શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 21 એપ્રિલ 2017 (17:57 IST)

દિશા પટાની tiger શ્રોફની નહી પણ જ Justin બીબરની ક્રેઝી છે

દિશા પટાનીએ હાલ અમેરિકન પોપ સિંગર જસ્ટિન બીબરના મુંબઈમાં થનારા શો ના પ્રમોશનની જવાબદારી ઉઠાવી છે. જસ્ટિનના શોના પ્રમોશન માટે મુંબઈમાં આયોજીત એક ઈવેંટમાં દિશાએ જસ્ટિનના પ્રત્યે પોતાની દિવાનગી બતાવતા કહ્યુ છે કે તે જસ્ટિન સાથે મુંબઈના બાદ્રાના કાર્ટર રોડ પર રોમાંટિક ડેટ પર જવાની ઈચ્છા રાખે છે. આ ડેટ પર તે ઈચ્છે છે કે જસ્ટિન તેના માટે ગીત ગાય અને તે ડાંસ કરે. 
દિશા કહે છે કે  " જો મને જસ્ટિન સાથે મુંબઈ શહરમાં ડેટ પર જવાનો અવસર મળે તો સૌથી પહેલા હું તેણે બ્રાંદ્રાના કાર્ટર રોડ પર લઈ જઈશ. આમ તો મને ટાઉનમાં કોલાબા બહુ પસંદ છે. હું  જસ્ટિનને ડેટ પર ઈંડિયન ભોજન જેમ કે ચાટ અને પાણીપુરી ખવડાવીશ. પાણીપુરી ખાધા પછી હું તેમનો રિએક્શન કેમરામાં કેપ્ચર કરવા ઈચ્છીશ. હું આશા કરું છું કે મારી  જસ્ટિન સાથે ડેટ પર જવાની ઈચ્છા પૂરી થઈ જશે. મને બીબરના બધા ગીત પસંદ છે પણ "Sorry.... " ગીતમ મારા દિલના સૌથી નજીક છે. મને આ ગીતમાં સૌથી વધારે ડાંસ કર્યું છે. 
 
દિશા પટાની મહેન્દ્ર સિંહ ધોની પર બની ફિલ્મમાં નજર આવી છે. આ સિવાય એ જલ્દી જ વિરાટ કોહલી સાથે એડ કરતી નજર આવશે. વિરાટ કોહલી સાથે વિજ્ઞાપનની વાત વિશે પૂછ્યું તો તેણે કીધું કે અત્યારે વિરાટ કોહલી સાથે એડને વાત ફાઈનલ નથી થઈ. એ એક ક્રિએટિવ કૉલ છે આખી ટીમને લેવું છે. તેથી હું કઈ નથી જણાવી શકીશ!