બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , સોમવાર, 27 ઑક્ટોબર 2014 (16:36 IST)

બોલીવુડ કલાકારો વચ્ચે મોદી સાથે સેલ્ફી લેવાની હોડ

અભિનેત્રી સોનમ કપૂર અને શ્રદ્ધા કપુરે તાજેતરમાં જ જ્યારે મુંબઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાની તક મળી તો તેમની સાથે પોતાની સેલ્ફી લેવાની તક છોડી નહી. 
TWITTER
 
સોનમ રિલાયંસ ફાઉંડેશન દ્વારા નવેસરથી નિર્મિત હરકિશનદાસ નરોત્તમદાસ રિલાયંસ ફાઉંડેશન હોસ્પિટલ અને રિસર્ચ સેંટરના ઉદ્દઘાટન પર મોદીને મળ્યા હતા. તેમણે શનિવારે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર લખ્યુ .. અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ સેલ્ફી, નમો. મોદીવેટ રિલાયંસ ફાઉંડેશન. 
 
બીજી બાજુ સેલ્ફીમાં મોદી ઉપરાંત આશિકી-2ના સહ અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે જોવા મળી રહેલ શ્રદ્ધાએ કહ્યુ કે તે આ તસ્વીરને સાચવીને રાખશે.  

TWITTER
તેઁણે ટ્વિટર પર આ તસ્વીર ટ્વિટ કરતા લખ્યુ .. આ ફોટો હંમેશા સાચવીને રાખીશ.  શનિવારે અમારા વ્હાલા પ્રધાનમંત્રીને મળવાની બહુમુલ્ય તક મળી. તેઓ વધુ સશક્ત બને. 
 
આ ઉપરાંત ગાયક સોનુ નિગમે પણ મોદી સાથે સેલ્ફી ખેંચવાની તક મળી. સોનુએ ટ્વિટર પર લખ્યુ... 'મોદી નિગમ સેલ્ફી'.