માસિક રાશિફળ માર્ચ 2016 - જાણો કેવો રહેશે માર્ચ મહિનો તમારે માટે

Last Updated: સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (21:13 IST)

મેષ - માર્ચ મહિનાની શરૂઆતના સમય તમારે માટે શુભ રહેશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની યોજના બનશે. પૈસાની લેવડ એવડ કે ઉધાર સંબંધી કાર્ય કે વ્યવસાયમાં લંબિત કામ પુરા થશે. જીવનસાથી કે
પરિજનો સાથે ફરવા જવાનો યોગ બની શકે છે. સંતાન માટે ખર્ચ કે અભ્યાસ સંબંધી રુકાવટ રહેશે. 13 માર્ચ પછી કોર્ટ કચેરીમાં પરાજય માનહાનિ કે સત્તાની હાનિ બંધન યોગ કાયદા વિરોધી પ્રવૃત્તિયો સરકારી તપાસના સંકેત મળી રહ્યા છે. 19 માર્ચની આસપાસ વ્યવસાયિક કારણોથી યાત્રા કરવી પડી શકે છે.
20થી 23 તારીખ સુધી સ્થિતિયો પ્રતિકૂળ છે. આ સમય અભ્યાસમાં અવરોધ શેયર કે વાયદા બજારમાં નુકશાન પ્રેમ સંબંધોમાં ગેરસમજને કારણે તણાવની શક્યતા દેખાય રહી છે. મહિનાના અંતમા તમને અપેક્ષિત પરિણામ નહી મળે. જો કે પારિવારિક સુખ અને જીવનસાથીનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા રહી શકે છે. કોર્ટ કચેરીના કાર્યોમાં સાવધાની રાખો.


વૃષભ - ગણેશજી જોઈ રહ્યા છે કે મહિનાની શરૂઆતમાં નોકરી ધંધા સંબંધિત બધા કર્ય થોડાક પ્રયાસથી પુર્ણ થશે. જે તમને આત્મવિશ્વાસ અને સંતુષ્ટિ પ્રદાન કરશે. પણ હતાશા નિરાશા અને બિન જરૂરી ઉતાવળ ને કારણે નુકશાન થવાની શક્યતા છે. 6 માર્ચ પછી કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં કોઈ મોટા ફેરફારના સંકેટ મળી રહ્યા છે. જીવનસાથી સાથે વ્યવ્હારમાં સંયમ રાખો કારણ કે ગેરસમજને કારણે તમારી વચ્ચે મતભેદ કે સંબંધોમાં તણાવની શક્યતા છે. મિત્રો અને વડીલો તરફથી સહયોગ મળવાની શક્યતા છે. જો કે જેમ જેમ મહિનો આગળ વધશે તમે માનસિક દુવિદ્યા ચિંતા
ચિડચિડાપણુ અનુભવ કરશો. વ્યવસાય સંબંધિત કાર્યોમાં વિલંબ થવાની શક્યતા છે. જો કે 20 તારીખના રોજ તમે સારુ અનુભવશો. ગણેશજી તમને 21 અને 22 માર્ચના કોઈ પણ રીતે નિર્ણય લેવા માટે ના પાડી રહ્યા છે. મહિનાના અંતિમ અઠવાડિયુ ખૂબ અનુકૂળ રહેશે. સંતાન સંબંધી ચિંતા ઓછી થશે. કેટલાક કાર્ય પુર્ણ થશે.


આ પણ વાંચો :