ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : ગુરુવાર, 2 જૂન 2016 (16:41 IST)

જૂનમાં બદલાય રહ્યા છે 4 ગ્રહ જાણો કંઈ રાશિ પર કેવી રહેશે અસર

જૂનના મહિનામાં સૂર્ય, મંગળ બુધ અને શુક્ર રાશિ બદલશે. આ ચાર ગ્રહોના રાશિ પરિવર્તનની બધી રાશિઓ પર સારી અને ખરાબ અસર થશે. આવો જોઈએ કંઈ રાશિ પર કેવુ રહેશે ગ્રહ પરિવર્તન... 
 
મેષ રાશિ - આ રાશિના જાતકો માટે મહિનાનો પ્રથમ ભાગ મુશ્કેલ રહી શકે છે. ખોટી માનસિક ગૂંચવણોમાં ઘેરાયેલા રહેશો. બેકાર ભાગદોડ અને બિનજરૂરી ખર્ચ શક્ય છે. મહિનના ઉત્તરાર્ધમાં મંગળની વક્રી થયા પછી રાશિ સ્વામી મંગળની દ્રષ્ટિ મેષ રાશિ પર હોવાથી પારિવારિક કલેહ શક્ય છે. પરસ્પર મતભેદ વધશે. જો કે આ પરિવર્તન નોકરી વ્યવસાયમાં લાભ અપાવશે. નવા કાર્યનો શુભારંભ થશે. મહિનાના અંત સુધી કોઈ સારા સમાચાર મળી શકે છે. 
 
 


વૃષભ રાશિના જાતકો માટે આ મહિનો અનુકૂળ રહેશે. મહિનાના પૂર્વાર્ધ ભાગમાં રાશિ સ્વામે શુક્રનુ સૂર્ય સાથે લગ્નમાં  હોવુ લાભ આપશે. અનેક બગડેલા કામ બનશે. સાહસ અને પરાક્રમમાં વધારો થશે. મનોરંજન અને ભૌતિક સુખ સુવિદ્યાઓમાં ધન ખર્ચ થશે.  ક્રોધ પર નિયંત્રણ રાખવુ પડશે. પરસ્પર મતભેદમાં નુકશાન થઈ શકે છે. મહિનાના ઉત્તરાર્ધમાં ભાઈ બંધુઓથી લાભ અને મદદ મળશે. 
 




મિથુન રાશિના જાતકો માટે આ મહિનો મિશ્રિત ફળ પ્રદાન કરશે. આ મહિનાની રાશિનો સ્વામી બુધ મહિનાના બીજા અઠવાડિયાથી ત્રીજા અઠવાડિયા સુધી રાશિના બારમા ઘરમાં ચાલશે. જે લાંબી યાત્રાના યોગ બનાવશે. આ મહિનો પરિશ્રમ અને દોડધૂપ રહેશે. ખર્ચ વધશે અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થઈ શકે છે. અત્યાધિક કાર્ય હોવા છતા કાર્યક્ષેત્રમાં સજગતાથી કામ કરવુ પડશે. નહી તો નુકશાન શકય છે. 
 

 


કર્ક રાશિ માટે આ મહિનો લાભપ્રદ રહેવાનો છે. શુક્રની શુભ સ્થિતિને કારણે નોકરી વ્યવસાયમાં લાભ મળશે. માન પ્રતિષ્ઠામાં વધારો થશે. તેના પ્રભાવથી પારિવારિક જીવનમાં આનંદનુ વાતાવરણ રહેશે. જીવનસાથી અને સંતાન પક્ષથી શુભ સમાચાર મળશે. વ્યવસાયમાં નવા લોક્કો સાથે સંબંધ લાભકારી રહેશે. પણ મહિનના ઉત્તરાર્ધમાં શુક્ર રાશિ પરિવર્તનથી પરેશાની થઈ શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ કાયમ રહેશે. ખર્ચ અને ગૂંચવણો વધશે. 
 

સિંહ રાશિ ના જાતકો માટે આ મહિનો સામાન્ય રહેશે. સીમિત આવક પણ ખર્ચ વધશે. શુભ કાર્યોમાં વ્યય થવાથી મન પ્રસન્ન રહેશે. ધર્મ કર્મ તરફ રૂચિ વધશે. પરિજનો સાથે તીર્થયાત્રા કે ધાર્મિક સ્થળ પર યાત્રાના યોગ છે. નોકરી-વ્યવસાયમાં કાર્યભારથી માનસિક પરેશાની થઈ શકે છે. 
 






