મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : શનિવાર, 30 એપ્રિલ 2016 (23:54 IST)

માસિક રાશિફળ મે 2016 - જાણો કેવો રહેશે મે મહિનો તમારા માટે

મેષ રાશિ - આ મહિનામાં વિદેશ યાત્રા થઈ શકે છે. તમારા કામમાં પુર્ણ સફળતા મળશે. નોકરીમાં ઉન્નતિ થશે. કૃષિ લાભ આપશે.  વેપારમાં વૃદ્ધિ થશે. સ્ત્રી પક્ષ તરફથી મદદ મળશે. સંતાનની ચિંતા રહેશે. આ મહિનામાં તમારા માટે ખૂબ સકરાત્મક રહેશે. શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક પ્રફુલ્લતા કાયમ રહેશે. અત્યાર સુધી તમારા જે  કાર્ય અટકેલા હતા તે બધા ભાગ્યના સહયોગથી પુર્ણતા પ્રાપ્ત કરશે. દુશ્મનોને કમજોર સમજવાની ભૂલ ન કરો. પન જમીની અને  કોર્ટ કચેરીના કામોમાં તમારી ધાક કાયમ રહેશે. શનિના ઢૈયાને કારણે તમારાપગલા પાછળ પડતા જોવા મળશે.  સાવધાની રાખો. આ સમયે ભાગ્યનો  પ્રબળ સાથ સહયોગ મળવાનો છે.   ફાયદો ઉઠાવો જો કે જીવન સાથીના સ્વાસ્થ્ય થોડુ કમજોર બન્યુ રહેશે અને  તેની સાથે થોડોક વાદ વિવાદ અને મનદુખની સ્થિતિઓ ક્યારેક નિર્મિત થતી રહેશે. સમજદારીથી કામ લો.  
 
શુભ તારીખો - 3,5,7,13,14,27,28
 
આ મહિને આ ઉપાય કરો  
 
1. પીપળના વૃક્ષનુ નિત્ય જળથી સિંચન કરતા રહો. 
2. મસ્તક પર રોજ સવારે પીળા ચંદનનુ તિલક લગાવો 
 

વૃષભ  રાશિ  - મહિનાની શરૂઆતથી જ તમારુ પરાક્રમ વધતુ રહેશે. મિત્ર મદદ કરશે. મીલકતના કામોમાં પગલા આગળ તરફ. મૂડમાં ખુશી અને મનોબળમાં  સુદ્દઢતા કાયમ રહેશે. સામાન્ય રીતે તમે બીજા પર પ્રભાવી રહેશો. મહેનત કરવામાં પાછળ નહી હટો. રોજી રોજગારમાં સારી સફળતાના યોગ બની રહ્યા છે.  વિશેષ કરીને નોકરિયાત વ્યક્તિઓ માટે આ સમય ખૂબ જ સારો રહેવનો છે. ભ્રમણ મનોરંજન અને વિલાસિતાને કારણે ખર્ચ કરવાની ક્ષમતા વધશે. જેને કારણે મહિનાના અંતમાં ખુદ પર ગુસ્સો આવવો સ્વભાવિક છે. વિદેશ જવાની કોશિશ કરતા જાતકો માટે આ દિશામાં આ સમય સફળતા પ્રાપ્તિના સંકેત બતાવે છે. 
 
શુભ તારીખ -  17,22,24,25,26,27
 
આ મહિને આ ઉપાય કરો 
 
1. કીડીઓને ચોખા અને ખાંડનું મિશ્રણ નાખતા રહો. 
2. દરેક સોમવારે શિવલિંગ પર ખોબો ભરીને સફેદ ફૂલ ચઢાવો. 

 
વધુ આગળ 
મિથુન રાશિ - આ મહિનાની શરૂઆત તમારે માટે ધનદાયક રહેવાની છે. આ મહિને ભરપૂર જોર લગાવતા કોઈ સરકારી કામમાં થોડી ઘણી પ્રગતિ થશે. તમારો તેજ પ્રભાવ રહેશે.  પછી આગળ સમય સારી સ્થિતિ મુકશે. અવિવાહિત જાતકોને વિવાહ માટે સંબંધોની વાત પાકી થઈ શકે છે. કાર્ય વ્યવસાયમાં ભરપૂર સફળતા મળતી રહેશે. જોકે 9 તારીખથી કોઈ મૂલ્યવાન વસ્તુની ચોરી અથવા કોઈ નિકટના વ્યક્તિ સાથે ઝગડો થવાના યોગ નિર્મિત થઈ રહ્યા છે. તેથી વિશેષ રૂપે સાવધાની રાખો. 
 
