ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : મંગળવાર, 29 ડિસેમ્બર 2015 (12:48 IST)

તુલા વાર્ષિક રાશીફળ 2016 - જાણો કેવુ રહેશે તુલા રાશિના લોકો માટે વર્ષ 2016

શુ તમે નવા વર્ષમાં તમારા ભવિષ્યને લઈને વ્યાકુળ છો ? શુ તમને નવા વર્ષની ચિંતા સતાવી રહી છે ? તો તમારે હવે બિલકુલ પરેશાન થવાની જરૂર નથી. કારણ કે અમે લઈને આવ્યા છે તુલા રાશિફલ 2016. આ ભવિષ્યફળમાં તમને એ બધુ મળશે જે તમે જાણવા માંગો છો...  
 
નવા વર્ષને લઈને તમારા મનમાં પુષ્કળ પ્રશ્નો ઉભા થઈ રહ્યા હશે. જેવે કે નવુ વર્ષમાં ઘરનુ નિર્માણ કાર્ય શરૂ થશે કે નહી ? સફળતા મેળવવા ક્યા કયા સારા ઉપાય તમે અજમાવી શકો છો ? કયા દિવસો તમને સફળતા અપાવશે ? પણ આ પ્રશ્નોના જવાબ જાણતા પહેલા આવો જાઈએ કે તમારા ગ્રહોની સ્થિતિ શુ છે. વર્ષની શરૂઆતમાં શનિ વૃશ્ચિક સાથે અને ગુરૂ સિંહ સાથે જોવા મળી રહ્યો છે.  31 જાન્યુઆરી સુધી તમારી વર્તમન સ્થાન પર છતા રાહુ સિંહમાં જ્યારે કે કેતુ કુંભમાં પ્રવેશ કરશે. ચાલો એક નજર નાખીએ નવા વર્ષની ભવિષ્યવાણી પર. પણ ભવિષ્યવાણી બતાવતા પહેલા અમે તમને બતાવી દઈકે આ ભવિષ્યવાણી સંપૂર્ણ રીતે વૈદિક જ્યોતિષ પર આધારિત છે. 
 
પારિવારિક જીવન - તુલા રાશિના જાતકો માટે વર્ષ 2015નુ રાશિફળ. શનિ ભલે જ તમારા માટે યોગકારક છે પણ પોતાનો પ્રભાવ તો આપશે જ. તેના પ્રભાવને કારણે પરિવારમાં વિચ્છેદ અને પરિવારજનોની વચ્ચે વૈચારિક મતભેદ થવાની શક્યતા છે. અવિશ્વાસની ભાવનાથી લોકો વચ્ચે અંતર વધશે. જીવનસાથીની સાથે થોડી બોલચાલ થઈ શકે છે.  પણ માતા પિતાની સાથે વાસ્તવમાં મધુર સંબંધ કાયમ રહેશે. તમારી વ્યક્તિગત જીંદગીમાં માતાજીની દખલગીરી વધશે. જે યોગ્ય નથી. આવી સ્થિતિ આખુ વર્ષ રહેવાની છે. સંતાન સાથે વારે ઘડીએ વિવાદ થવાની શક્યતા છે અને તેમના આરોગ્યને લઈને મુશ્કેલી થઈ શકે છે. 
 
સ્વાસ્થ્ય - તમારા આરોગ્યની વાત કરો તો આખોમાં પરેશાની માથાનો દુ:ખાવો, સાંધાનો દુખાવો જેવી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. નિયમિત રૂપે વ્યાયામ કરવાથી આવી બીમારીઓથી મુક્તિ મેળવી શકાય છે.  માલિશથી પણ તમને થોડો ઘણો આરામ મળી શકે છે.  પગની યોગ્ય દેખરેખ કરો. જોકે કોઈ ખાસ પરેશાની થવાની નથી પણ સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવુ કોઈ ખરાબ વાત નથી. તેથી આરોગ્યનુ પુરૂ ધ્યાન રાખો. 
 
આર્થિક જીવન - આર્થિક બાબતોની તરફ ધ્યાન કરીએ તો શનિના બીજા ભાવમાં હોવુ અને ધન કારક ગુરૂનુ રાહુ-કેતુના અક્ષ પર જવુ કોઈ નુકશાન તરફ સંકેત કરી રહ્યુ છે. આવા સમયમાં તમારી મુસીબતોનુ કારણ ખોટો નિર્ણય ખોટુ રોકાણ અને અયોગ્ય નિર્ણય હોઈ શકે છે. અહંકાર અને અતિ આત્મવિશ્વાસને કારણે તમને શરમ અનુભવવી પડી શકે છે. તેથી તેના પર કાબૂ રાખો. આ તમારા પર જ નિર્ભર કરે છેકે તમે કોને વધુ મહત્વ આપો છો.  તમારા કર્મોને કે અહંકાર અને અતિ આત્મવિશ્વાસને ? 
 
