ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : મંગળવાર, 2 ફેબ્રુઆરી 2016 (11:22 IST)

ફેબ્રુઆરી માસિક રાશિ ફળ - જાણો કેવો રહેશે ફેબ્રુઆરી મહિનો તમારે માટે

આ મહિને 4 ગ્રહ સૂર્ય મંગળ બુધ અને શુક્રની સ્થિતિમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. ગ્રહોની સ્થિતિમાં ફેરફારની અસર આખા મહિનામાં બધી રાશિયો પર જોવા મળશે. તમારી રાશિ પર ગ્રહોની સ્થિતિનો કેવો પ્રભાવ પડશે અને તેનાથી તમરે માટે ફેબ્રુઆરી મહિનો કેવો રહેવાનો છે. જાણવા માટે વાંચો ફેબ્રુઆરી મહિનાનું માસિક રાશિફળ 
 
મેષ રાશિ - તમે ઢૈય્યાના પ્રભાવમાં છો છતા આ મહિનાના પ્રથમ ભાગમાં તમારી રાશિ પર મંગળ અને ગુરૂની શુભ દ્રષ્ટિ થવાને કારણે મહિનાના પૂર્વાર્ધમાં તમારા બગડેલા કામ બનશે. મિત્રો અને નિકટ સંબંધિયો તરફથી સહયોગની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. પણ 20 ફેબ્રુઆરીના રોજ મંગળના રાશિ પરિવર્તન પછી શનિ મંગળનો યોગ બંશે જે તમારે માટે પરેશાની લાવી શકે છે. આ દરમિયાન સ્વાસ્થ્ય સંબંધી પરેશાની, ઘરેલુ સમસ્યા અને ઘાયલ થવાની આશંકા છે. શનિવારના દિવસે પીપળમાં પાણી આપવુ શુભ રહેશે. 
 
 
વૃષ રાશિ - આ મહિને શનિ મંગળની દ્રષ્ટિ તમારી રાશિ પર રહેશે. જેનાથી તમને માનસિક પરેશાની અને ઉલઝનોનો સામનો કરવો પડશે.  પરેશાનીઓને કારણે તમને જલ્દી ગુસ્સો આવશે. તેના પર કંટ્રોલ્કરો. પરિવારમાં તણાવ અને માતા પિતા સાથે મતભેદ થઈ શકે છે. આર્થિક મામલે બેદરકારીથી બચો. વ્યવસાયિઓને લાભ માટે વધુ સાવધાની અને પરિશ્રમથી કામ કરવુ પડશે. 
 
મિથુન રાશિ - મહિનાનું પ્રથમ અઠવાડિયુ તમારે માટે લાભપ્રદ અને શુભ રહેશે. આ દરમિયાન આવકમાં વધારો. માન-સન્માનની પ્રાપ્તિ માટે સાથે કાર્યોમાં સફળતા પણ મળશે. પણ બીજા અઠવાડિયામાં બુધ તમારી રાશિથી આઠમાં ઘરમાં હોવાથી તમને સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ સાથે જ ઘરેલુ અને આર્થિક મામલામાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. 
 
કર્ક રાશિ - મહિનાના પ્રથમ ભાગમાં તમને માનસિક અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓ પર અભ્યાસ મામલે બેદરકારીથી બચવુ પડશે. જેમના બાળકો છે તેમને બાળકો સંબંધી વિષયોને લઈને ચિંતા અને ભાગદોડ કરવી પડી શકે છે. મહિનાના ઉત્તરાર્ધમાં મનોરંજન, ભૌતિક સાધનોમાં તમારો રસ વધશે તેનાથી તમારો ખર્ચ પણ વધશે. 
 
સિંહ રાશિ - આ મહિને તમને ખૂબ ભાગ દોડ કરવી પડી શકે છે અને ખર્ચ પણ વધશે. તમને સલાહ છે કે ક્રોધ અને વાણી પર કાબુ રાખો નહી તો પરિવારના સભ્યો સાથે તમને મનદુખ થઈ શકેછે. સારી વાત છે કે આ મહિને તમારી આવક પણ વધશે અને તમે તમારા સુખ સાધનો પર ખર્ચ કરશો. વિદ્યાર્થીઓને તેમને મહેનત અને લગનશીલતાનુ સારુ પરિણામ મળશે. સંતાન તરફથી ખુશી મળશે. 
 
કન્યા રાશિ - તમારી રાશિથી ચોથા ઘરમાં બુઘ શુક્રનો સંયોગ આ મહિના માટે શુભ ફળદાયી રહેશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે. તમે જોશ અને ઉત્સાહથી ભરપૂર રહેશો. જેનાથી કાર્યક્ષેત્રમાં તેને તમને લાભ મળશે. તમારા અનેક રોકાયેલ કામ પુરા થઈ શકે છે. પણ અચાનક ખર્ચનો યોગ પણ બનેલો છે. સલાહ છે કે ખર્ચ પર કાબુ રાખો. બાળકોના મામલે થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.  

તુલા રાશિ - આ મહિનામાં આવક અને ધનના મામલે થોડી પરેશાની રહી શકે છે. બીજી બાજુ તમારી રાશિમાં મંગળની હાજરીના કારણે ક્રોધ પણ ખૂબ આવશે. આવામાં જો તમને તમારી વાણી અને ક્રોધ પર કાબૂ કરવાનો પ્રયાસ ન કર્યો તો અનેક લોકો સાથે તમારો મનમોટાવ થઈ શકે છે. 20 તારીખના રોજ મંગળમાં તમારી રાશિ ગયા પછી સ્થિતિ થોડી સારી થશે જેનાથી મહિનાનું અંતિમ અઠવાડિયુ રાહત ભરેલુ રહી શકે છે. 
 
વૃશ્ચિક રાશિ - મહિનાની શરૂઆતમાં તમારી રાશિનો સ્વામી બારમાં ઘરમાં હોવાને કારણે ગુંચવણ અને માનસિક પરેશાની વધશે. અનેક કાર્યોમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. મહિનાના અંતમાં મંગળ તમારી રાશિમાં આવશે. ત્યારબાદથી સ્થિતિ સુધરશે. નવી યોજનાઓ પર કામ કરી શકો છો. સન્માન મળશે અને લાભની પ્રાપ્તિ થશે. 
 
ધનુ રાશિ - આ મહિને નિકટના સંબંધીઓ સાથે મનદુખ થઈ શકે છે. ભાગ્યસ્થાનમાં ગુરૂ રાહુ તમારા બનતા કાર્યોમાં અવરોધ ઉભો કરી શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. ધર્મ-કર્મના મામલે તમારો રસ ઘટશે. પિતા અને વડીલોના સહયોગમાં ઘટાડો થશે. પારિવારિક ગૂંચવણોનો સામનો કરવો પડી શકે છે. 
 
મકર રાશિ - આવકમાં વધારો કરવના પ્રયાસમાં આ મહિનો સફળ થશે પણ ખર્ચ વધવાને કારણે આવક-ખર્હમાં સંતુલનનો અભાવ રહેશે. જે તમારુ બજેટ બગાડી શકે છે. પરિવારમાં પિતા સાથે મતભેદ કે કોઈ વાતને લઈને બોલચાલ થઈ શકે છે. માન-સન્માનમાં વધારો થશે. 
 
કુંભ રાશિ - નોકરી વ્યવસાયમાં ગૂંચવણ અને પરેશાની કાયમ રહી શકે છે. સલાહ છે કે ભાગીદારીના કામમાં સાવધાની રાખો. મહિનાના ઉત્તરાર્ધમાં રાશિ પર સૂર્ય કેતુ અને મંગળની દ્રષ્ટિથી માનસિક તણાવ વધશે. અકારણ ખર્ચ  વધશે અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. 
 
મીન રાશિ - આ મહિનો તમારે માટે મળતાવડો રહેશે. મહિનાના પૂર્વાર્ધમાં ઘરમાં કોઈ ઉત્સવ થવાની શક્યતા છે. પણ નોકરી વ્યવસાયમાં વધુ મહેનત અને ભાગ-દોડ કરવી પડી શકે છે. મહિનાના અંતમાં કાર્યોમાં અવરોધ આવશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ બન્યો રહેશે.