શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (21:13 IST)

માસિક રાશિફળ માર્ચ 2016 - જાણો કેવો રહેશે માર્ચ મહિનો તમારે માટે

મેષ - માર્ચ મહિનાની શરૂઆતના સમય તમારે માટે શુભ રહેશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની યોજના બનશે. પૈસાની લેવડ એવડ કે ઉધાર સંબંધી કાર્ય કે વ્યવસાયમાં લંબિત કામ પુરા થશે. જીવનસાથી કે  પરિજનો સાથે ફરવા જવાનો યોગ બની શકે છે. સંતાન માટે ખર્ચ કે અભ્યાસ સંબંધી રુકાવટ રહેશે. 13 માર્ચ પછી કોર્ટ કચેરીમાં પરાજય માનહાનિ કે સત્તાની હાનિ બંધન યોગ કાયદા વિરોધી પ્રવૃત્તિયો સરકારી તપાસના સંકેત મળી રહ્યા છે. 19 માર્ચની આસપાસ વ્યવસાયિક કારણોથી યાત્રા કરવી પડી શકે છે.  20થી 23 તારીખ સુધી સ્થિતિયો પ્રતિકૂળ છે. આ સમય અભ્યાસમાં અવરોધ શેયર કે વાયદા બજારમાં નુકશાન પ્રેમ સંબંધોમાં ગેરસમજને  કારણે તણાવની શક્યતા દેખાય રહી છે. મહિનાના અંતમા તમને અપેક્ષિત પરિણામ નહી મળે. જો કે પારિવારિક સુખ અને જીવનસાથીનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા રહી શકે છે. કોર્ટ કચેરીના કાર્યોમાં સાવધાની રાખો. 
 

વૃષભ - ગણેશજી જોઈ રહ્યા છે કે મહિનાની શરૂઆતમાં નોકરી ધંધા સંબંધિત બધા કર્ય થોડાક પ્રયાસથી પુર્ણ થશે. જે તમને આત્મવિશ્વાસ અને સંતુષ્ટિ પ્રદાન કરશે. પણ હતાશા નિરાશા અને બિન જરૂરી ઉતાવળ ને કારણે નુકશાન થવાની શક્યતા છે.  6 માર્ચ પછી કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં કોઈ મોટા ફેરફારના સંકેટ મળી રહ્યા છે. જીવનસાથી સાથે વ્યવ્હારમાં સંયમ રાખો કારણ કે ગેરસમજને કારણે તમારી વચ્ચે મતભેદ કે સંબંધોમાં તણાવની શક્યતા છે. મિત્રો અને વડીલો તરફથી સહયોગ મળવાની શક્યતા છે. જો કે જેમ જેમ મહિનો આગળ વધશે તમે માનસિક દુવિદ્યા ચિંતા  ચિડચિડાપણુ અનુભવ કરશો. વ્યવસાય સંબંધિત કાર્યોમાં વિલંબ થવાની શક્યતા છે. જો કે 20 તારીખના રોજ તમે સારુ અનુભવશો. ગણેશજી તમને 21 અને 22 માર્ચના કોઈ પણ રીતે નિર્ણય લેવા માટે ના પાડી રહ્યા છે. મહિનાના અંતિમ અઠવાડિયુ ખૂબ અનુકૂળ રહેશે.   સંતાન સંબંધી ચિંતા ઓછી થશે. કેટલાક કાર્ય પુર્ણ થશે. 
મિથુન - માર્ચની શરૂઆત મિથુન  રાશિવાળા વ્યવસાય અને નોકરીમાં શુભ કાર્ય યોજના બની શકે છે.  નોકરીમાં સ્થાનાંતરણ યોગ છે. જોકે તમે માનસિક દુવિદ્યા ચિતા અને પરેશાનીમાં રહેશો. ગુસ્સો અને નકારાત્મક વિચારથી દૂર અહો. 7 અને 8 માર્ચની મહેનત વધુ રહેશે.  પણ ફળ મળવાની શક્યતા ઓછી છે. મહિનાના મધ્યમાં સૂર્ય પરિવર્તન વ્યવસાયિક અને આર્થિક રૂપે અતિ શુભ સાબિત થશે.  14 અને 15 તારીખના રોજ મહેનતના અનુરૂપ લાભ નહી મળી શકે. જીવનસાથી સાથે પણ મતભેદ થવાની શક્યતા છે.  22થી 23 તારીખ કમીશન દલાલી વ્યાજ એકાઉંટેસી સેલ્સ માર્કેટિંગમાં કામ કરનારા જાતકો માટે શુભ છે. પરિવાર અને જીવનસાથી સાથે પણ પ્રવાસનો કાર્યક્રમ બનશે. તમે આવકના નવા સ્ત્રોત વિશે વિચારશો. ઉધાર વસુલીનુ કાર્ય પુર્ણ થશે. જ ઓ કે આ સ્માય માનસિક ચિંતા કે ગુસ્સાને લઈને મનમાં અશાંતિ રહેશે. આર્થિક મોરચે પણ લક્ષ્મીજીની કૃપા રહેશે. 
 
