનો આ એક જ દિવસ એવો હોય છે જેમાં ખુદ જગતનો નાથ નગરચર્યાએ નીકળી તેના ભકતોને ઘેરબેઠા દર્શન આપે છે. આ અંગે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું હતું કે, ભારતીય લોક સંસ્કૃતિનું રથયાત્રા સર્વોચ્ચ પ્રતીક છે. રથયાત્રાના અગ્રભાગમાં ૧૯ શણગારેલા ગજરાજો, ત્યારપછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો,  ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજાવાળા આકર્ષણનું કેન્દ્ર બનશે. સાધુ-સંતો, શ્રધ્ધાળુ ભકતો સાથે ૧૨૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચતા રહેશે.
આ રથયાત્રામાં ભાગ લેવા દેશભરમાંથી ૨૦૦૦થી વધુ સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિતના સ્થાનોએથી પધારશે. રથયાત્રાના દિવસે તા.૨૫મીએ વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ભગવાનની મંગળાઆરતી કરાશે, ત્યારબાદ આદિવાસી નૃત્ય અને રાસગરબાનો પરંપરાગત કાર્યક્રમ યોજાશે. એ પછી ભગવાનના આંખે બાંધેલા પાટા ખોલવાની શાસ્ત્રોક્ત વિધિ બાદ ૫-૪૫ કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં સવાર કરાશે. ૭-૦૦ વાગ્યે પહિંદવિધિ બાદ રથયાત્રાનો શુભારંભ થશે. રથયાત્રાના દિવસે વહેલી સવારે ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવાય છે, જેમાં પરંપરા મુજબ, ખીચડી, કોળા-ગવારફળીનું શાક અને દહીં હોય છે. રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉર્પણા પ્રસાદમાં વિતરણ કરાશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમદાવાદ રથયાત્રા ૧૪૦મી રથયાત્રા. રબારીવેશ ગોવાળિયા સ્વરૂપ જગન્નાથજીની રથયાત્રા રથયાત્રા પાછળની રસપ્રદ કથા વૈકુંઠ પ્રાપ્તિનો માર્ગ ભગવાન જગન્નાથની રથયાત્રા. મોદી. વિજય રૂપાની અમિત શાહ. અમદાવાદ રથયાત્રા રથ યાત્રા રથયાત્રા ભગવાન જગન્નાથ રથયાત્રા વિશે જાણવા જેવુ સરસપુર ભગવાનનું મોસાળું Lord Jagannath's 140th Rath Yatra In Ahmedabad. Bhagwan Jagannath Latest Gujarati News News In Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર

Loading comments ...

ગુજરાત સમાચાર

news

PM મોદી અમેરિકા સહિત ત્રણ દેશોની યાત્રા પર રવાના, 25 તારીખે ટ્રંપ સાથે કરશે મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રણ દેશની ચાર દિવસીય યાત્રા પર રવાના થઈ ગયા છે. મોદી આજે ...

news

પ્રવેશોત્સવ - કોલેજમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર આપશે Tablet ! !

ગુજરાતમાં બાળકોને શાળામાં દાખલો અપાવવા માટે પ્રદેશની સરકાર દ્વારા દર વર્ષે શાળા ...

news

ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધી - રથયાત્રાનો સમગ્ર રૂટ નો પાર્કિંગ ઝોન

અમદાવાદમાં રથયાત્રાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી મોસાળ ગયેલા ભગવાન ...

news

If GST in SARKAR out - હાથલારી મંડળના લોકોએ કહ્યું, GST એટલે ગઈ સરકાર તમારી!

1 જુલાઈથી લાગુ થનાર જીએસટીના મુદ્દે કાપડના વેપારીઓએ વિરોધ કર્યો હતો. ગુરુવારે કાલુપુર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine