શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Modified: ગુરુવાર, 16 જુલાઈ 2015 (16:02 IST)

અમદાવાદની રથયાત્રાને 138 વરસ થયા

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા શ્રી જગન્નાથજીના મંદિરેથી દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે. આ વર્ષે નીકળનારી રથયાત્રા એ અમદાવાદની ---મી રથયાત્રા હશે. રથયાત્રાની તૈયારીઓ લગભગ બે મહિના પહેલાંથી શરૂ થઈ જાય છે. આ યાત્રામાં મુખ્ય આકર્ષણ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાનો રથ હોય છે. તેની સાથે યાત્રામાં જોડાયેલાં શરણગારેલા હાથીઓ, સજાવેલી ટ્રકો, વિવિધ કરતબો કરતાં અખાડાના યુવાનો અને ભજનમંડળીઓનું પણ વિશેષ આકર્ષણ રહે છે. પ્રસાદમાં કેસરી ખેસ આપવાનો વિશેષ રિવાજ છે. આ ખેસ પણ કેટલાંય દિવસો પહેલાં બનાવવાના શરૂ કરી દેવામાં આવે છે. રથયાત્રામાં હજારો મણ ફણગાવેલા મગ, બોર, જાંબુ અને કેરીની પ્રસાદ પણ વહેંચવામાં આવે છે.
અમદાવાદની રથયાત્રામાં બહેન સુભદ્રા જ્યારે મોસાળ સરસપુર ખાતે પધારે છે, ત્યારે તેમનું મોસાળું કરવામાં આવે છે. તેમને વસ્ત્રો, સોનાનાં ઘરેણાં વગેરે ભેટ આપવામાં આવે છે. સરસપુર ખાતે ભક્તોના જમવાની ઉત્તમ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. અમદાવાદ ઉપરાંત ભાવનગર સહિત હવે ગુજરાતનાં ઘણાં નાનાં-મોટાં ગામડાંઓ અને શહેરોમાં રથયાત્રાનું આયોજન થાય છે અને નગરયાત્રાએ નીકળતાં શ્રી જગન્નાથજીનાં દર્શન કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.