ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બિહાર ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 12 ઑક્ટોબર 2015 (10:34 IST)

બિહારમાં 49 સીટો પર પ્રથમ ચરણનું મતદાન શરૂ, પ્રથમ બે કલાકમાં 10 ટકા મતદાન

બિહારમાં 10 જીલ્લાની 49 વિધાનસભા સીટો પર થઈ રહેલ પ્રથમ ચરણના મતદાન માટે સોમવારે સવારે મતદાન શરૂ થઈ ગયુ. સવારે સાત વાગ્યે શરૂ થયેલ મતદાન દરમિયાન 9થી 10 સુધી 10 ટકા મતદાન થયુ. મતદાન પ્રત્યે લોકોમાં ઘણો ઉત્સાહ દેખાય રહ્યો છે. 
 
મતદાન કેદ્રો બહાર મતદાતોની લાંબી લાંબી લાઈનો લાગવી શરૂ થઈ ગઈ છે. પ્રથમ ચરણમાં કુલ 1.35 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ ચરણમાં સમસ્તીપુર, બેગુસરાય, ખગડિયા, ભાગલપુર, બાંકા, મુંગેર લખીસરાય શેખપુરા નવાદા અને જમુઈ ક્ષેત્રના મતદાતા પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. 
 
  પ્રથમ તબક્કામાં ૫૪ મહિલા ઉમેદવાર સહિત 586 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થનાર છે.પ્રથમ તબક્કામાં 13212 મતદાન મથકો છે. ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવા માટે કુલ 8૦૦૦૦ અને 9૦૦૦૦ મતદાન કર્મચારીઓ તૈનાત કરવામાં આવી રહ્યા છે. તમામ ઉમેદવારોના ભાગ્યનો ફેસલો કરવા માટે 13572339 મતદારો ઉત્સુક દેખાઇ રહ્યા છે.કુલ મતદારોમાં પુરૂષ મતદારોની સંખ્યા 7237253 જેટલી છે. જ્યારે મહિલા મતદારોની સંખ્યા 6317602 છે. થર્ડ જેન્ડરની સંખ્યા 405 છે.  ઉંચા મતદાનની ખાતરી કરવા ચૂંટણી પંચે પણ તમામ તૈયારી કરી છે. 
 
રાજ્યના ચૂંટણી પંચના જણાવ્યા મુજબ નક્સલવાદી પ્રભાવિત જિલ્લાઓમાં મતદાન બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલશે જ્યારે કેટાલક ક્ષેત્રોમાં સાંજે ચાર વાગ્યા સુધી અને કેટલાક ક્ષેત્રોમાં પાંચ વાગ્યા સુધી મતદાન ચાલશે. પ્રથમ તબક્કામાં આવતીકાલે યોજનાર મતદાન પહેલા જોરદાર ચૂંટણી પ્રચારનો દોર ચાલ્યો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએનુ નેતૃત્વ કર્યુ હતુ. જ્યારે નિતીશ કુમાર અને લાલુ યાદવે મહાગઠબંધન તરફથી પ્રચારની જવાબદારી સંભાળી હતી.પ્રથમ  તબક્કામાં જે મોટા ઉમેદવારના ભાવિનો ફેંસલો થનાર છે તેમાં હિન્દુસ્તાની અવામી મોરચાના પ્રદેશ અધ્યક્ષ શકુની ચૌધરી, લોકજનશક્તિ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પશુપતિકુમાર, ભાજપના રેણુ કુશવાહ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સદાનંદ સિંહ, જેડીયુના વિજય ચૌધરી, સીપીએમના રામદેવ વર્માનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કા માટે એનડીએ તરફથી મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં ભાજપના ૨૭, એલજેપીના ૧૩, આરએલએસપીના ૬, એચએએમના ૩ ઉમેદવાર મેદાનમાં છે જ્યારે મહાગઠબંધન તરફથી જેડીયુના ૨૪, આરજેડીના ૧૭, કોંગ્રેસના આઠ ઉમેદવાર મેદાનમા ંછે. આ તબક્કામાં કુલ ૧.૩૫ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.જ્યારે બિહારમાં વધારે પ્રભુત્વ નહી ધરાવનાર માયાવતીએ ૪૯ બેઠકો પૈકી ૪૧ બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ડાબેરી પક્ષો પણ કેટલાક ગાબડા પાડવા માટે ઇચ્છુક છે. પ્રથમ તબક્કામાં સીપીઆઇ દ્વારા ૨૫ ઉમેદવારોને મેદાનમાં ઉતરી દેવામાં આવ્યા છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં આ ૪૯ બેઠકો પૈકી જેડીયુની પાસે ૨૯ બેઠકો છે જ્યારે ભાજપ પાસે ૧૩ બેઠક છે. આરજેડીની પાસે ચાર, ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ, સીપીએમની પાસે એક-એક બેઠક છે. બિહાર વિધાનસભાની કુલ ૨૪૩ બેઠક માટે ૧૨મી ઓક્ટોબરથી લઇને ૫મી નવેમ્બર વચ્ચે પાંચ તબક્કામાં મતદાન યોજાનાર છે. મતગણતરી ૮મી નવેમ્બરના દિવસે યોજાશે.