ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 3 માર્ચ 2015 (14:41 IST)

હેપી બર્થડે શ્રદ્ધા કપૂર - શ્રદ્ધા કપૂર વિશે 7 વાતો જાણવા જેવી

અભિનેતા શક્તિ કપૂરની પુત્રી અને અભિનેત્રી પદ્મિનિ કોલ્હાપુરીની ભાણી શ્રદ્ધા કપૂર આજે પોતાનો 23મો જન્મ દિવસ ઉજવી રહી છે. શ્રદ્ધા કપૂરના ફેંસ દિવસો દિવસ વધતા જઈ રહ્યા છે. આવો આજે શ્રદ્ધા વિશે કેટલાક તથ્યો જાણીએ 
 
1. મોટાભાગના લોકોને લાગે છે કે શ્રદ્ધા કપૂર એ આશિકી 2 ગર્લ છે પણ હકીકત એ છે કે તેની બોલીવુડમાં ડેબ્યુ ફિલ્મ 2010માં અમિતાભ બચ્ચન સાથે આવી હતી.. ફિલ્મનુ નામ હતુ.. તીન પત્તી. 
 
2. શ્રદ્ધા કપૂરનુ બોલીવુડ અભિનેત્રી બનવાનુ સપનુ હતુ તેથી તે બોસ્ટોન યુનિવર્સિટીને છોડીને મુંબઈ પરત આવી. 
 
3. શ્રદ્ધા કપૂરનો ફેવરેટ અભિનેતા ઋત્વિક રોશન છે અને તે પ્રિયંકાની ખૂબ જ મોટી ફેન છે. 
 
4. પોતાના સુંદર લુક ઉપરાંત શ્રદ્ધા સ્કુલ ટાઈમ દરમિયાન ફુટબોલ અને હેંડબોલ જેવી હરીફાઈઓમાં ઈનામ જીતી ચુકી છે. 
 
5. શ્રદ્ધા 12માં ધોરણ દરમિયાન શાળામાં ટોપર રહી ચુકી છે.  તેણે બોસ્ટોન યુનિવર્સિટી છોડી દીધી જ્યા તે બોલીવુડમાં કેરિયર બનાવવા માટે થિયેટરનો અભ્યાસ કરી રહી હતી. 
 
6. શ્રદ્ધાની એસ્ટ્રો રાશિ મીન છે. તેનો મોટો ભાઈ સિદ્ધાંત કપૂર એક આસિસ્ટંટ ડાયરેક્ટર છે.. જેણે ફિલ્મ શૂટઆઉટ એટ લોખંડવાલા દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યુ છે. 
 
7. શ્રદ્ધા કપૂર અનેક મેગેઝીનોના કવર પેઝ પર ચમકી ચુકી છે.. જેવા કે એલી... એફએચએમ.. ફેમિના.. મેરી ક્લેઈરે... સિને બટ્ઝ.. ફિલ્મ ફેર.... કોસ્મોપોલીટીયન.. એડોર્ન.. બોલીવુડ ફિલ્મ ફેમ કેનેડા વગેરે...