 


કન્યા રાશિના જાતકો માટે આ મહિનો મિશ્રિત ફળ પ્રદાન કરશે. ગ્રહ પરિવર્તન વિકાસ અને ઉન્નતિના યોગ બની રહ્યા છે. આર્થિક પક્ષમાં ભાગ્ય પ્રબળ છે. રાશિ સ્વામી બુધના ભાગ્ય સ્થાનમાં હોવાને કારણે બગડેલા કામ પણ બનશે. નોકરી-વ્યવસાયમાં મનપસંદ પરિવર્તન શક્ય છે.  જાતકને પોતાના ખર્ચા પર નિયંત્રણ રાખવુ પડશે. 



 
 
તુલા રાશિના જાતકોના રાશિનો સ્વામી આ મહિનાના પૂર્વાર્ધ સુધી આઠમાં ઘરમાં રહેશે. જેનાથી સ્વાસ્થ્ય મામલે પરેશાની થઈ શકે છે.  આરોગ્યનું ધ્યાન રાખવુ પડશે.  ઘરેલુ ગૂંચવણો વધશે અને ખર્ચા પણ વધશે.  પણ મહિનાના ઉત્તરાર્ધમાં શુક્રના રાશિ પરિવર્તનથી સ્થિતિ સુધાર થશે. જીવનના અનેક ક્ષેત્રોમાં લાભ મળશે.  આર્થિક મામલામાં લાભ પ્રાપ્ત કરી શકે છે.  પણ પરિશ્રમ વધુ કરવો પડશે. 
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ મહિનો ખૂબ ઉતાર ચઢાવભર્યો રહી શકે છે. કારણ કે એક બાજુ સૂર્ય શનિના સમસપ્તક  યોગ બન્યો રહેશે.  બીજી બાજુ રાશિના સ્વામી મંગળ વક્રી રહેશે. ગ્રહોની આ સ્થિતિના કારણે ભાગીદારીના કામમાં પરેશાની અને નુકશાન થઈ શકે છે. ભાઈ બંધુઓ સાથે મતભેદ થવાની આશંકા છે. આરોગ્યનું ધ્યાન રાખો.  ખોટા જોખમથી બચો. દુર્ઘટના થઈ શકે છે. પારિવારિક જીવનમાં કલેશ શક્ય છે. પરિજનો સાથે બને નહી. જીવનસાથીના આરોગ્યને લઈને ચિંતિત રહી શકો છો. 
 


ધનુ રાશિના જાતકો માટે રાશિના સ્વામી ગુરૂની દ્રષ્ટિ અનુકૂળ ફળ આપશે. કાર્યક્ષેત્રમાં સ્થિતિ સારી રહેશે. પ્રભાવ અને માન પ્રતિષ્ઠામાં વધારો થશે. ધનલાભ અને ઉન્નતિની તક પ્રાપ્ત થશે. મહિનાના ઉત્તરાર્ધમાં જાતક લાંબા અંતરની યાત્રા કરી શકે છે. ખર્ચ વધશે. માનસિક ગૂંચવણ અને પરેશાનીઓનો સામનો કરવો પડશે. 


મકર રાશિ ના જાતકોની રાશિનો સ્વામી શનિ વક્રી રહેવાથી આ મહિનો પારિવારિક અને આર્થિક ક્ષેત્રમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.  આ સમય શુક્રની સ્થિતિ પણ અનુકૂળ દેખાય નથી રહી. જેનાથી વ્યાવસાયિક ક્ષેત્રમાં નવા પડકાર આવશે અને લાભમાં કમી આવી શકે છે.  મહિનાના ઉત્તરાર્ધમાં મંગળની ઉચ્ચ દ્રષ્ટિને કારણે માન-સન્માનમાં વધારો થશે. ધનલાભ અને ઉન્નતિની વિશેષ તક પ્રાપ્ત થશે. 
 



કુંભ રાશિના જાતકો માટે આ મહિનો સુખદ રહેશે. સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા કામમા પરેશાની થઈ શકે છે. પણ ભાગ્ય પ્રબળ છે તો સફળતા મળી જશે. ધનલાભની તકો શક્ય છે. દાન-ધર્મમાં રસ વધશે. મહિનાના ઉત્તરાર્ધમાં સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.  પારિવારિક કલેશ શક્ય છે.  મિત્ર-બંધુઓ સાથે પરસ્પર મતભેદ અને પરેશાની થઈ શકે છે. ખોટા વિવાદમાં ન પડો. 
 



મીન રાશિના જાતક માટે આ મહિનો મિશ્રિત રહેશે. કાર્યક્ષેત્રમાં અનુકૂળતા બની રહેશે. ભાગ્ય સાથ આપશે અને પ્રયાસ કરતા યોજનાઓમાં સફળતા મળશે. રાશિના સ્વામી ગુરૂના રાહુ સાથે છઠ્ઠા ઘરમાં હોવાને કારણે પેટ સંબંધી તકલીફ થઈ શકે છે. કોઈ ગુપ્ત ચિંતા સતાવી શકે છે.