ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બિહાર ચૂંટણી સમાચાર
Written By
Last Modified: નવી દિલ્‍હી, , ગુરુવાર, 8 ઑક્ટોબર 2015 (10:48 IST)

બિહાર ચૂંટણી - મોદીની આજે બિહારમાં ચાર રેલી, આક્રમક પ્રચારની શરૂઆત

બિહારમાં પ્રથમ તબક્કામાં મતદાન યોજાય તે પહેલા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી હવે આક્રમક પ્રચારની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જેના ભાગરૂપે આવતીકાલે મોદી બિહારમાં જોરદાર અને ઝંઝાવતી પ્રચાર કરનાર છે. હવે ૧૨મી ઓકટોબરે જ્‍યાં મતદાન યોજાનાર છે તે મત વિસ્‍તારોમાં મતદારોને પ્રભાવિત કરવા મોદી જઈ રહ્યા છે. આવતીકાલે મોદી ચાર રેલી કરનાર છે. જેમા મુંગેર, નવાડા, સમસ્‍તીપુર અને બેગુસરાઈનો સમાવેશ થાય છે. આ તમામ જગ્‍યા ઉપર ૧૨મી ઓકટોબરના દિવસે પ્રથમ તબક્કામાં મતદાન થશે. એ જ દિવસે મોદી પટણામાં રોકાશે અને પક્ષની ચૂંટણી વ્‍યુહરચના ઘડી કાઢવા વ્‍યુહરચનાકારોને મળશે. સાથે સાથે પરિસ્‍થિતિની સમીક્ષા કરશે. ત્‍યારબાદ ભાવિ યોજના નક્કી કરવામાં આવશે. 
 
૯મી ઓકટોબરના દિવસે વડાપ્રધાન ફરી ત્રણ રેલી કરશે. જેમાં સસારામ, મકદુમપુર અને અરવલનો સમાવેશ થાય છે. ૧૦મી ઓકટોબરે તેઓ કોઈ રેલી કરશે નહી અને વ્‍યુહરચના બેઠકમાં ધ્‍યાન આપશે. મોદી ૧૧મી ઓકટોબરે ઈન્‍દુ મિલનું ઉદઘાટન કરનાર છે. મોદી અને નિતિશકુમાર હાલમાં વિકાસની વાત કરી રહ્યા છે. મોદી હવે આગામી ત્રણ દિવસ દરમિયાન આક્રમક ચૂંટણી પ્રચાર કરનાર છે. બેક ટુ બેક રેલીઓ યોજનાર છે. જેની તમામ તૈયારી પક્ષ દ્વારા કરી લેવામાં આવી છે