કર્ક - જમીન મકાન અને વાહન સાથે જોડાયેલ લંબિત પડેલા કાર્ય આ મહિને પુરા થશે અથવા તેની સાથે સંબંધિત સોદા કરવા માટે સમય અનુકૂળ છે. વિદ્યાર્થીઓને પ્રવેશ સંબધિત કામમાં સફળતા મળશે. વિદેશમાં અભ્યાસ કરવાના ઈચ્છુક જાતકોને વિશેષ રહેશે. તમારા કામ થશે પણ વિલંબ થવાની શક્યતા હોવાથી ધીરજ અને માનસિક શાંતિ રાખવી પડશે.  ગુસ્સા પર કાબૂ રાખો. પ્રેમ સંબંધોમાં મતભેદ ન થાય. તેનુ ધ્યાન રાખો. બીજા અઠવાડિયામાં અચાનક કોઈ આર્થિક લાભ થવાની શક્યતા છે. ઉધાર વસૂલી લોન કે બિન પરંપરાગત આવકના કાર્ય પણ થશે.  8 અને 9 તારીખના રોજ સ્વાસ્થ્યની તકલીફ કે દુર્ઘટનાના યોગ છે. તમારા મહત્વના કાર્યોમાં વિધ્ન અને મુસીબત આવશે.  ત્રીજા અઠવાડિયામાં નાની મોટી યાત્રા કરવી પડી શકે ક હ્હે. 16 અને 17 તારીખના રોજ કામમાં વિધ્નનો સામનો કરવો પડશે. ખર્ચમાં વધારો થશે. ચોથા અઠવાડિયામાં નાણાકીય લાભ થશે.
 
સિંહ - વિદ્યાર્થીઓને આ મહિને તકલીફ રહેશે. પ્રેમ સંબંધોમાં કમ્યુનિકેશન દરમિયાન પારદર્શિતા અને સ્પષ્ટતા બનાવી રાખો. સંતાનને લઈને પણ દુવિદ્યાની સ્થિતિ રહ્શે. તેમનુ સ્વાસ્થ્ય બગડી શકે છે.  સાસરિયા પક્ષ સાથે સંબંધોમાં સુધાર થવાની શક્યતા છે.  વસીયતના કામમાં પણ ક્લેશ અને ગૂંચવણ ઓચી થશે.  મહિનાન ઉત્તરાર્ધમાં નોકરીયત લોકોને બોસ તરફથી સહયોગ ઓછો મળશે.  જે લોકો વેપાર કરે છે તેમણે પણ કોઈ નવા કામમાં અવરોધ ઉભો થશે.  20 21 તારીખ શુભ રહેશે.  22 તારીખે મહત્વપુર્ણ નિર્ણય ન લેશો. નહી તો નુકશાન થશે.  અચાનક ધન લાભ થશે 


 
 
કન્યા - આ મહિને નોકરી અને વ્યવસાય સંબંધી યોજનાઓમાં અવરોધનો સામનો કરવો પડી શકે છે. વરિષ્ઠ લોકો સાથે ઓળખ અને સંપર્ક વધશે. માન-સન્માન વધશે. કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાની તક મળી શકે છે. ક્યાક તમારુ ધન રોકાયેલુ છે. તો તેને પરત મળવાની આશા કરી શકો છો. પણ ક્યાક આર્થિક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સમજદારીથી કામ લો. કાર્યક્ષેત્રમાં વ્યવહારિક કામ લો. સ્વાસ્થ્ય પ્રત્યે પણ તમારે સજાગ રહેવુ પડશે. વ્યવસાયમાં ઉન્નતિની તક મળશે. પણ પારિવારિક જીવનમાં તણાવનો સામનો કરવો પડી શકે છે. 

 
 
 
તુલા - આ મહિનો તમારે માટે અનુકૂળ અને સુખદ રહેશે. ગ્રહોની સ્થિતિનું આંકલન કરવાથી જ્ઞાત થાય છે કે મિત્રો અને નિકટ સંબંધીઓના સહયોગથી તમારા અધૂરા કામ પૂરા થશે. ક્યાકથી અચાનક ધનનો લાભ મળી શકે છે. નોકરી અને વ્યવસાયમાં ઉન્નતિના સંકેત છે.  પણ શુભ કાર્યો પર તમારુ ધન ખર્ચ કરવુ પડી શકે છે.  કોઈ નવી યોજના પર કામ શરૂ કરી શકો છો. સફળતા મળશે. વિરોધીઓ સાથે થોડી પરેશાની થઈ શકે છે. તેથી તેમનાથી સાવધ રહો. પારિવારિક જીવનમાં પરસ્પર વિવાદ રહી શકે છે. સ્વાસ્થ્ય મામલે મહિનો કષ્ટદાયક હોઈ શકે. 

