ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 22 ડિસેમ્બર 2014 (15:57 IST)

BOX OFFICE: બે દિવસમાં 50 કરોડ પર પહોંચી ‘PK’

તાજેતરમાં જ રજુ થયેલ આમિર ખાનની ફિલ્મ 'પીકે' એ લોકોના દિલમાં પોતાનુ સ્થાન બનાવી લીધુ છે. આ સાથે જ પીકે ની બે દિવસની કમાણી 50 કરોડથી ઉપર પહોંચી ગઈ છે. ફિલ્મ અનાલિસ્ટનુ માનીએ તો આગળ પણ પીકે ની સારી કમાણીની આશા કરવામાં આવી રહી છે.  
 
ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં બે દિવસની અંદર 50 કરોડનો આંકડો સ્પર્શી લેનારી ફિલ્મ પીકે ચોથી ફિલ્મ છે. આ પહેલા હેપી ન્યુ ઈયર. સિંઘમ રિટર્ંસ. અને કિક એ આ આંકડો પાર કર્યો છે. Aamir Khans Collectionની ફિલ્મ પીકે શુક્રવારે રજુ થઈ ગઈ છે.  આમિર ખાને દાવો કર્યો છે કે આ તેમની બેસ્ટ ફિલ્મ છે. આ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે પી કેનુ નામ પહેલા એક થા ટલ્લી રાખવામાં આવ્યુ હતુ. 
ફિલ્મ પીકે ના પ્રથમ દિવસની તુલનામાં બીજા દિવસે વદ્ગ્ય સારુ પ્રદર્શન કર્યુ અને 29 કરોડ રૂપિયા કમાવી લીધા. 
50 કરોડથી વધુ કામાનારી પીકે પાસેથી આશા છે કે તે બોલીવુડમાં એક નવો રેકોર્ડ બનાવવામાં સફળ રહેશે.  આ ફિલ્મ દરેક ગ્રુપના લોકોને ખૂબ જ ગમી રહી છે.