શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

Birthday special- અમૃતા રાવના ફોટા

બોલીવુડની સુંદર અભિનેત્રી અમૃતા રાવનો જન્મ 7 જૂન 1981ના રોજ મુંબઈમાં થયો છે અમૃતાએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત વર્ષ 2003માં ફિલ્મ 'ઈશ્ક વિશ્ક' દ્વારા કરી. ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય માટે અમૃતાને સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેત્રીનો ફિલ્મફેયરના પુરસ્કાર માટે નામાંકિત થઈ હતી.

વર્ષ 2006માં આવેલ તેની સર્વશ્રેષ્ઠ અને સુપરહિટ ફિલ્મ 'વિવાહ' અમૃતાના ફિલ્મી જીવન માટે એક નવો વળાંક સાબિત થઈ. તેના દ્વારા અમૃતાને નવી ઓળખ મળી. અમૃતાને 2007માં 'વિવાહ' માટે દાદા સાહેબ ફાળકે અકાદમી તરફથી પણ પુરસ્કૃત કરવામાં આવી.

ફિલ્મ 'મે હુ ના'માટે અમૃતા સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે નામાંકિત થઈ હતી. વર્ષ 2008માં આવેલ કોમેડી ફિલ્મ 'વેલકમ ટુ સજ્જનપુર'માં અમૃતાના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી.

પોતાના કેરિયરની શરૂઆતમાં જ અમૃતાએ 'ધ લીજેંડ ઓફ ભગતસિંહ' જેવી ગંભીર ફિલ્મમાં પણ અભિનય કર્યો છે.

આ વર્ષે અમૃતા ફિલ્મ 'લવ યૂ મિસ્ટર કલાકાર'માં તુષાર કપૂરની સાજે જોવા મળી હતી.