 
શુભ તારીખો :- 2,6,8,9,10,16,24
 
આ મહિને આ ઉપાય કરો 
 
1. રુદ્રાભિષેક કરો અને શિવ ચાલીસાનો પાઠ કરતા રહો 
2. જળ ભરેલા ઘડાનું દાન કરો. 
 
કર્ક રાશિ -  આ મહિનાની શરૂઆતમાં જ શરીરમાં રુગ્ણતા અનુભવાશે. જે વ્યક્તિ પહેલાથી જ કોઈ રોગથી પીડિત રહે છે તેને જૂનો રોગ ફરીથી ઉભરાશે એવી શક્યતા છે.  સાથે જ ખુદની માતા અથવા ઘરના કોઈ વડી સ્ત્રી માટે પણ સમય કષ્ટકારક રહેવાનો કુયોગ નિર્મિત થઈ રહ્યો છે.  આ મહિનામાં મોટા લોકો સાથે મેળાપ સહયોગ થશે પણ ખોટા મિત્રોથી નુકશાનનો ભય. પછી આગળનો સમય સફળતા આપનારો. 
 
 
શુભ તારીખ -1,7,10,16,22,29,30
 
આ મહિને કરો આ ઉપાય 
1. ગાયને લીલો ચારો ખવડાવો 
2. શ્રી ગણપતિ સ્ત્રોત્રનુ નિત્ય પાઠ કરો. 
 
 
વધુ રાશિ આગળ 
સિહ રાશિ - આ મહિનાની શરૂઆતમાં જ ભાગ્ય સુંદર સાથ આપશે.  અત્યાર સુધી અટકેલા કાર્ય અલ્પ પ્રયાસથી જ સંપૂર્ણતાને પ્રાપ્ત થશે.  ધાર્મિક કાર્યોમાં ખર્ચ થશે અને મન પ્રફુલ્લિત થશે. સંતાન પ્રાપ્ત થવાન યોગ  મુશ્કેલીઓનો ભય પણ વેપારી કાર્યમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે.  પછી આગળનો સમય ભાગદોડનો હોઈ શકે છે. 
 
 
શુભ તારીખ :- 1,2,6,7,9,11,14,15,23
 
આ મહિને કરો આ ઉપાય 
 
1. સાંજના સમયે પીપળના વૃક્ષ નીચે અગરબત્તી લવાવો. 
2. ૐ નારાયણાય સુરસિંહાસનાય નમ : મંત્રનો રોજ જાપ કરો. 
 
 
 
કન્યા રાશિઆ મહિનાની શરૂઆતમાં મન એકાએક ખિન્ન રહેશે. કોઈ પણ કાર્ય કરવામાં મન નહી લાગે. કારણ વગર આળસ અને મદ હાવી રહેશે. મનની ચંચળતા અતિશય વધેલી રહેશે. આ રીતે ચીડ અને પરેશાની વધુ થશે. મન મસ્તિષ્કમાં નેગેટિવ વિચારો વધુ રહેશે. અંધવિશ્વાસ જેવા કુરિવાજો પ્રત્યે રુચિ વધશે. કોર્ટ કચેરી અથવા કોઈ રાજકીય કાર્ય માટે ધનનો વ્યય થવાની શક્યતા. આ મહિનામાં ધન લાભ અને વેપારી કામો માટે ગ્રહો સારા. પ્રભાવ કાયમ રહેશે. પણ બીજાના લફડાં અને જવાબદારીથી બચવુ ઠીક રહેશે. પગ લપસવાનો ભય રહેશે.   આ મહિને કામકાજમાં સફળતા મળશે અને આગળનો સમય પણ સારો સમજો. 
 
