ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

64 વર્ષની થઈ ઝીન્નત અમાન - જાણો ઝીન્નત વિશે રોચક વાતો

બોલીવુડમાં બોલ્ડનેસની પરિભાષા સાથે  પરિચય કરાવનારી અભિનેત્રી જીન્નત અમાનનો આજે 64મો જન્મદિવસ છે. તેમનો જન્મ 1951ના રોજ જર્મનીમાં થયો હતો. 18 વર્ષ થતા સુધી ઝિન્નતનું પાલન પોષણ જર્મનીમાં જ થયુ. ત્યારબાદ તેમની મા તેમને મુંબઈ લઈને આવી ગઈ. ઝીન્નત માત્ર 13 વર્ષની જ હતી અને તેમના પિતાજી અમાન ઉલ્લાહ મૃત્યુ પામ્યા. જેમણે બોલીવુડ મૂવી મુગલ-એ-આઝમ અને પાકિઝા જેવી સુપરહિટમાં એક લેખકના રૂપમાં કામ કર્યુ છે. 

મુંબઈ આવ્યા પછી ઝીન્નતે સેંટ જેવિયર કોલેજથી બેચલર્સની ડિગ્રી પૂરી કરી અને આગળના અભ્યાસ માટે અમેરિકાની જાણીતી કોલેજ કૈલીફોર્નિયા યૂનિવર્સિટી જતી રહી. ઝીન્નતે પોતાના કેરિયરની શરૂઆત જાણીતી મેગેઝીન ફેમિના માં એક જર્નાલિસ્ટના રૂપમાં કરી પણ નસીબમાં કંઈક બીજુ જ લખ્યુ હતુ. તેથી તેણે જર્નલિઝમ છોડીને મોડેલિંગ શરૂ કર્યુ. 

1970માં મિસ ઈંડિયા પેસિફિક રહી ચુકી છે ઝીન્નત. ત્યારબાદ ઝીન્નત અમાને મિસ ઈંડિયા કૉન્ટેસ્ટમાં ભાગ લીધો જેમા તે બીજી ઉપ-વિજેતા રહી અને પછી તેણે મિસ ઈંડિયા પેસિફિકનો ખિતાબ જીત્યો. જીનત અમાને પોતાના સિને કેરિયરની શરૂઆત વર્ષ 1971માં ઓપી રલ્હનની ફિલ્મ હલચલ દ્વારા કરી. 1971માં જ તેમને એકવાર ફરી ઓપી રલ્હન સાથે ફિલ્મ હંગામામાં કામ કરવાની તક મળી. પણ તેમની બંને ફિલ્મોને સફળતા મળી નહી. 

બે ફ્લોપ ફિલ્મો આપ્યા પછી ઝીન્નતે હરે રામ હરે કૃષ્ણમાં કામ કર્યુ. 1971માં રજુ થયેલ આ ફિલ્મએ તો જાણે તેમનુ નસીબ જ બદલી નાખ્યુ. ફિલ્મમાં તેમણે દેવઆનંદની બહેનનો રોલ ભજવ્યો હતો. ફિલ્મમાં દમદાર એક્ટિંગ માટે ઝીન્નત અમાનને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો. 

ત્યારબાદ તો તેમણે સફળતા મેળવતા શીખી લીધુ હતુ. 1973માં યાદો કી બારાત ફિલ્મ આવી, જેમા તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ. સારા ગીત-સંગીત અને અભિનયથી સજેલી આ ફિલ્મની સફળતાએ ઝીન્નત અમાનને સ્ટારના રૂપમાં સ્થાપિત કરી દીધી.  ફિલ્મમાં તેમના પર ફિલ્માવેલ આ ગીત 'ચુરા લિયા હૈ તુમને જો દિલ કો' આજે પણ લોકોના મોઢેથી સાંભળવા મળે છે.   
 
બે ફ્લોપ અને બે સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યા પછી જીનતે ખુદને બોલ્ડ એક્ટ્રેસના રૂપમાં ઉતારી. 1978માં જીન્નતને શો-મેન રાજકપૂરની ફિલ્મ 'સત્યમ શિવમ સુંદરમ' માં કામ કરવાની તક મળી. ફિલ્મમાં કેટલાક સીન જીન્નત અમાને ખૂબ બોલ્ડ કર્યા જેને લઈને લોકો વચ્ચે તેમની આલોચના પણ થઈ. બોલ્ડ સીન આપવા છતા આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ. 
 
 

80ના દસકામાં જીન્નત પર આરોપ લાગ્યા કે તે ફ્કત ગ્લેમરવાળા પાત્ર જ ભજવી શકે છે પણ ઝીન્નતે વર્ષ 1980માં રજુ થયેલ બીઆર ચોપડાની ફિલ્મ 'ઈંસાફ કા તરાજૂ' માં શાનદાર પાત્ર ભજવીને આલોચકોને આગળ પોતાની એક્ટિંગને સાબિત કરી દીધી. 
 
ત્યારબાદ એ જ વર્ષ દરમિયાન ઝીન્નતની એક વધુ સુપરહિટ ફિલ્મ 'કુરબાની' રજુ થઈ. નિર્માતા-નિર્દેશક ફિરોજ ખાનની ફિલ્મ 'કુરબાની' માં તેમના પર ફિલ્માવેલ ગીત 'લૈલા મે લૈલા એસી મે લૈલા' અને પછી 'આપ જૈસા કોઈ મેરી જીંદગી મે આયે' ખૂબ લોકપ્રિય થયા. 

ઝીન્નત અમાનના સિને કેરિયરમાં તેમની જોડી અભિનેતા અમિતાભ બચ્ચન સાથે ખૂબ જામી. હેમા માલિની ઉપરાંત ઝીન્નતે જ એ દુર્લભ અભિનેતાઓમાં સામેલ છે જેણે રાજકપૂર, દેવ આનંદ, મનોજ કુમાર, ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના, જીતેન્દ્ર અને શશિ કપૂર જેવા મોટા હીરો સાથે ફિલ્મોમાં કામ કર્યુ છે. 
 
લગ્ન પછી ફિલ્મોથી દૂર થયેલ જીન્નતે-80ના દસકામાં અભિનેતા મઝહર ખાન સાથે લગ્ન કર્યા પછી ઝીન્નત અમાને ફિલ્મોમાં કામ કરવુ ખૂબ ઓછુ કરી નાખ્યુ.  ઝીન્નતે પોતાના ચાર દસકા લાંબા સિને કેરિયરમાં લગભગ 80 ફિલ્મોમાં કામ કર્યુ છે. ઝીન્નત અમાન હવે બોલીવુડમાં વધુ સક્રિય નથી.