શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : ગુરુવાર, 31 ડિસેમ્બર 2015 (11:02 IST)

મૂલાંક 9 - જાણો મૂલાંક 9 માટે કેવુ રહેશે નવુ વર્ષ 2016

અંક જ્યોતિષનો સૌથી છેલ્લો મૂલાંક છે નવ. તમારી જન્મદિવસની સંખ્યા પરસ્પર જોડીને 9  થાય છે. આ મૂલાંક ભૂમિ પુત્ર મંગળના અધિકારમાં રહે છે. તમે ખૂબ જ સાહસી છો. તમારા સ્વભાવમાં એક વિશેષ પ્રકારની તીવ્રતા જોવા મળે છે.  તમે સાચુ કહો તો ઉત્સાહ અને સાહસના પ્રતિક છો.  મંગળ ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. તેથી તમારા સ્વાભાવિક રૂપથી નેતૃત્વની ક્ષમતા જોવા મળે છે.  પણ તમને બુદ્ધિમાન નથી માની શકાતા. મંગળના મૂલાંકવાળા ચાલાક અને ચંચળ પણ નથી હોતા. તમને લડાઈ ઝગડો કરવામાં વધુ મજા આવે છે. તમને વિચિત્ર સાહસિક વ્યક્તિ કહી શકાય છે. 

આ વર્ષ જીવન જુદી રીતે પસાર થશે.  ઘણા બધા ફેરફારોનો  સામનો કરવો પડી શકે છે. આ સમયે  ભરપૂર આનંદ ઉઠાવવાના પ્રયાસ કરો . તમે સ્વભાવથી થોડા ઉદાર છો  અને દાન પુણ્ય કરવુ પણ પસંદ કરો છો. જે તમારા માટે  સારું પણ છે પ્રેમ સંબંધોની વાત કરીએ તો પ્રેમ તમને નવી મંઝિલ ઉપર પહોંચાડ્શે. પરિવારના સભ્ય પહેલાથી વધારે પ્રેમ કરશે. બાળકો અને વડીલો સાથે સમય વીતાવવાનો  પ્રયાસ કરો.  પ્રિયતમ સાથે ફરવા જાવ અને યાદગાર ક્ષણ માણો. 
 
કાર્યસ્થળ પર પ્રદર્શન સારુ  રહેશે કોઈ નોકરી પણ  બદલવી પસંદ કરશો. ધંધાદારી નવો  ધંધા કરવાનું  વિચારી રહ્યા છે. 
 
નાણાકીય સ્થિતિ સારી રહેશે ભાવનામાં આવીને પૈસાની બરબાદી ન કરવી.  યોજનાની રીતે પૈસા ખર્ચ કરો. 
સ્વાસ્થયની વાત કરીએ તો આ વર્ષમાં સાવધાન રહેવાની જરૂર છે આમ તો ગંભીર રોગ થવાની શ્કયતા નથી પણ બેદરકારીના ઘાતક થઈ શકે છે..
 
 
વિદ્યાર્થીઓએ આરોગ્ય અને ફીટનેસ પર ધ્યાન આપવુ .  કારણ વગર તનાવ લેવાનું ટાળો. કારણકે તનાવ આરોગ્યનો સૌથી મોટો  શત્રુ છે. વર્ષ શાનદાર રહેશે. આમ તો આખુ વર્ષ સાવધાની રાખવાની જરૂર છે. આથી સાવધાન રહો પ્રેમ વહેચીને દુનિયાને સુંદર બનાવવાના પ્રયાસ કરો. 


શુભ તારીખ : 9,  18,  27
 
શુભ અંક : 1,  2,  5,  9,  27,  72