ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં કર્ફ્યુ રહતો અને રથયાત્રામાં પણ તોફાનો થતાં - અમિત શાહ

ગુરુવાર, 22 જૂન 2017 (13:17 IST)

Widgets Magazine
amit shah


 નડિયાદમાં ભાજપના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અમિત શાહે નર્મદા યોજના, ગુજરાતના વિકાસ સહિતના મુદ્દે કોંગ્રેસને આડે હાથે લઇ તેને વિધાનસભાની ચૂંટણીમાં વિજયના દીવા સ્વપ્નમાં ના રાચવાની  સલાહ આપી હતી. એક તબક્કે તેમણે કોંગીજનોને કોંગ્રેસીયા કહીને પણ સંબોધ્યા હતા. કોંગ્રેસના શાસનને ગુજરાતની પ્રજા હજુ સુધી ભુલી નથી. કોંગ્રેસના શાસનમાં કરફ્યુ રહેતો હતો. 

જ્યારે ભાજપના શાસનમાં 20 વર્ષમાં કોઇએ કર્ફ્યૂ જોયો નથી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બનતાં 17 દિવસમાં નર્મદાના ડેમ પર દરવાજા મુકવાની મંજુરી આપી દીધી હતી.  આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે જનસંઘના નામે શરૂ થયેલી આ પાર્ટીમાં 10 વ્યક્તિથી શરૂ થઇ હતી. આજે 11 કરોડ સભ્યો સાથે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. અગાઉ ડિપોઝીટ બચે તો પણ ભાજપના ઉમેદવારો પાર્ટી કરતાં હતાં. આજે 13 રાજ્યોમાં ભાજપની સરકાર છે. 4 રાજ્યમાં સહયોગી પક્ષ છે. ભાજપ કોઇ નેતાના કારણે કે કરિશ્માથી આટલા સુધી નથી પહોંચી. ભાજપે અશ્વમેઘ યજ્ઞ આદર્યો છે અને તેનો ઘોડો ગુજરાત આવી પહોંચ્યો છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં 150  બેઠકો સાથે વિજય થશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલ દેશમાં ગરીબી, બેકારી અને ભ્રષ્ટાચાર છે તેના મૂળમાં જ છે. કોંગ્રેસની નિતિ, નિયતિ અને નેતૃત્વમાં જ ખોટ છે. 1961થી 1998માં કોંગ્રેસની સરકારે વિકાસમાં રસ નહોતો લીધો. ડેમ વહેલો બની ગયો હોત તો લાખો ક્યુસેક પાણી દરિયામાં જતું બચી જાત. પરંતુ 2001થી નરેન્દ્ર મોદીએ ડેમનું કામ પૂર્ણ કરવાની કામગીરી શરૂ કરી. પરંતુ દિલ્હીની મનમોહન સરકારે સાત વરસ સુધી દરવાજા બનાવવાની મંજુરી જ આપી નહતી. આથી, કોંગ્રેસને નર્મદા માટે બોલવાનો કોઇ જ અધિકાર નથી. ખેડૂતોના નામે કોંગ્રેસ મગરના આંસુ સારે છે. વિજળી, ખાતર, પાણી માંગવા ગયેલાં ખેડૂતો પર કોંગ્રેસે ગોળીબાર કર્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત કોંગ્રેસ રથયાત્રા અમિત શાહ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Rathyatra Gujarat Congress Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમરેલીમાં વાછરડાંનું મારણ કરતા સિંહને ઘોડીએ ભોંય ભેગો કર્યો

અમરેલીમાં સિંહોની અવર-જવર વધી ગઈ છે. ત્યારે ખાંભાના ભાડ ગામે માલધારીના પશુવાડામાં એક ...

news

દાર્જિલિંગમાં આંદોલન વકરતાં ત્રણ હજાર ગુજરાતીઓએ ટુરમાં જવાનુ માંડી વાળ્યું

દાર્જિલિંગમાં છેલ્લા બારેક દિવસથી અલગ ગોરખાલેન્ડની માંગ બાબતે વકરેલા આંદોલનથી ટુરિઝમ ...

news

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, 24 કલાકમાં લશ્કરના 5 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામા જીલ્લામાં છ કલાકથી વધુ સમય સુધી ચાલેલી મુઠભેડમાં સુરક્ષા બળોએ આજે ...

news

અમદાવાદમાં ભગવાન જગદીશના મામેરાનો લહાવો મોસાળિયાને ૧૪૦ વર્ષે મળ્યો

અમદાવાદમાં ભગવાન જગદીશની રથયાત્રા નજીક આવી રહી છે. હાલમાં ભગવાન, ભ્રાતા અને બહેન મોસાળમાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine