ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 24 નવેમ્બર 2015 (11:06 IST)

આમિરથી નારાજ અનુપમ ખેરે પુછ્યુ, "તમારી પત્ની કિરણ કયા દેશમાં જવા માંગે છે" ?

દેશમાં કથિત રૂપથી અસહિષ્ણુતા વધવાની વાત માનતા બોલીવુડ અભિનેતા આમિર ખાને કહ્યુ છે કે એક સમય તેમની પત્નીએ તેમને ભારત છોડવાની સલાહ આપી હતી.  તેમણે લેખકો કલાકારો દ્વારા પુરસ્કાર પરત કરવાનુ સમર્થન કર્યુ નએ કહ્યુ કે વિરોધની આ પણ એક રીત છે. આમિરના આ નિવેદન પર અનુપમ ખેરે ટ્વીટ કરી પોતાની નારાજગી દર્શાવી. તેમણે ટ્વિટર પર આમિર ખાનને લખ્યુ કે કિરણ કયા દેશમાં જવુ પસંદ કરશે ? અનુપમ ખેરે નિશાન સાધતા પૂછ્યુ કેવી રીતે છેલ્લા સાત મહિનામાં અદ્દભૂત ભારત અસહિષ્ણુ ભારતમાં બદલાય ગયુ. 
 
સોમવારે રામનાથ ગોયનકા પત્રકારિકા પુરસ્કાર આપવા માટે આયોજીત કાર્યક્રમમાં આમિરે કહ્યુ, દેશમં જે કશુ પણ થઈ રહ્યુ છે તે અમે છાપામાં વાંચીએ છીએ. ટીવીપર જોઈએ છીએ. અને ચોક્કસ રૂપે મને પણ ચેતાવણી આપવામાં આવી છે. હુ નકારી શકતો નથી. અનેક તકો પર મને ચેતાવ્યો છે અભિનેતાએ કહ્યુ કે તેઓ પોતે પણ અનુભવી રહ્યા છે કે છેલ્લા છ થી આઠ મહિનામાં અસુરક્ષાની ભાવના વધી છે. આમિરે જણાવ્યુ, 'જ્યારે મે ઘરે કિરણને આ વિશે વાત કરી તો તેણે કહ્યુ કે શુ આપણે ભારત છોડીને જતા રહેવુ જોઈએ' ?
 
બોલવુડ અભિનેતાએ કહ્યુ કે કિરણ પોતાના બાળકની સુરક્ષા માટે ચિંતિતિ છે. તે આસપાસના વાતાવરણને લઈને ચિંતિત છે. તે રોજ છાપુ ખોલતા ગભરાય છે.  તેને જાણ થાય છે કે દેશમાં બેચેની વધી ગઈ છે.  તમે પોતે સમજી શકો છો કે આવુ કેમ થઈ રહ્યુ છે  ?
 
નિર્દોષોને મારનારો મુસલમાન નથી હોઈ શકતો 
 
બોલીવુડ અભિનેતા આમિર ખાને ધર્મના નામ પર હિંસાની નિંદા કરી છે. પેરિસમાં આતંકી હુમલા અને આઈએસના ઉભાર પૂછવામાં આવેલ એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યુ, 'હાથમાં કુરાન લઈને કોઈને મારનારો વ્યક્તિ ભલે લાગી રહ્યુ હોય કે તે ઈસ્લામનુ કામ કરી રહ્યો છે પણ એક મુસ્લિમ હોવાને નાતે મને નથી લાગતુ કે આનુ ઈસ્લામ સાથે કોઈ લેવડ-દેવડ નથી.  મારુ કહેવુ સ્પષ્ટ છે કે નિર્દોષોને મારનારો વ્યક્તિ મુસલમાન નથી હોઈ શકતો.' 
 
અભિનેતા અનુપમ ખેરે આમિર ખાનના નિવેદન પર સવાલ ઉઠાવતા કહ્યુ કે 'ફક્ત 7-8 મહિનામાં ઈનક્રેડિબલ ઈંડિયા'  'ઈનટાલરેંટ ઈંડિયા' ક્યારે બની ગયુ ? તેમણે ટ્વીટ કરતા કહ્યુ કે કિરણને તેણે આ પૂછવુ જોઈએ કે તે કયા દેશ જવુ પસંદ કરશે ? અનુપમે પોતાના ટ્વીટમાં આગળ લખ્યુ કે 'શુ તમે તેણે જણાવ્યુ કે આ દેશે તેમને આમિર ખાન બનાવ્યો છે.'