શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By વેબ દુનિયા|

ભગવાન જગન્નાથજીની નગરચર્યા શરૂ...શ્રદ્ધાળુઓમાં અપાર ઉત્સાહ

આજે અષાઢી બીજ એટલે કે એ દિવસ જ્યારે ભગવાન જગન્નાથ , સુભદ્રા અને બલરામજીની સાથે નગર ચર્યા કરવા નીકળે છે. અમદાવાદમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પહિંદ વિધિ બાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું.
P.R

14 કિલોમીટર લાંબી રથયાત્રાના રૂટમાં લાખ્ખોની સંખ્યામાં ભક્તો જોડાઇ રહ્યા છે. રથયાત્રાની આગેવાની 18 ગજરાજો કરી રહ્યા છે, આ 18 ગજરાજોમાં 17 હાથણી અને 1 માત્ર હાથી છે. ગજરાજોને પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યા છે.

2 હજારથી વધુ સાધુ સંતો આ રથયાત્રામાં જોડાયા છે, અને 1 હજારથી વધુ ખલાસીઓ રથ ખેંચી રહ્યા છે.. આ રથયાત્રામાં 30થી વધુ અખાડાઓ જોડાયા છે.

રથયાત્રામાં 25 હજાર કિલોગ્રામ પ્રસાદનું વિતરણ થશે, 200 કિલો કેરી અને 200 કિલો કાકડીના પ્રસાદનું પણ વિતરણ થશે. આ રથયાત્રામાં 18 ભજન મંડળીઓ જોડાઇ છે.