 
શુભ તારીખ :- 6,7,9,16,19,24,27,29
 
આ મહિને કરો આ ઉપાય  
 
1. કીડા મકોડાને તલ ચોખાનું મિશ્રણ કરી ખવડાવો 
2. જળ સેવા કરો.  
તુલા રાશિ - આ મહિનાની શરૂઆતમાં શરીર ઉર્જાવાન રહેશે. જેને કારણે તમે ડબલ ઉત્સાહથી કામ કરી શકશો. વેપાર વ્યવસાયમાં આશાવાદી સફળતા પ્રાપ્ત થશે. ઘર પરિવાર અને જીવનસાથી સાથે સારો તાલમેલ કાયમ રહેશે.  ઘરમાં લગ્ન-વિવાહ યોગ્ય સભ્યો માટે સંબધો પાકા થઈ શકે છે.  આ મહિને સરકારી કાર્યમાં પગલા બઢત તરફ. મોટા લોકો મહેરબાન રહેશે.  વેપાર વ્યવસાયમાં લાભ પણ ગૂંચવણો ઉભી થતા તમારી બધી યોજના બગડવાનો ડર રહેશે.  આ મહિને વેપારી ટૂર કરશો નહી અને આ ઉપરાંત કોઈ જવાબદારીમાં ફસાશો નહી. જો કે આગળ સમય સારો રહેશે.  
 
શુભ તારીખ - 2,3,12,15,23,29,30
 
આ મહિનામાં આ ઉપાય કરો 
 
1. રોજ રૂદ્રાભિષેક કરો 
2. ત્રિ મુખી રૂદ્રાક્ષ ધારણ કરો 
 
વૃશ્ચિક રાશિ - આ મહિનાની શરૂઆતથી જ શરીરમાં રુગ્ણ્તા રહેશે. જૂના રોગ કષ્ટ આપી શકે છે. જૂના લીધેલા કર્જને ચુકવવાની ચિંતા પણ રહેશે. આ સમય વિદ્યાર્થીઓ માટે સફળતા પ્રાપ્ત કરવામાં સહાયક રહેશે. માતૃપક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે. આ મહિને ધ્યાન રાખો કે તબિયતમાં ખરાબ હોવાને કારણે કોઈની સાથે ઝગડો થઈ જાય. પણ કામકાજી દશા આરામદાયક રહેશે. સફળતા સાથ આપશે.  સાઢેસાતી કોઈને કોઈ કામમાં અવરોધ નાખવાની છે. સાવધાની રાખો. આમ તો આ મહિનો દરેક રીતે સારો રહેશે પણ આગળ સમય નુકશાન -પરેશાની અને તણાવ કાયમ રાખનારો રહેશે. 
 
શુભ તારીખ -16,20,22,24,25,29
 
આ મહિને આ ઉપાય કરો - 
 
1.  ગૌ સેવા કરો 
2.  ગળામાં ચાંદી ધારણ કરો

 
વધુ આગળ 
ધનુ રાશિ - આ મહિનાની શરૂઆતમાં તન મન અત્યાધિક સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેશે. આ સમયે તમારુ શરીર, બુદ્ધિ અને ભાગ્યનો અદ્દભૂત સહયોગ મળશે. આ જ સમય છે જેમા તમે તમારા બધા જૂના અને રોકાયેલા કાર્યો પતાવી લો અને સમયનો સદ્દપયોગ કરો.  સંતાન તરફથી સાથ સહયોગ મળતો રહેશે. મનની પ્રસન્નતા પણ કાયમ રહેશે. આ મહિનાની તંદુરસ્તી બગડવી અને કોઈ સરકારી કામના ગુંચવણો-બગડવાનો ભય પણ સામાન્ય પરિસ્થિતિ અનુકૂળ ચાલતી રહેશે. 26થી 27 સાંજ સુધી ખાન-પાન સાચવીને કરી લેવુ ઠીક રહેશે.  પછી આગળ સમય વ્યવસાયિક રૂપે સારો સમજો. 
 
શુભ તારીખ - 11,15,17,19,26,27
 
આ મહિને આ ઉપાય કરો 
 
1. માથા પર રોજ સફેદ ચંદનનુ તિલક લગાવો. 
2. ૐ હાં હીં હૌ સ: સૂર્યાય નમ : મંત્રનો જાપ કરો. 
 

