શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 21 જાન્યુઆરી 2015 (17:06 IST)

22 જાન્યુઆરી કાર્યક્રમ' બેટી બચાવો અને બેટી પઢાઓ 'અભિયાનની બ્રાંડ એમ્બેસેડર માધુરી દીક્ષિત

ચંડીગઢ બેટી બચાવો અને બેટી પઢાઓ કાર્યક્ર્મની સફળતા માટે જ્યાં પ્રદેશ સરકાર તમામ પ્રયાસો કરી છે . ત્યારે ચર્ચા છે કે કેન્દ્ર સરકારે નવા અભિયાન માટે બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિતને બ્રાંડ એમબેસેડર બનાવી છે. 
 
પ્રધાન્મંત્રી નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી દેશવ્યાપી બેટી બચાઓ અને બેટી પઢાઓ અભિયાનની શરૂઆત કરી રહ્યા છે. જો માધુરી દીક્ષિત આ અભિયાનની બ્રાંડ એમબેસેડર બને તો 22 જાન્યુઆરી કાર્યક્રમમાં તેમની હાજરી ચોક્કસ થશે આ પહેલા ભાજપની મધ્યપ્રદેશ સરકાર દ્વ્રારા ચાલવાઈ રહેલી બાળ સ્વાસ્થય યોજના મમતાના પ્રચરાની જવાબદારી પણ માધુરી દીક્ષિત સંભાળી રહી છે. 
 
આ ઉપરાંત માધુરી દીક્ષિત યુનિસેફ દ્વારા પ્રચાર કરવામાં આવેલી યોજનાઓઅનો પણ પ્રચાર કરી ચૂકી છે. સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલયના માધ્યમથી શરૂ થનારી આ યોજનાના પ્રચાર અને પ્રસારની જવાબદારી તેમને આપવામાં આવી રહી છે.