બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : મંગળવાર, 29 ડિસેમ્બર 2015 (12:58 IST)

કન્યા વાર્ષિક રાશીફળ 2016 - જાણો કેવુ રહેશે કન્યા રાશિના જાતકો માટે વર્ષ 2016

શુ તમે જાણો છો કે આવનારુ આ વર્ષ તમારે માટે શુ લઈને આવી રહ્યુ છે ? શુ તમે જાણો છો કે નવા વર્ષમાં શુ શુ થવાનુ છે ?  શુ  તમે જાણો છો કે નવા વર્ષની કંઈ કંઈ તારીખો તમારે માટે શુભ રહેશે ? અમે તમને બતાવીએ છીએ કે આવનારો આ નવુ વર્ષ કેવુ રહેશે તમારે માટે કન્યા રાશિફળ 2016ના માધ્યમથી... 
 
નવુ વર્ષની શરૂઆત થવામાં ફક્ત થોડાક જ દિવસ બચ્યા છે. જેને લઈને તમારા મનમાં થોડી હલચલ પણ થઈ રહી હશે. જેવુ કે આવનારા વર્ષમાં શુ ખાસ થશે ? નોકરી મળશે કે નહી ? આર્થિક સ્થિતિ કેવી રહેશે ? આવા જ ઘણા બધા સવાલ પણ હશે જે તમને પરેશાન કરી રહ્યા હશે.  આવો સૌ પહેલા શરૂ કરીએ ગ્રહોની ચાલ દ્વારા. કારણ કે સંપૂર્ણ જ્યોતિષ ગ્રહોની ચાલ પર જ આધારિત છે.  વર્ષની શરૂઆતમાં શનિ વૃશ્ચિક અને બૃહસ્પતિ સિંહ સાથે છે. 31 જાન્યુઆરી પછી રાહુ સિંહમા અને કેતુ કુંભમાં પ્રવેશ કરશે. આવો હવે એક નજર નાખીએ નવા વર્ષની શક્યતાઓ પર. 
 
પારિવારિક જીવન - કન્યા રાશિના જાતકો માટે વર્ષ 2015નુ રાશિફળ નવુ વર્ષ તમારા પારિવારિક જીવનના હિસાબથી કશુ ખાસ નહી વિતે. જીવનસાથી સાથે વિવાદ થવાની શક્યતા છે.  થોડા દિવસ માટે એકબીજાથી દૂર પણ રહેવુ પડી શકે છે. જોકે આ લાંબા સમય માટે પણ હોઈ શકે છે. જેની પાછળનું કારણ તમારી બને વચ્ચેના વિચારોને અસમાનતા હોઈ શકે છે.  જેનુ સમાધાન મામલો વધુ બગડતા પહેલા જ કરી લો તો સારુ થશે. જીવનસાથીની સાથે મતભેદ થશે. પણ પરિવારજનો સાથે સંબંધો મધુ રહેશે.  જો કે અહી પણ વૈચારિક મતભેદ થવાની શક્યતા છે.  ભાઈ બહેનોના સંબંધોની વાત કરીએ તો આ અનુકૂળ નહી રહે. આ જ  પરિસ્થિતિ મામાના સંબંધો સાથે પણ રહી શકે છે. 11 ઓગસ્ટ પછીનો સમય તમારી મુઠ્ઠીમાં આવવાનો છે. તેથી વધુ ચિંતા કરવાની વાત નથી. 
 
સ્વાસ્થ્ય - આમ તો તમે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મજબૂત છો. પણ આ વર્ષના 11 ઓગસ્ટ સુધી સ્વાસ્થ્ય એક ચિંતાનો વિષય પણ હોઈ શકે છે.  આ સાથે થોડી હદ સુધી માનસિક તણાવ અને શારીરિક પરેશાની પણ થઈ શકે છે. ચેહરો, પાચન તંત્ર, ગળુ અને આંતરડા સાથે સંબંધિત ફરિયાદ થઈ શકે છે. સ્વસ્થ્ય આહાર લેવાથી અને યોગ કરવાથી આ પરેશાનીઓમાંથી બચી શકાય છે.  કોઈ જૂની બીમારી ફરીથી તમને પરેશાન કરી શકે છે. તેથી આ વર્ષે તમારા આરોગ્યનો સંપૂર્ણ રીતે ધ્યાન રાખો અને ખાવા પીવા પર પણ વિશેષ ધ્યાન આપો. 
 
