ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. અટલ બિહારી વાજપેયી
Written By
Last Modified: ગુરુવાર, 16 ઑગસ્ટ 2018 (17:15 IST)

અટલ બિહારી વાજપેયી - ખાસ છે તેમના જીવનમાં અંક 4 ની ભૂમિકા

પૂર્વ પ્રધાનમંત્રી અટલજીના જીવનમાં અંક 4ની ભૂમિકા કેવી અને કેટલી છે આ રોચક અને જાણવા લાયક છે. 
 
1. પ્રથમ ઘટના છે જ્યારે ચૂંટણી પરિણામો પછી રાષ્ટ્રપતિએ ફેક્સ સંદેશ આપીને અટલજીને 10-3-1998 10-3-1998 (10+3+1+9+9+8=40=4) ના રોજ બોલાવ્યા. અટલજી આ દિવસે રાષ્ટ્રપતિજીને મળ્યા. તેમને સમર્થન આપનારી યાદી માંગી.  
 
 
2. 4 દિવસ પછી 14 માર્ચના રોજ અન્નાદ્રમુકે સમર્થન પત્ર રાષ્ટ્રપતિજીને આપ્યુ. 
 
3. અટલજીએ 19-3-1998 (=40=4) ના રોજ પ્રધાનમંત્રીની શપથ લીધી. 
 
4. ભાજપા અને સહયોગી દળોએ નેશનલ એજંડા 13 (1+3=4) દળ દ્વારા પ્રસ્તુત અને સ્વીકૃત કરવામાં આવ્યુ. 
 
5. વિશ્વાસ મત પર મતદાન પણ અંક 4 ભાગ્યાંકવાળો દિવસ  28-3-1998 (=40=4)ના રોજ થયુ. 
 
6. વિશ્વાસ મતના પક્ષમાં 274 (=13=4) વોટ મળ્યા મતલબ 4. 
 
7. અટલજીએ વિશ્વાસ મત 274-261=13 એટલેકે 4)વોટથી જીત્યો. 
 
8. આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે એ દિવસે મતદાન કરનારાઓની સંખ્યા  535 પણ 4 ભાગ્યાંકવાળી છે. (5+3+5=13=4).  
 
9. 4 પાર્ટીઓ (જનતા પાર્ટી, ભાજપા, અકાલી દળ અને નેશનલ કોંફ્રેસ) ના કોઈને કોઈ સભ્યએ મતદાનમાં ભાગ ન લીધો. 
 
10. વિપક્ષના રૂપમાં તેદેપાના 11 અને 2 મળીને કુલ 13 (=4) સભ્યોએ અટલજીના પક્ષમાં વોટ આપ્યો. 
 
11.  સન 1991માં નરસિંહરાવને વિશ્વાસ મત મળવાથી લઈને ત્યા સુધી થયેલા 6 વિશ્વાસ મતમાંથી પ્રધાનમંત્રી વાજપેયીનો વિજય ચોથીવાર વિજય છે. 
 
12. વાજપેયીના મંત્રીમંડળમાં 4 મહિલાઓ મંત્રી હતી (સુષમા સ્વરાજ, મેનકા ગાંધી, વસુંધરા રાજે અને ઉમા ભારતી) 
 
 
13. આ જાણવુ રોચક અને આશ્ચર્યજનક હશે કે અટલજીની સરકાર 13 દિવસ (=4) માં તારીખ 28-5-1996 (=40=4) ના ભાગ્યાંક 4 વાળા દિવસે જ પડી હતી. 
 
14.  સન  1996માં જ્યારે તેઓ પ્રધાનમંત્રી બન્યા તો તેઓ દેશનાં 13માં પ્રધાનમંત્રી હતા. 
 
 
15. પ્રધાનમંત્રી બનનારા અટલજી દેશના 13માં વ્યક્તિ (3+1=4) છે. (નેહરુ, નંદા, શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, ચરણસિંહ, મોરારજી દેસાઈ, રાજીવ ગાંધી, વીપી સિંહ, ચંદ્રશેખર, નરસિંહ રાવ, દેવગૌડા, ગુજરાલ અને અટલજી) 
 
 
16. આ જાણીને તમને નવાઈ લાગશે કે અટલજીએ પોતાના સંસદીય જીવન 4 ભાગ્યાંકવાળા વર્ષ 1957(1+9+5+7=22=4)માં પ્રારંભ કર્યુ હતુ.  
 
17. એટલુ જ નહી અટલજી તેમના માતાપિતાના ચોથા પુત્ર છે. 1. અવધબિહારી 2. સદાબિહારી 3. પ્રેમબિહારી 4. અટલબિહારી. 
 
 
18. વાજપેયીનો જન્મ ડિસેમ્બરના ચોથા અઠવાડિયે અને રાત્રિના ચોથા પ્રહરમાં થયો હતો. 
 
 
19. સંસદ માટે 4576 (4+5+7+6+=22=4) ઉમેદવાર મેદાનમાં હતા. 
 
 
20. જ્યારે તેઓ ચૂંટણી મેદાનમાં હતા ત્યારે દેશના 4 પૂર્વ પ્રધાનમંત્રીઓએ ચૂંટણી લડી અને ચારેય જીત્યા. (ચંદ્રશેખર, દેવગૌડા, ગુજરાલ અને અટલજી) 
 
 
21. મધ્યપ્રદેશમાંથી 40 અને ઉત્તરપ્રદેશમાંથી 85  (8+5=13=1+3=4) સંસદ પસંદગી પામે છે.  શુ આ ઉલ્લેખનીય નથી કે વાજપેયીના દળને સૌથી વધુ સફળતા આ જ મળી. 
 
22. વાજપેયીના મંત્રીમંડળની શપથ લગ્ન 2 અને નવાંશ લગ્ન 11 છે. જેનો સરવાળો પણ 13=4  થાય છે. તેથી આ સરકાર માટે અંક 4 અર્થાત 4થો દિવસ 4થો મહિનો અને 23.2014માં તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને 27 માર્ચ 2015ના રોજ તેમને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.