શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : મંગળવાર, 29 ડિસેમ્બર 2015 (12:37 IST)

કુંભ વાર્ષિક રાશિફળ 2016 - જાણો કેવુ રહેશે કુંભ રાશિના લોકો માટે નવુ વર્ષ 2016

નવા વર્ષને લઈને તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા હશે. આવો જાણીએ કે નવા વર્ષમાં તમારી જીંદગી કેવી રીતે પસાર થવાની છે. સફળતા મેળવવાની કંઈ કંઈ સારી રીત તમે અપનાવી શકો છો. કયા કયા દિવસ સફળતા અપવાનારા હશે ?  વર્ષની શરૂઆતમાં શનિ વૃશ્ચિક સાથે અને ગુરૂ સિંહ સાથે દેખાય રહ્યા છે. રાહુ અને કેતુ 31 જાન્યુઅરી પછી ક્રમશ સિંહ અને કુંભમાં પ્રવેશ કરી જશે. અમારી ભવિષ્યવાણીઓની મદદથી તમે આખા વર્ષની સુનિશ્ચિત અને સારી યોજના બનાવવામાં સફળ રહેશો. પણ ભવિષ્યવાણી બતાવતા પહેલા તમને બતાવી દઈએ કે આ ભવિષ્યવાણી સંપૂર્ણ રીતે વૈદિક જ્યોતિષ પર આધારિત છે. 
 
પારિવારિક જીવન - કુંભ રાશિના જાતકો માટે વર્ષ 2015નું રાશિફળ. નવા વર્ષમાં તમારુ પારિવારિક જીવન સામાન્ય રહેશે. પરિવારના સભ્યોનો લગભગ સહયોગ મળશે. જેને કારણે તમે માનસિક રૂપે શાંત રહેશો. રાહુ તમારા સાતમાં ઘર પર હાવી રહેશે. પણ ગુરૂના ગોચરને કારણે ઓગસ્ટ સુધી તમારુ વૈવાહિક જીવનમાં મધુરતા કાયમ રહેશે. વૈવાહિક જીવનનો ભરપૂર આનંદ  મળશે.  પણ ઓગસ્ટ પછી થોડો મતભેદ રહી શકે છે. જો માતા-પિતા સાથે સંબંધોની વાત કરીએ તો તમારા સંબંધ સારા રહેવાના છે. પાર્ટનર સાથે વધુ સમય વિતાવવાનો પ્રયત્ન કરો. તેનાથી સંબધોમાં મધુરતા આવશે. સગાં વ્હાલા સાથે પણ તમારા સંબંધ સારા રહેશે. 
 
સ્વાસ્થ્ય - આ વર્ષે તમે સારા સ્વાસ્થ્યના ધની રહેવાના છો. જોકે મસ્તિષ્ક અને જનાનાંગોમાં થોડી પરેશાનીઓ થવાની શક્યતા છે. સાથે જ માથાનો દુખાવો, અપચો અને આંખોમાં બળતરા પણ થઈ શકે છે. નિરોગી કાયા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવો. ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો તો સારુ રહેશે.  નહી તો આરોગ્યને વધુ નુકશાન થઈ શકે છે. આમ તો તમને નશો કરવો પસંદ છે. પણ જેટલુ જલ્દી બની શકે તેનો ત્યાગ કરવો જ યોગ્ય રહેશે અને તમારા સ્વાસ્થ્ય માટે પણ આ સારુ રહેશે. 
 
આર્થિક જીવન - આ વર્ષ તમારુ આર્થિક સ્થિતિ ઠીક ઠાક રહેવાની છે. પણ વધુ દરિયાદિલી બતાવવાથી પરેજ કરો. બીજાની મદદ કરવી સારી વાત છે પણ તમારી આર્થિક સ્થિતિને ધ્યાનમાં મુકીને કરવામાં આવે તો પણ સારી વાત છે. પૈસા મેળવવા ખૂબ મુશ્કેલ છે. પણ ઉડાવી દેવા સરળ. તેથી ખોટુ ધન બરબાદ ન કરો.  ઓગસ્ટ સુધી વધુ સતર્ક રહો અને કોઈને ઉધાર આપવાથી બચો. મિત્રોની મદદથી સારો નફો પ્રાપ્ત થવાનો છે. વર્ષ 2016માં તમારી પાસે ધનનુ આગમન તો થશે.  પણ આ ક્યા સુધી ચાલુ રહેશે તે નક્કી નથી. તેથી સમજી વિચારીને જ નિર્ણય કરો. 
 
