શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 25 જાન્યુઆરી 2016 (23:39 IST)

હુ ભારતની ધરતી પર જન્મ્યો છું, તો હુ અહી જ મરવાનો છું - આમિર

દેશમાં અસહિષ્ણુતા મામલે છેલ્લા કેટલાક સમયથી અભિનેતા આમીર ખાન સતત લોકોના નિશાન પર રહેતો હતો.દેશ છોડવાના પહેલાના મુદ્દા પરને બદલીને. હવે તેણે કહ્યુ હતું કે, હુ ભારતની ધરતી પર જન્મ્યો છું, તો હુ અહી જ મરવાનો છું. હુ આ દેશ છોડીને ક્યાંય નહિ રહી શકું. કેમ કે મને અહીંની યાદ હંમેશા સતાવતી રહેશે.  પોતાની ફિલ્મ રંગ દે બસંતીના દસ વર્ષના સેલિબ્રેશનના પ્રસંગે તેણે આ બાબતે ફરી વાત કરી હતી

આમીરે કહ્યું કે, કેટલાક લોકો મારાથી નારાજ છે. તેમનો ગુસ્સો વાજબી જ છે. કેમકે, તેમને મારી પૂરી વાત બતાવાઈ નથી. તેમને કહેવામાં આવ્યું છે કે, આમિર ખાન દેશ છોડવા માગે છે. જો મને કોઈ એવુ કહેતુ તો મને પણ ખરાબ લાગતુ. જે લોકો મારાથી નારાજ છે, તેમની નારાજગી હુ સમજી શકું છું. તેમનો કોઈ દોષ નથી. તેમને માત્ર ગેરસમજ થઈ છે. હુ પૂરા હિન્દુસ્તાનને એ જ કહેવા માગું છું કે, હુ અહી જ જન્મ્યો છું, અને અહી જ મરીશ. હુ પોતાનો દેશ છોડીને ત્રણ અઠવાડિયાથી વધુ ક્યાંય ન રહી શકું.

આમીરે કહ્યું કે, મેં ક્યારેય એવુ નથી કહ્યું કે અસહિષ્ણુતા છે અને હુ દેશ છોડીને જતો રહીશે. મારી ફિલ્મો કે, સત્યમેવ જયતે શો જુઓ. મેં તો હંમેશા દેશ બનાવી રાખવાની, દેશને જોડવાની વાત કરી છે.