શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 17 જુલાઈ 2015 (11:44 IST)

આ 7 કારણોને લીધે જોવા જેવી છે સલમાનની ફિલ્મ બજરંગી ભાઈજાન

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ બજરંગી ભાઈજાન રજુ થઈ ગઈ છે. ફિલ્મની સ્ટોરી સલમાન ખાન અને ચાઈલ્ડ આર્ટિસ્ટ હર્ષાલી મલ્હોત્રાની આસપાસ ફરે છે. હર્ષાલી ફિલ્મમાં એક એવી પાકિસ્તાની બાળકી(મુન્ની)ના પાત્રમાં છે જે કોઈ રીતે પરિવારથી અલગ થઈને સીમા પાર મતલબ ભારત આવી જાય છે. અહી તેની મુલાકાત પવન કુમાર ચતુર્વેદી ઉર્ફ બજરંગી (સલમાન ખાન) સાથે થાય છે. બજરંગીનુ લક્ષ્ય કોઈપણ રીતે એ બાળકીને તેના ઘર સુધી પહોંચાડવાની છે. હવે એ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે કે બજરંગીને પોતાનુ લક્ષ્ય પુરુ કરવા માટે કેટલી મુસીબતોનો સામનો કરવો પડે છે.  આ સાત કારણોને લીધે ફિલ્મ જોઈ શકાય છે. 
 
1. નામ પર વિવાદ 
 
બજરંગી ભાઈજાન શરૂઆતથી જ પોતાના નામને કારણે વિવાદોમાં છે. કેટલાક ધાર્મિક સંગઠનો આનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે કે ફિલ્મ નિર્માતા સલમાન ખાનનું કહેવુ છે કે તેમા કશુ પણ વિવાદાસ્પદ નથી. કશુ વિવાદાસ્પદ છે કે નહી ? આ તો ફિલ્મ જોયા પછી જ જાણ થશે. 

2. ઈંડો પાક એંગલ 
 
ફિલ્મની સ્ટોરી ભારત અને પાકિસ્તાનના સંબંધોને ઉજાગર કરે છે. એવુ નથી કે આવુ પહેલીવાર છે. જ્યારે કોઈ ફિલ્મમાં ભારત અને પાકિસ્તાનના સંબંધો વિશે બતાવ્યુ હોય. જો કે આ ફિલ્મમાં કેટલીક જુદા પ્રકારની સ્ટોરી બતાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 
 
3. હર્ષાલી મલ્હોત્રા 
 
અનેક ટીવી સીરિયલ અને જાહેરાતોમાં આવી ચુકેલી હર્ષાલી બજરંગી ભાઈજાન દ્વારા બોલીવુડમાં એંટ્રી કરી રહી છે. જ્યારથી ફિલમનું ટ્રેલર રજુ થયુ છે ત્યારથી તે ઓડિયંસ માટે આકર્ષનું કેન્દ્ર બની છે. 

4. કબીર ખાન સલમાન ખાન કોમ્બિનેશન 
 
વર્ષ 2006માં ફિલ્મ કાબુલ એક્સપ્રેસ દ્વારા એક ડાયરેક્ટરના રૂપમાં ફિલ્મોમાં એંટ્રી લઈ ચુકેલ કબીર ખાને અત્યાર સુધી લગભગ બધી સફળ ફિલ્મો આપી છે. તેમની ફિલ્મોને સમીક્ષકોનુ પણ સારુ રિએક્શન મળતુ રહ્યુ છે. વર્ષ 2012માં તેમના અને સલમાન ખાનના કૉમ્બિનેશનની ફિલ્મ 'એક થા ટાઈગર' રજુ થઈ હતી. જે એ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.  'બજરંગી ભાઈજાન' ના રૂપમાં એકવાર ફરી કબીર અને સલમાનનુ કૉમ્બિનેશન દર્શકોની સામે છે.  

5. સલમાન ખાન- કરીના કપૂર ખાન કેમિસ્ટ્રી 
 
સલમાન ખાન અને કરીના કપૂરે આ પહેલા પણ અનેક ફિલ્મો (ક્યોકિ, મિસ્ટર એંડ મિસેજ ખન્ના વગેરે) માં સાથે કામ કર્યુ છે. પણ વર્ષ 2011માં બોડીગાર્ડમાં તેમની કેમિસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. ચાર વર્ષ પછી એકવાર ફરી આ જોડી દર્શકોને એંટરટેન કરવા માટે તૈયાર છે. કરીનાને સલમાનના લકી ચાર્મના રૂપમાં પણ જોવામાં આવે છે. 

6. ફિલ્મનુ મ્યુઝિક 
 
બજરંગી ભાઈજાનનુ મ્યુઝિક પહેલા જ દર્શકોની વચ્ચે પૉપૂલર થઈ ચુક્યુ છે. સેલ્ફી લે લે રે, ભર દે ઝોલી, તૂ ચાહિએ અને આજ કી પાર્ટી મેરી તરફ સે, બધા ગીત ઓડિયંસને ખૂબ પસંદ આવી રહ્યુ છે. 

7. સલમાન ખાન 
 
સલમાન ખાનની ગણતરી બોલીવુડના મોસ્ટ વોંટેડ એક્ટર્સમાં હોય છે. તેમની એક ખૂબ મોટી ફૈન ફૉલોઈંગ છે. એવુ કહેવાય છે કે તેઓ જે પણ કરે છે હિટ થઈ જાય છે. છેલ્લા પાંચ-છ વર્ષોથી બોક્સ ઓફિસ પર તે ધમાલ મચાવતા આવી રહ્યા છે. આ વખતે તો ફેન્સના માટે સોને પે સુહાગા જેવી વાત છે. કારણ કે ફિલ્મના એક્ટર પણ એ જ છે અને નિર્માતા પણ.