ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 28 માર્ચ 2015 (14:30 IST)

અનુષ્કા સાથે મુંબઈ પહોંચ્યા વિરાટ કોહલી

વર્લ્ડ કપમાં સેમીફાઈનલ સુધીની યાત્રા કરનારી ટીમ ઈંડિયા પોતાના દેશ પરત ફરી છે. મુંબઈ એયરપોર્ટ પર શુક્રવારે રાત્રે પહોંચેલા ખેલાડીઓ સાથે અનુષ્કા પણ જોવા મળી. 
 
આ તસ્વીરમાં પોતાના બોયફ્રેંડ વિરાટના હાથમાં હાથ નાખીને ચાલી રહેલી  અનુષ્કા થોડી ગભરાયેલી દેખાતી હતી.  આમ પણ વિરાટ એક પ્રોટેક્ટિવ બોયફ્રેંડ છે. તેથી અહીથી નીકળતી વખતે તેણે અનુષ્કાની સેફટીનુ પુણ ધ્યાન રાખ્યુ. સમાચાર છે કે વિરાટ અને અનુષ્કા ટીમથી અલગ થઈને વીઆઈપીવાળા રસ્તેથી બહાર નીકળી ગયા. એવુ સાંભળવા મળી રહ્યુ છે કે વિરાટ પોતાની ટીમથી અલગ થઈને મુંબઈ સ્થિત અનુષ્કાના ઘરે જતા રહ્યા.  
 
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપમાં પોતાના બોયફ્રેંડ અને ટીમ ઈંડિયાને સપોર્ટ કરવા માટે અનુષ્કા પણ સિડની પહોંચી હતી. સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની સાથે અથડાયેલ ટીમ ઈંડિયાની તરફથી રમતા વિરાટ માત્ર એક રન બનાવીને પિચ પરથી પરત ફર્યા હતા.  જ્યારપછી લોકો અનુષ્કાને દોષ આપવા લાગ્યા. આશાઓ છતા પણ કાયમ હતી. પણ અંતમાં થનારી આ હાર માટે ક્રિકેટ ફેન્સ અનુષ્કા પર નિશાન તાક્યુ.  જો કે બોલીવુડની અનેક હસ્તિયો અનુષ્કાના સપોર્ટમાં ઉતરી છે. બધાનુ કહેવુ એ જ છે કે મેચમાં હાર માટે અનુષ્કાને જવાબદાર ઠેરવવી બેવકૂફી છે.