બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 25 નવેમ્બર 2015 (11:04 IST)

અસહિષ્ણુતા પર સંગીતકાર AR રહેમાન બોલ્યા - જે આમિરે કહ્યુ તે મારી સાથે પણ થઈ ચુક્યુ છે

અભિનેતા આમિર ખાનના નિવેદનને લઈને બોલીવુડમાં બે જૂથ બનતા દેખાય રહ્યા છે. એક બાજુ જ્યા અનુપમ ખેર, પરેશ રાવલ જેવા લોકો તેમના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે તો બીજી બાજુ સંગીતકાર એ.આર. રહેમાન અને નિર્દેશક કબીર ખાને તેમની વાતનુ સમર્થન કર્યુ છે. 
 
 
એ.આર. રહેમાને કહ્યુ કે તે આમિર ખાનની વાત સાથે સહમત છે અને એ વાતનુ સમર્થન કરે છેકે દેશમાં અસહિષ્ણુતા વધી છે. 
ઓસ્કાર વિજેતા સંગીતકારે કહ્યુ કે તેમને પણ થોડા મહિના પહેલા આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. જેમાંથી આમિર ન પસાર થયા છે. ગોવાની રાજધાની પણજીમાં રહેતા રહેમાને કહ્યુ, 'આમિર ખાનના નિવેદનનુ હુ સમર્થન કરુ છુ. તેમણે જે કહ્યુ છે તે પહેલા મારી સાથે પણ થઈ ચુક્યુ છે. 
 
ડાયરેક્ટર કબીર ખાને પણ કર્યો બચાવ 
 
બીજી બાજુ ફિલ્મ ડાયરેક્ટર કબીર ખાને પણ આમિર ખાનનુ સમર્થન કર્યુ છે. કબીર ખાને કહ્યુ, 'હુ વિશ્વાસ કરુ છુ કે દેશમાં અસહિષ્ણુતાનુ સ્તર દિવસો દિવસ વધી રહ્યુ છે. જે રીતે લોકો વાતો દ્વારા હુમલા કરી રહ્યા છે અને બીજાને લઈને પોતાના વિચાર જણાવે છે તેનાથી એ સ્પષ્ટ થાય છે.'  
 
તેમણે કહ્યુ, 'હુ એ નથી કહી રહ્યો કે દેશ અસહિષ્ણુ થઈ ગયો છે. મારુ માનવુ છે કે વાતાવરણ અસહિષ્ણુ છે. આમિર ખાનના નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યુ છે. બીજી બાજુ દેશ છોડવાની વાત નથી કહી રહ્યો. તેમણે પોતાના મનની વાત સામે લાવી છે.'