શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Updated : મંગળવાર, 5 જુલાઈ 2016 (14:13 IST)

રથયાત્રા અને ઈદ એક જ દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અષાઢી બીજની રથયાત્રા અને રમઝાન ઈદ એક જ દિવસે આવતા હોવાના કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ગુજરાતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ 143 જેટલી એસઆરપી અને અર્ધલશ્કરી દળની કંપ્નીઓ ઉતારી દેવામાં આવી છે. અમદાવાદ ખાતે રથયાત્રા અને રમઝાન ઈદ નિમિતે સમગ્ર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. 20 હજારથી વધુ પોલીસના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

રાજ્યના પોલીસ વડા પી.સી.ઠાકુરે આજે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે નીકળનાર રથયાત્રા નિમિતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમદાવાદ શહેરમાં 20 હજાર જેટલા પોલીસ જવાનોને ઉતારવામાં આવ્યા છે. જેમાં બે આઈજી, 19 એસપી, 206 પીઆઈ, 219 પીએસઆઈ, 150 ટ્રેનીંગ પીએસઆઈ, 4250 પોલીસ જમાદાર અને કોન્સ્ટેબલો, 2000 એસઆરપીના જવાનો, 2500 સીઆરપીએફના જવાનો, અર્ધ લશ્કરી દળ, પેરા મીલીટ્રી ફોર્સને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 60 જેટલા ઘોડેસ્વાર, 4 બોંબ સ્કવોડ, 10 ડોક સ્કવોડ, 35 જીપ, 25 લાઈટ વાહન, 20 બસ, પાંચ ટ્રક, પાંચ વોટર કેનન, 150 ગેસ ગન, 100 બુલેટ પ્રુફ જેકેટ, 85 બુલેટ પ્રુફ હેલ્મેટ, નાઈટ વિઝનના બાઈનોકયુલર, ટીયરગેસ સહિતના સાધનોની ફાળવણી કરવામાં આવી છે.

જયારે ભાવનગર, આણંદ, વડોદરા, સુરત સહિત રાજ્યમાં કુલ 146 સ્થળેથી અષાઢી બીજની રથયાત્રા નીકળતી હોય દરેક જિલ્લા અને શહેરોમાં અલગ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રા અને ઈદ નીમીતે રાજ્યમાં કુલ 143 કંપ્નીઓ બોલાવવામાં આવી છે. તેમાંથી 45 કંપ્ની અમદાવાદને ફાળવવામાં આવી છે જેમાં રાજકોટમાં પણ એસઆરપીની બે કંપ્ની ફાળવવામાં આવી છે અને બાકીની અન્ય શહેરોને ફાળવવામાં આવી છે.

રથયાત્રા અને ઈદ નિમિતે પોલીસ દ્વારા રાજ્યભરમાં અટકાયતી પગલાનો દોર શ કરવામાં આવ્યો હતો જેમાં 20,679 શખસોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં પાસા હેઠળ રાજકોટમાંથી પાંચ, ભાવનગરમાંથી 6, વડોદરામાંથી 20 અને અમદાવાદમાંથી 68 શખસોની અટકાયત કરવામાં આવી હતી. જયારે રાજ્યભરમાં કુલ 207 શખસોને તડીપાર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટમાં 17, ભાવનગરમાં 21, વડોદરામાં 51, સુરતમાં 39 અને અમદાવાદમાં 79નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં એક સપ્તાહ પહેલા જ સઘન વાહન ચેકીંગ શ કરવામાં આવ્યું હતું જેના ભાગપે પ્રોહીબીશનના 968 કેસો શોધી કાઢવામાં આવ્યા હતા. રાજકોટમાં 76, ભાવનગરમાં 96, વડોદરામાં 242, સુરતમાં 192 અને અમદાવાદમાં 362 પ્રોહીબીશન કેસનો સમાવેશ થાય છે.