શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 7 એપ્રિલ 2019 (07:31 IST)

લોકસભા ચૂંટણી 2019- ગુજરાતમાં કૉંગ્રેસ-ભાજપે લોકસભા ચૂંટણીમાં ધારાસભ્યોને કેમ ઉતાર્યા?

2019 લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર ભાજપ અને કૉંગ્રેસ વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે.
ભાજપે ચાર ધારાસભ્યોને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે અને કૉંગ્રેસે આઠ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે.
4 એપ્રિલ, ગુરુવારે ગુજરાતમાં ઉમેદવારી દાખલ કરવાનો છેલ્લો દિવસ હતો.
ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 23 એપ્રિલે મતદાન થવાનું છે અને રાજ્યમાં બન્ને પક્ષોના ઉમેદવારો જોર-શોરથી પ્રચારમાં લાગી ગયા છે.
ભારતીય જનતા પાર્ટીએ આ વખતે 26 બેઠકોમાંથી ચાર બેઠકો પર વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે.
તો કૉંગ્રેસે આઠ વર્તમાન ધારાસભ્યોને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે, જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ સામેલ છે.