મકર રાશિ - આ મહિનાની શરૂઆતથી જ મન ચંચળ અને આશિક સ્વભાવનો રહેશે. વિપરિત લિંગ તરફ વિશેષ આકર્ષણ રહેશે. ખૂબ સમજી વિચારીને પગલુ લેજો. ખોટી બદનામી મળી શકે છે. જો મન કરતા બુદ્ધિથી કામ લેશો તો જૂનો ચાલી રહેલો પ્રેમ પ્રસંગ મંજીલ સુધી પહોંચી શકે છે.  આ મહિનો તંદુરસ્તી મામલે સાવધ રહો. પણ કામકાજી મોરચા પર સ્થિતિ ઠીક. મન પર સાત્વિક વિચાર પ્રભાવી રહેશે. 26થી 27 સાંજ સુધી કામકાજની દશા સારી. બંને પતિ-પત્ની એકબીજા પ્રત્યે અનુકૂળ રહેશો. આ સમય ભ્રમણ મનોરંજન, આમોદ પ્રમોદ અને ભોગ વિલાસની સામગ્રીઓ પર ખર્ચ કરવામાં જ વ્યતીત થશે. પિતાના સ્વાસ્થ્યનુ ધ્યાન રાખો. 
 
શુભ તારીખ :-8,16,19,20,24,27,28
 
આ મહિને આ ઉપાય કરો 
 
1. દૂધ શરબત વગેરે જેવા પીણાંનુ દાન કરતા રહો. 
2. પક્ષીઓને સફેદ જુવાર નાખો. 
 
વધુ આગળ 
કુંભ રાશિ - આ મહિનો દુશ્મનો વધતા અને તંદુરસ્તી બગડવાનો ભય રહેશે.  પણ કામકાજના કાર્યોમાં કદમ આગળ વધશે. 
મિત્ર-સહયોગ કરશે.  મહિનાનો પૂર્વાર્ધ તમારા માટે ખૂબ ભાગદોડવાળો રહેશે. પણ આ ભાગદોડનુ યોગ્ય ફળ તમને મળશે. આ સમય જ્ઞાન પ્રાપ્તિમાં વિશેષ સહાયક રહેશે અને વિદ્યાર્થીઓને મહેનત મુજબ સારી સફળતા પ્રાપ્ત થવાના યોગ છે. જે જાતક ખૂબ લાંબી સમયાવધિથી કોઈ રોગા વગેરેનો સામનો કરી રહ્યા છે તેમને માટે સમય થોડુ કષ્ટમય વાતાવરણ નિર્માણ કરી શકે છે.  તમારા ખાન-પાન અને ડોક્ટરની સલાહ પર જરૂર ધ્યાન આપો.  ખાન-પાન મર્યાદામાં કરો. પછી આગળ સમય સારો રહેશે. ઉપયોગી વાર્તાલાપ થશે. કોઈ સમસ્યાનુ સમાધાન તમારા પ્રયાસોથી શક્ય છે. સામાજીક સન્માન અને યશ મળશે. વેપાર સારો ચાલશે. 
 
શુભ તારીખો :-2,7,15,16,19,23
 
આ મહિને આ ઉપાય કરો 
 
1. સુસ્વાદ અને સ્વાસ્થ્યવર્ધક ખાન પાન રાખો 
2. એકાદશ મુખી રૂદ્રાક્ષ ધારણ કરો. 
 
મીન રાશિ - આ મહિને વેપાર સંતોષજનક. પ્રયત્ન કરવા પર યોજનાઓ આગળ વધશે. પણ દુશ્મનોથી સાવધ રહેવુ જરૂરી છે. 
મહિનાના પૂર્વાર્ધમાં ઘર પરિવારમાં કોઈ શુભ પ્રસંગની તક આવશે. તમારી વાણીમાં ખૂબ ઓજસ્વિતા રહેશે. જેનાથી તમારા બધા કાર્ય સહજ રૂપે બની જશે. ધનાગમનની સારી શક્યતા છે.  કાર્ય રોજગાર ઉત્તમ રહેશે. માતાના સ્વાસ્થ્યમાં ગરબડ થઈ શકે છે.  કોઈ મિત્ર પાસેથી અશુભ સમાચાર મળી શકે છે. આ મહિને આર્થિક અને વેપારી દશા સારી. સફળતા સાથ આપશે. અલબત્ત આગળ સમય તંદુરસ્તી માટે સારો રહેશે. 
 
શુભ તારીખ -  4,21,23,24,25,30
 
આ મહિને આ ઉપાય કરો
1. શ્રી ભૈરવ ચાલીસાનો રોજ પાઠ કરો . 
2. શનિવારનો ઉપવાસ રાખો.