 
 
 
વૃશ્ચિક - વર્તમાન દિવસોમાં શનિ તમારી રાશિમાં ચાલી રહ્યો છે. જેનાથી તમે સાઢેસાતીના પ્રભાવમાં છો. શનિના પ્રભાવને કારણે તમને ખૂબ સંઘર્ષ કરવો પડશે અને બનતા કાર્યોમાં અવરોધનો સામનો કરવો પડી શકે છે. પણ ગુરૂ મંગળ અને બુધની શુભ દ્રષ્ટિને કારણે તમારી પરેશાનીઓમાં થોડી કમી આવી શકે છે.  આર્થિક મામલે આવક કરતા ખર્ચ વધવાની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં વધુ પરિશ્રમ કરવો પડશે. સહયોગીઓની સાથે તાલમેલ કાયમ રાખવાથી તમને લાભ મળશે. લાંબા અંતરની યાત્રા પર જવાની યોજના બનાવી શકો છો પણ મુસાફરીમાં સજાગ અને સાવધ રહો.  
 
 
ધન - મહિનાની શરૂઆત અનુકૂળ ભલે ન લાગે પણ ધીરે ધીરે સ્થિતિમાં સુધાર જોવા મળશે. આર્થિક મામલે સલાહ છે કે મૂડી રોકાણ સમજી વિચારીને કરો. ખર્ચ વધવાનો છે. સમજી વિચારીને કામ કરો. ગુપ્ત શત્રુઓથી ખતરો રહેશે. તેથી તેમનાથી સાવધ રહેવામાં જ તમારી ભલાઈ છે. પારિવારિક જીવનમાં પરસ્પર સહયોગ અને તાલમેલ વધશે. કાર્યક્ષેત્રમાં સહયોગીઓનો વ્યવ્હાર નિરાશાજનક રહેશે. તમારે તમારા કામ પર ધ્યાન આપવુ જોઈએ. આળસથી બચો અને ખાવા પીવા પર ધ્યાન આપો. સ્વાસ્થ્ય એકંદરે સારુ રહેશે. 
 



 
 
મકર - જૂનનો મહિનો સામાન્ય રૂપથી અનુકૂળ અનુભવશો. સામાજીક અને કાર્યક્ષેત્રમાં માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. કોઈ નવા કામની યોજના બનાવી શકો છો. પ્રયાસ કરવાથી કામમાં સફળતા મળશે. નોકરીમાં સ્થિતિ સારી રહેશે તમને અનેક નવી જવાબદારીઓ મળી શકે છે. જો તમારા પૈસા ક્યાક અટકાયા છે તો મળવાની શક્યતા પ્રબળ છે. પણ માંગલિક કાર્યોમાં ધન ખર્ચ પણ થશે તેથી બચતની આશા નથી કરી શકતા.  ભાગીદારીમાં જો કોઈ કામ કરો છો તો કામમાં સફળતા મળવાની શક્યતા ઓછી છે. 



 


કુંભ -  જૂન મહિનાનો પ્રથમ ભાગ તમને અનુકૂળ નહી લાગે. આ દરમિયાન તમારા સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ કારણથી માનસિક તનાવમાં રહેશો. બનતા કાર્યોમાં અવરોધનો સામનો કરવો પડી શકે છે. આ મહિને તમારો ખર્ચ વધાવાનો છે. સમજદારીથી કામ લો નહી તો જમા ધનમાંથી પણ ખર્ચ કરવો પડી શકે છે. મહિનાના વચ્ચે મતલબ 15 જૂન પછી સ્થિતિમાં સુધાર અનુભવી શકશો. આર્થિક સ્થિતિ સુધરશે અને નવા કામની યોજના પણ બનાવશો. કાર્યક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય રૂપે અનુકૂળ અનુભવી શકશો. પારિવારિક જીવનમાં સામાન્ય સુખ અને સહયોગ કાયમ રહેશે. 
 
 

મીન - મહિનાની શરૂઆત તમારે માટે વધુ અનુકૂળ રહેશે. કામમા જે પણ મુશ્કેલી ચાલી રહી હતી તેનુ સમાધાન થશે અને કાર્ય પ્રગતિ પર રહેશે. તંદુરસ્તી પ્રત્યે બેદરકાર ન રહો.  વિરોધી પક્ષ વધુ સક્રિય રહેશે તેથી તેમનાથી સાવધ રહેવામાં જ તમારી ભલાઈ છે.  કાર્યક્ષેત્રમાં સ્થિતિ બધુ મળીને સામાન્ય રહેશે. નોકરી કરનારાઓએ પોતાના કામ પર ધ્યાન આપવુ જોઈએ. બીજાના કામમાં ન  ખુદ દખલ કરો કે ન તો પોતાના કામમાં બીજાને દખલ કરવા દો. વ્યવસાયિઓને આ મહિને લાભ માટે વધુ પરિશ્રમ કરવો પડશે. ખર્ચ વધશે જેનાથી ઘરનું બજેટ બગડી શકે છે. સંપત્તિનુ ખરીદ વેચાણ કરો તો દરેક વાત પર જાતે નજર રાખો નહી તો નુકશાન થઈ શકે છે. પારિવારિક જીવનમાં પરસ્પર તાલમેલ અને સહયોગમાં કમી આવવાની આશંકા છે.