ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 20 જુલાઈ 2015 (15:31 IST)

બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનારી ફિલ્મ 'બાહુબલી' અને 'બજરંગી ભાઈજાન' વચ્ચે છે ખાસ કનેક્શન !

વર્તમાન દિવસોમાં બોક્સ ઓફિસ પર બે ફિલ્મો ધમાલ મચાવી રહી છે. તમિલ ફિલ્મ બાહુબલીને હિન્દીમાં ડબ કરીને રજુ કરવામાં આવી છે. આ ફિલ્મએ અત્યાર સુધી કુલ 300 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. બીજી બાજુ સુપર સ્ટાર ફિલ્મ બજરંગી ભાઈજાને ત્રણ દિવસમાં 100 કરોડની કમાણી કરી લીધી છે. આ બંને ફિલ્મોએ અનેક રેકોર્ડ્સ પણ બનાવ્યા છે. 
 
આ બંને ફિલ્મો વચ્ચે એક ખાસ કનેક્શન છે. બાહુબલી અને બજરંગી ભાઈજાન બંને ફિલ્મોની સ્ટોરીને વિજયેન્દ્ર પ્રસાદે લખી છે. ઉલ્લેખનીય છે કે વિજયેન્દ્ર પ્રસાદ બાહુબલીના ડાયરેક્ટર એસ. રાજામૌલીના પિતા છે. વિજયેન્દ્ર પ્રસાદ તેલગૂ ફિલ્મ ઈંડસ્ટ્રીના જાણીતા લેખક છે. જેમની લગભગ બધી ફિલ્મો હિટ થઈ ચુકી છે. 
 
 એસ રાજામૌલીએ ફેસબુક પર લખ્યુ છે, 'આ મારે માટે ખૂબ જ  ગૌરવાન્વિત થવાનો સમય છે. મારા પિતા વિજયેન્દ્ર પ્રસાદ ગુરૂએ સલમન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનની સ્ટોરી લખી છે જે બોક્સ ઓફિસ પર સુપરહિટ જઈ રહી છે. આ ફિલ્મની ટીમને મારી તરફથી શુભકામનાઓ.. 
વિજયેન્દ્ર પ્રસાદે અંગ્રેજી છાપુ મુંબઈ મિરર સાથેની વાતચીતમાં કહ્યુ છે. "હુ ખુશ છુ કે બંને ફિલ્મોને કોઈપણ જાતના વિવાદ વગર સ્વીકારવામાં આવી છે. જો મેં આ બંને ફિલ્મોની સ્ટોરી ન લખી હોય તો પણ હુ એ જ કહેતો કારણ કે જો સારા સિનેમાને આની ક્રેડિટ મલશે તો આપણને વધુ આવી ફિલ્મો જોવા મળશે.  તેનાથી કોઈ ફરક નથી પડતો કે કેવી ફિલ્મ તમે બનાવી રહ્યા છે. પણ મહત્વની વાત એ છે કે તમે લોકોનું હાઈ લેવલ પર ઈંટરટેનમેંટ કરો."  
 
ઉલ્લેખનીય છે કે લગભગ અઢીસો કરોડ રૂપિયાના રોકાણથી બનેલ બાહુબલીને ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવી રહી છે. ફિલ્મમાં પ્રભાસ, રાણા ડગ્ગુબાતી, અનુષ્કા શેટ્ટી અને તમન્નાએ જોરદાર અભિનય કર્યો છે. 
 
બજરંગી ભાઈજાનમાં સલમાન ખાન ઉપરાંત નવાજુદ્દીન સિદ્દીકી, હર્ષિતા મલ્હોત્રા, કરીના કપૂર અને ઓમપુરી છે. આ ફિલ્મને કબીર ખાને ડાયરેક્ટ કરી છે અને આને સલમાન ખાન અને કનાડાના રૉકલીન વૈંકટેશે પ્રોડ્યૂસ કરી છે. 
 
ચારે બાજુ બાહુબલીની ચર્ચા છે. ફિલ્મ બાહુબલીના નિર્દેશક રાજામૌલીનુ નામ તેલગુ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ખૂબ જ સન્માનની સાથે લેવામાં આવે છે.  મગધેરા અને એગા જેવી ચર્ચિત ફિલ્મો બનાવનારા રાજામૌલી દક્ષિણ ભારતમાં લાઈનથી દસ સુપરહિટ ફિલ્મો આપી ચુક્યા છે. ખાસ વાત એ છે કે કેમરા પાછળ રહીને પરદા પર બાહુબલીનો અનોખો સંસાર રચવા માટે રાજામૌલીએ પોતાની જીંદગીના લગભગ આઠ વર્ષ ખર્ચ કર્યા છે.