નોકરી  - નોકરી ધંધાના મામલે કલાકારોની વાત કરીએ તો છઠ્ઠા ભાવનો ગુરૂ, રાહુ-કેતુ વચ્ચે ફસાયેલો છે અને તેની ઉપર શનિની દ્રષ્ટિ પણ છે. પરંતુ સારી વાત એ છે કે આ સમય ગુરૂના અગિયારમાં ભાવમાં હોવાને કારણે તમને વધુ નુકશાન નહી થાય. રાહુ અને કેતુ જ્યા સુધી નિકટ નથી આવતા ત્યા સુધી તમને ખુશીઓ મળશે. વરિષ્ઠો અને સહકર્મચારીઓનો ભરપૂર સહયોગ મળશે. બધા લોકો તમારી સાથે ખભાથી ખભો મેળવીને ચાલવા માટે તૈયાર રહેશે. નવી નોકરી મળી શકે છે અને પગારમાં વધારો પણ થઈ શએક છે. જો કે 11 ઓગસ્ટ પછી તમારે વધુ સતર્ક રહેવાની જરૂર છે. કાર્ય સ્થળ પર બધા લોકો સાથે શિષ્ટતા સાથે વ્યવ્હાર કરો અને સકારાત્મકતા બતાવો. 

વ્યાપાર ધંધો - કોઈપણ પ્રકારના જમીન સંબંધી લેવડ-દેવડમાં બે ચાર લોકોની સલાહ લઈને જ નિર્ણય લેવો  તમારે માટે હિતકારી રહેશે. જોશમાં આવીને નિર્ણય લેવો આર્થિક નુકશાનનુ કારણ બની શકે છે. આ વર્ષ સમજી-વિચારીને પૈસા ખર્ચ કરો અને ઉધાર લેવાથી દૂર રહો. દોસ્ત અને અન્ય લોકો તમને દગો કરી શકે છે.  તેથી દરેક પગલુ ફૂંકી ફૂંકીને મુકો. 11 ઓગસ્ટ પછી જો તમારા પર ગુરૂની મહાદશા ચાલી રહી છે તો ભારે નુકશાન અને બિનજરૂરી ખર્ચા થવાની શક્યતા છે. 
 
પ્રેમ સંબંધ - આ વર્ષે એવુ લાગી રહ્યુ છે કે તમારા ભવિષ્યફળના પુસ્તકમાંથી પ્રેમવાળુ પાનુ ક્યાક ખોવાય ગયુ છે. આ સત્ય પણ છે. આ વર્ષે તમારા પ્રેમ સંબંધો દ્વારા સુખ નથી મળવાનુ. કુંવારાઓને કુંવારા જ રહેવુ પડશે અને જે લોકો કોઈની સાથે સંબંધો નિભાવી રહ્યા છે તેમને પણ ખૂબ મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. બંને બાજુથી વિશ્વાસની કમી રહી શકે છે. સમજીવિચારીને કામ કામ કરો અને સંબંધોને કાયમ રાખવાની દરેક શક્ય કોશિશ કરો. કોઈ પ્રકારના શકને ઉભો ન થવા દો. 
 
સેક્સ લાઈફ - આ વર્ષે તમને ભરપૂર યૌન સુખની પ્રાપ્તિ થશે. પણ જેવુ કે કહેવામાં આવ્યુ છે અતિ સર્વત્ર વર્જેત મતલબ કોઈપણ વસ્તુની અતિ ન થવી જોઈએ. તેથી તેના આદિ થવાથી બચો. કારણ કે આ તમારા આરોગ્યના હિસાબથી ઠીક નથી. યૌન સૌખોમાં સંતુલન કાયમ રાખવુ તમારે માટે જરૂરી છે.  જોકે ઓગસ્ટ પછીનો સમય આ માટે સારો રહેશે. તમારી ભાવનાઓ પર કાબૂ રાખો અને કોઈના પ્રત્યે આકર્ષિત થતા બચો. જે તમારા સામાજીક પ્રતિષ્ઠાથી અલગ હોય. કારણ કે તેનાથી તમારી છબિ ખરાબ થવાની શક્યતા છે. 
 
સાવધાની રાખવાના દિવસ - તમારા નિર્ણયોને રદ્દ કરી દો. જ્યારે ચંદ્રમાં સિંહ, વૃશ્ચિક, વૃષભ અને કુંભમાં પ્રવેશ કરે. આવા સમયમાં કોઈ નવુ કામ શરૂ ન કરો. જ્યારે ગુરૂ કે શનિ કોઈપણ વક્રી કે અસ્ત હો અને તમે તેની દશા, અંતરદશા, પ્રત્યંતર દશા કે મહાદશામાંથી પસાર થઈ રહ્યા હોય. એપ્રિલ 17થી જુલાઈ 13સુધી કોઈપણ પ્રકારનું જોખમ લેવાથી બચો. 
 
ઉપાય - કહેવાય છે કે પત્થરમાં ખૂબ તાકત હોય છે. આ વાત સત્ય પણ છે. આ વર્ષે માણિક્ય તમારી તમારી અનેક પરેશાનીઓને દૂર કરી શકે છે. તેથી જલ્દી તેને ધારણ કરો. જો સૂર્ય તમારી કુંડળીમાં 6, 8, અને 12 ભાવો સાથે જોડાયેલ કોઈપણ મામલામાં યોગકારક ન હોય અને 1, 2 અને 11 ભાવોમાંથી યોગકાર હોય તો ગ્રહોના દુષ્પ્રભાવોથી બચવા માટે માણિક્ય ધારણ કરો. ચંદ્રમાં સાથે જોડાયેલ આવી જ ગતિવિધિયો માટે મોતી પહેરો. જો શનિની દશા ચાલી રહી છે તો દરેક મંગળવારે હનુમાનજીના મંદિર જવુ ન ભૂલે.  બધા પ્રકારની  પરેશાનીઓથી બચવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો.