શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 24 નવેમ્બર 2015 (10:16 IST)

કિરણે દેશ છોડવાની વાત કરી હતી - આમિરે અસહિષ્ણુતાની આગમાં ઘી હોમ્યુ

અભિનેતા આમિર ખાન પણ અસહિષ્ણુતાને લઈને ચાલુ ચર્ચામાં જોડાય ગયા છે. આમિરે કહ્યુ કે તેઓ અસહનશીલતાની વધતી ઘટનાઓને લઈને ચિંતિત છે અને એકવાર ફરી તેમની પત્ની કિરણ રાવે તેમને કહ્યુ હતુકે શુ તેમણે દેશ છોડી દેવો જોઈએ.  આમિર ખાને દિલ્હીમાં આયોજીત રામનાથ ગોયનકા પત્રકારિતા પુરસ્કાર સમારંભમાં કહ્યુ,  "જ્યારે હુ ઘર પર કિરણ સાથે વાત કરી રહ્યો હતો તો તેણે કહ્યુ શુ આપણે દેશ છોડી દેવો જોઈએ? આ દુખદ અને કિરણ તરફથી આપવામાં આવેલ મોટુ નિવેદન છે. તે પોતાના બાળકોને લઈને ચિંતિત છે. અને તે આસપાસના વાતાવરણને લઈને ગભરાય છે.  તે રોજ સમાચાર પત્ર ખોલતી વખતે ભયભીત રહે છે." 
 
આમિર ખાને કહ્યુ કે તેમને લાગે છે કે બેચેની વધી રહી છે. જેને લઈને તમે ઉદાસ થાવ છોકે આવુ કેમ થઈ રહ્યુ છે.  આમિર ખાને કહ્યુ, "દેશના નાગરિકના રૂપમાં આપણે સમાચારપત્રમાં વાંચીએ છીએ કે શુ થઈ રહ્યુ છે. અમે સમાચારમાં જોઈએ છીએ અને ચોક્કસ રૂપે હુ ચિંતિત છુ. હુ તેને નકારી શકતો નથી. હુ તમામ ઘટનાઓને લઈને ચિંતિત છુ." તેમણે કહ્યુ કે કોઈપણ સમાજ માટે સુરક્ષા અને ન્યાયનો ભાવ હોવો જરૂરી છે. 
 
આમિર ખાને અસહનશીલતાના મુદ્દા પર પુરસ્કાર પરત કરનારા લેખકો, કલાકારો અને બીજા બુદ્ધિજીવીઓનુ પણ સમર્થન કર્યુ.  તેમણે કહ્યુ કે પુરસ્કાર પરત કરવો રચનાત્મક લોકો દ્વારા પોતાની નિરાશા જાહેર કરવાની એક રીત છે.  
 
આમિર ખાન અગાઉ અભિનેતા શાહરૂખ ખાન પણ વધતી અસહનશીલતાને લઈને ચિંતા જાહેર કરી ચુક્યા છે.  આમિર ખાને ધર્મના નામ પર હિંસાની પણ નિંદા કરી. તેમણે કહ્યુ કે જે લોકો ઈસ્લામના નામ પર માસૂમ લોકોનો જીવ લે છે તેને તેઓ ઠીક નથી માનતા.