નોકરી ધંધો - જે લોકો શનિની દશામાંથી પસાર થઈ રહ્યા છે તેમને માટે આવનારા 4-5 વર્ષ સારા રહેશે. પણ જેમના પર ગુરૂની દશા ચાલી રહી છે તેમને થોડી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. પણ સાથે જ તમારુ પ્રમોશન પણ થશે. તેથી હતાશ થવાની જરૂર નથી. કેતુની દશામાં પસાર થઈ રહેલા લોકોને વધુ મુશ્ક્લી થઈ શકે છે. સામાન્ય રીતે નોકરી સાથે સંબંધિત બધા મામલામાં આ વર્ષ તમારે માટે સારુ સાબિત થશે. પદોન્નતી થશે અને સેલેરી પણ વધશે. 
 
વેપાર - વેપારના હિસાબથી આ વર્ષ તમારે માટે શુભ રહેવાનુ છે. શનિની દસામાંથી પસાર થઈ રહેલા લોકોને વધુ લાભ થશે. જ્યારે કે કેતુની દશાને થોડી પરેશાની થઈ શકે છે. જોકે ધન આગમન અવિરત રૂપે ચાલુ રહેશે. ભાગીદારીવાળા વેપારમાં વધુ સતર્કતા રાખવાની જરૂર છે. પાર્ટનર સાથે કોઈ પણ પ્રકારના વિવાદ ઉભો ન થવા દો.  ઓગસ્ટ મહિના પછી વેપારમાં થોડો ઉતાર-ચઢાવ થવાને કારણે થોડી પરેશાની આવી શકે છે. આવા સમયે સંયમથી કામ લો. ગભરાઈ જવાથી કશુ મળવાનુ નથી. 
 
પ્રેમ-સંબંધ - વર્ષ 2016માં તમારા પ્રેમ-સંબંધ સામાન્ય રહેશે. વ્યસ્ત દિનચર્યાને કારણે તમારા પ્રેમને વધુ સમય ન આપશો. જો તમે કોઈની સાથે પહેલાથી જ સંબંધો નિભાવી રહ્યા છો તો કોઈ ખાસ ફેરફાર નહી થાય. જો કોઈના પ્રત્યે તમારા દિલમાં પ્રેમ છે તો આ વર્ષ તેને પ્રગટ કરી શકો છો. સફળતા મળવાની શક્યતા છે. જીવનસાથી સાથે સંબંધોમાં પૂરી પારદર્શિતા રાખો. કોઈ પ્રકારનો શક ઉભો ન થવા દેશો. થોડીક પણ બેદરકારી સંબંધોને ખરાબ કરી શકે છે.  તેથી પૂરી સાવધાની રાખો. 
 
સેક્સ લાઈફ - આ વર્ષે તમને યૌન સુખ ભરપૂર મળવાનુ છે. યૌન ઈચ્છાઓમાં વૃદ્ધિ થશે. જો વિવાહિત છો તો જીવનસાથી સાથે નહી તો જેની સાથે ડેટિંગ કરી રહ્યા છો તેની સાથે સારા સુખોની પ્રાપ્તિ થશે. જો કે વધુ સક્રિયાતા તમારા આરોગ્યને પ્રભાવિત કરી શકે છે. તેથી તેના પર નિયંત્રણ રાખવાની કોશિશ કરો. 
 
સાવધાની રાખવાના દિવસ30 એપ્રિલથી 13 જુલાઈ અને 12 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબરની વચ્ચે કોઈ પ્રકારનું રોકાણ કરવાથી બચો. જે લોકો બૃહસ્પતિની મહાદશામાંથે પસાર થઈ રહ્યા છે એ લોક 8 જાન્યુઆરીથી 9 મે સુધી કોઈ પણ પ્રકારના નવા કાર્યની શરૂઆત ન કરે અને ઉધાર આપવાથી બચે. જ્યારે ચંદ્રમાં સિંહ, વૃશ્ચિક કે કુંભમાં પ્રવેશ કરે એ સમયે પોતાના ગુસ્સા પર કાબુ મુકો અને વિવાદોથી દૂર રહો. 
 
ઉપાય - જો તમે લગ્નેશ શનિ છો તો નિયમિત રૂપે હનુમાન ચાલીસાનો પાઠ કરો. સવાર સાંજ રામચરિત માનસનો પાઠ કરવો પણ તમારે માટે લાભકારી રહેશે. નિયમિત રૂપે મા દુર્ગાની પૂજા કરો ને દેવી કવચનો પાઠ કરો.