Widgets Magazine

આજથી પંચક શરૂ - જાણો પંચકમાં કયા કામ ન કરવા જોઈએ

શનિવાર, 22 એપ્રિલ 2017 (11:05 IST)

Widgets Magazine
panchak

હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય પહેલા શુભ-અશુભ મુહુર્ત વિશે વિચાર કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ કેટલાક નક્ષત્ર સ્વંયસિદ્ધ હોય છે. મતલબ આ નક્ષત્રોમાં શુભ કાર્ય કરવુ ખૂબ સારુ રહે છે. બીજી બાજુ કેટલાક નક્ષત્રોમાં કોઈ કાર્ય વિશેષ વર્જિત માનવામાં આવે છે. ધનિષ્ઠા શતભિષા પૂર્વા ભાદ્રપદ ઉત્તરા ભાદ્રપદ અને રેવતી પણ આવા જ છે. આ 5 નક્ષત્રોના સમૂહને કહેવામાં આવે છે. 
 
આ વખતે પંચક 21 એપ્રિલ 2.18 થી શરૂ  થઈને 25 એપ્રિલ રાત્રે 9. 55 સુધી રહેશે
 
આવો જાણો પંચક દરમિયાન ક્યા 5 કાર્યો ન કરવા જોઈએ 
 
1. પંચક દરમિયાન જે સમયે ઘનિષ્ઠ નક્ષત્ર હોય એ સમયે ઘાસ, લાકડી વગેરે ઈંધણ એકત્ર ન કરવુ જોઈએ. તેનાથી અગ્નિનો ભય રહે છે. 
 
2. પંચક દરમિયાન જ્યારે રેવતી નક્ષત્ર ચાલી રહ્યુ હોય એ સમયે ઘરની છત ન બનાવવી જોઈએ. એવુ વિદ્વાનો માને છે. તેનાથી ધન હાનિ અને ઘરમાં ક્લેશ થાય છે. 
 
3. પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઈએ કારણ કે દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. આ નક્ષત્રોમાં દક્ષિણ દિશાની યાત્રા કરવી હાનિકારક માનવામાં આવી છે. 
 
4. પંચકમાં બેડ બનાવડાવવો પણ અશુભ માનવામાં આવે છે. વિદ્વાનો મુજબ આવુ કરવાથી કોઈ મોટુ સંકટ ઉભુ થઈ શકે છે. 
 
5. પંચકમાં શબના અંતિમ સંસ્કાર કરતા પહેલા કોઈ યોગ્ય પંડિતની સલાહ જરૂર લેવી જોઈએ. જો આવુ ન થઈ શકે તો શબની સાથે પાંચ પૂતળા લોટના કે કુશ (એક પ્રકારની ઘાસ)થી બનાવીને અર્થી પર મુકવા જોઈએ અને આ પાંચનુ પણ લાશની જેમ જ પૂર્ણ વિધિ-વિધાનથી અંતિમ સંસ્કાર કરવા જોઈએ. તો પંચક દોષ સમાપ્ત થઈ જાય છે. આવુ ગરુડ પુરાણમાં લખ્યુ છે. 
 
નક્ષત્રોનો પ્રભાવ આવો હોય છે. 
 
1. ધનિષ્ઠા નક્ષત્રમાં અગ્નિનો ભય રહે છે. 
2. શતભિષા નક્ષત્રમાં ક્લેશ થવાનો યોગ બને છે. 
3. પૂર્વાભાદ્રપદ રોગ કારક નક્ષત્ર હોય છે 
4. ઉત્તરા ભાદ્રપદમાં ધનના રૂપમાં દંડ હોય છે 
5. રેવતી નક્ષત્રમાં ધન હાનિની શક્યતા હોય છે. 
 
આ શુભ કાર્ય પંચકમાં કરી શકો છો 
 
જ્યોતિષ મુજબ પંચકમાં આવનારા નક્ષત્રોમાં શુભ કાર્ય થઈ શકે છે. પંચકમાં આવનારા ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર વાર સાથે મળીને સર્વાર્થ સિદ્ધિ યોગ બનાવે છે. બીજી બાજુ ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ અને રેવતી નક્ષત્ર યાત્રા, વેપાર મુંડન વગેરે શુભ કાર્યોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. 
 
પંચકને ભલે અશુભ માનવામાં આવતુ હોય છે પણ આ દરમિયાન સગાઈ, વિવાહ વગેરે શુભ કાર્ય પણ કરવામાં આવે છે. પંચકમાં આવનારા ત્રણ નક્ષત્ર પૂર્વા ભાદ્રપદ્ર ઉત્તરા ભાદ્રપદ અને રેવતી રવિવારના હોવાથી આનંદ વગેરે 28 યોગોમાંથી 3 શુભ યોગ બનાવે છે. આ શુભ યોગ આ પ્રકારના છે. ચર, સ્થિર વ પ્રવર્ધ. આ શુભ યોગોથી સફળતા અને ધન લાભનો વિચાર કરવામાં આવે છે. આ પણ વાંચો :  

જ્યોતિષવિજ્ઞાન

news

તમારા નાના-મોટા કાર્યમાં સફળતા અપાવશે આ ઉપાયો

દરેક વ્યક્તિ ઘરની આંતરિક કે બાહ્ય બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ આવતી હોય છે. જેમ કે કોઈ નવુ ...

news

ધનપ્રાપ્તિ માટે રાશિ મુજબ અચૂક મંત્ર અને ધન પ્રાપ્તિના સામાન્ય ટોટકે

જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક જાતકની ચદ્ર રાશિ હોય છે અને દરેક ચન્દ્ર રાશિનો સ્વામી ગ્રહ હોય ...

news

સાપ્તાહિક રાશિફળ - 16 અપ્રેલથી 22 એપ્રિલ

મેષ- આ અઠવાડિયાના સમયે સૂર્ય તેમની ઉચ્ચ રાશિ મેષથી અશ્વિની નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યા છે ...

news

આંગળી જોઈને પસંદ કરો પત્ની નહી તો, આખી જીંદગી પછતાવવું પડશે

હસ્તરેખા શાસ્ત્ર મુજબ કોઈ પણ માણસની ઓળખ તેમના શરીરને જોઈને સરળતાથી કરી શકાય છે. આજે અમે ...