આર્થિક જીવન - નવા વર્ષમાં આર્થિક નુકશાન સ્પષ્ટ રૂએપ જોવા મળી રહ્યુ છે. પણ આ મામલે તમે ભાગ્યશાળી છો. બૃહસ્પતિના બારમા ભાવમાં બેસવાને કારણે કેટલાક લોકોને આર્થિક નુકશાન ઉઠાવવુ પડી શકે છે.  પૈસા બાબતે કેટલાક લોકો તમારી સાથે દગા બાજી પણ કરી શકે છે. તેથી આવા મામલામાં વધુ સતર્ક રહો. તમારી ક્રિયા-કલાપો પર ધ્યાન આપો અને સાચા તેમજ વિશ્વાસી લોકો સાથે જ સંબંધ રાખો તો યોગ્ય રહેશે.  કેટલાક એવા લોકો પણ તમને દગો આપી શકે છે જેમના પર તમે વધુ વિશ્વાસ કરતા હોય અને તેઓ તમારાથી મોટા પણ હોય.  તમારા સ્વ-વિવેકનો ઉપયોગ કરો અને આવા લોકોથી છેટા રહો. 
 
નોકરિયાત - તમારા દસમ ભાવ પર કોઈ ગ્રહની દ્રષ્ટિ નથી જે તમારા માટે સારા સમાચાર છે. મીડિયા સાથે જોડાયેલ લોકોને આ વર્ષ લાભ મળવાનો છે. કાર્યસ્થળ પર સંતુષ્ટિજનક કામ મળશે. ઓગસ્ટ પછી તમારુ પ્રદર્શન વધુ સારુ રહેશે. જેના પરિણામસ્વરૂપ તમારુ નામ થશે. વરિષ્ઠ અધિકારીઓની તરફથી સહાયતા મળશે. આનાથી તમારુ કામ સરળ થઈ જવા ઉપરાંત તમને સફળતા અને પ્રમોશન પણ મળી શકે છે. 
 
વ્યાપાર - નોકરિયાત લોકોને સફળતા મળશે પણ ઓગસ્ટ પછી.. કારણ કે સારી વસ્તુઓ મોડાથી જ મળે છે. જો ગુરૂ અને શનિનો પ્રભાવ તમારા પર પડી રહ્યો છે તો સંયમથી કામ લો અને કોઈ પ્રકારનુ રોકાણ કરવાથી દૂર રહો. કોઈપણ રીતે ધન એકત્ર કરવાનો પ્રયત્ન કરો. ભાગ્ય તમને જરૂર સાથ આપશે. વેપારમાં ઓગસ્ટ પછી જ ભાગીદારી કરો તો સારુ રહેશે.  
 
પ્રેમ સંબંધ - 2016નુ આ વર્ષ તમારે માટે શાનદાર સાબિત થશે. જો તમે કોઈ સંબંધ શરૂ કરવા માંગો છો તો આ વર્ષ સૌથી સારુ છે. બીજી બાજુ જે લોકો કોઈની સાથે સંબંધો નિભાવી રહ્યા છે તેમને પણ આત્મિય સુખોની પ્રાપ્તિ થશે. જો કે ઓગસ્ટ સુધી તમારા સંબંધોમાં કોઈ પ્રકારની ખટાશને ઉભી ન થવા દો. તેનાથી તમારા બંને વચ્ચેનુ અંતર વધશે અને સંબંધો ખરાબ થઈ શકે છે. 
 
સેક્સ લાઈફ - આ વર્ષે તમને ભરપૂર યૌન સુખ મળવાનુ છે. જો કે ક્યારેક ક્યારેક જનનાંગોમાં થોડી પરેશાની પણ થઈ શકે છે અને કમજોરીનો અહેસાસ પણ થઈ શકે હ્હે. જો આખુ વર્ષ મેળવીને જોવામાં આવે તો જીવનસાથી તરફથી તમને સારુ સુખ મળવાનુ છે.  તમે જીવનસાથી સાથે મોજ-મસ્તી પણ કરવી પસંદ કરશો. જેનાથી તમને ડબલ આનંદ મળશે. ઓગસ્ટ સુધી જેટલુ વધુ શક્ય હોય નાજાયજ સંબંધોથી દૂર રહો. 
 
સાવધાની રાખવાના દિવસ - ફેબ્રુઆરી 16થી માર્ચ 12 સુધી ફાલતૂ ખર્ચાથી દૂર રહો અને રોકાણ કરવાથી પરેજ કરો. આ સમયમાં મુખ્ય નિર્ણય લેવા અને કોઈપણ પ્રકારના રોકાણ કરવાથી બચો. જ્યારે ચંદ્રમાં સિંહ, કુંભ અને મીનમાં પ્રવેશ કરે તો બધા પ્રકારની યાત્રાને થોડા દિવસ ટાળી દેવી જોઈએ. 
 
ઉપાય - જે લોકો સૂર્યની મહાદશા કે અંત:દશામાંથી પસાર થઈ રહ્યા ચેહ ત્મને આદિત્યા હ્રદય સ્ત્રોતનો પાઠ અને નિયમિત રૂપે સૂર્યને અર્ધ્ય આપવુ જોઈએ.  જો શુક્રની મહાદશા ચાલી રહી હોય તો કનકધારા સ્ત્રોતનો પાઠ કરો. જો ગુરૂની મહાદશા ચાલી રહી હોય તો તમારી ક્ષમતા મુજબ દાન કરો. ગુરૂવારના દિવસે ઉપવાસ કરવાથી પણ લાભ થશે.