ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : ગુરુવાર, 31 ડિસેમ્બર 2015 (15:15 IST)

જ્યોતિષ 2016 - તમારી ભાગ્ય રેખા પોતે વાંચો અને જાણો એના અર્થ

તમારી ભાગ્ય રેખા પોતે વાંચો અને જાણો એના અર્થ  - દુનિયામાં જે પણ  આવ્યા છે પોતાનું  ભાગ્ય લઈને આવ્યા છે. પણ દરેકનું  ભાગ્ય એક જેવુ નથી હોતુ. તમે જુઓ તમારી હથેળીમાં રહેલા ભાગ્ય રેખા તમારા વિશે શું કહે છે. 

હથેળીમાં શનિ પર્વત એટલે મધ્યમા આંગળીના પાસે પહોંચતી રેખા ભાગ્ય રેખા કહેવાય છે. આ રેખા હથેળીમાં જુદી-જુદી  હોય છે . તમારી હથેળીમાં આ રેખા ક્યાંથી ઉતપન્ન થઈ અને ક્યાં પહોંચી. એનાથી તમારું ભાગ્ય પ્રભાવિત થાય છે. 
કેતુ ક્ષેત્રથી આ ભાગ્ય રેખાને જુઓ . જો તમારી હથેળીમાં આ રીતે ભાગ્ય રેખા છે તો સમજો કે ભાગ્યનો  ભરપૂર સાથ મળશે . એવા માણસનું  જીવન સુખમય હોય છે, જેની ભાગ્ય રેખા જીવન રેખાને સ્પર્શ કરી રહી હોય. જેટલા સુધી ભાગ્ય રેખા જીવન રેખાને સ્પર્શ ન કરે તેટલા ભાગમાં તકલીફના સામનો કરવો પડશે. 
 
ભાગ્ય રેખા જો ત્રિકોણાના પાસેથી ઉતપન્ન થઈ રહી હોય તો ભાગ્યના સહયોગ ઓછો મળશે. હસ્તરેખા વિજ્ઞાન મુજબ આવા માણસોને જીવનમાં ખૂબ પરિશ્રમ કરતા સફળતા મળે છે. 
 
તમારી હથેળીમાં ભાગ્ય રેખા બુધ પર્વત પર સમાપ્ત  થઈ રહી હોય તો એ  સંકેત છે કે તમે વ્યવસાયમાં ઘણા સફળ અને ધનવાન થઈ શકો છો. 
 
જો તમારી ભાગ્ય રેખા પરથી  નાની-નાની રેખાઓ નીચેની તરફ આવી રહી હોય તો આ ભાગ્યમાં પડતીના સંકેત છે. એનાથી ઉલટુ  નાની રેખાઓ ઉપરની તરફ જઈ રહી હોય તો ભાગ્યોન્નતિના સંકેત છે. આ ભાગ્ય રેખામાં જ્યાં હોય છે. જીવનના એ ભાગમાં એના પરિણામ મળે છે. 

 
ભાગ્ય રેખા લાંબી થઈને શનિની આંગળે સુધી જાય અને ભાગ્ય રેખા પર તારા કે ક્રોસનું  નિશાન હોય તો આ સંકેતથી જેલ જવુ  પડી શકે છે. 

હૃદય રેખાને પાર કર્યા પછી  હ્રદય રેખા જંજીર જેવી થઈ રહી હોય તો પ્રેમ સંબંધ અને વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવે છે.