Gold smuggling case : રાન્યા રાવ પર DRI નુ મોટી એક્શન, લાગ્યો 102 કરોડ રૂપિયાનો દંડ
કન્નડ ફિલ્મ અભિનેત્રી રાન્યા રાવ પર સોનાની દાણચોરીના કેસમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ તેના પર 102 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત આ કેસમાં સંડોવાયેલા હોટેલિયર્સ અને જ્વેલર્સ પર પણ કરોડોનો દંડ ફટકારવામાં આવ્યો છે.
DRI સૂત્રોના જણાવ્યા અનુસાર, 3 માર્ચે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 14.8 કિલો સોનું લાવતી વખતે રાણ્યા રાવ પકડાઈ હતી. તે દુબઈથી ભારત પરત ફરી હતી અને આ સમય દરમિયાન તેની પાસેથી મોટી માત્રામાં સોનું મળી આવ્યું હતું.
કેમ ચર્ચામાં આવ્યો મામલો
રાણ્યા રાવ માત્ર ફિલ્મ અભિનેત્રી જ નહીં, પણ ડીજીપી રેન્કના અધિકારી કે. રામચંદ્ર રાવની સાવકી પુત્રી પણ છે. આ કારણે આ કેસ વધુ ચર્ચામાં આવ્યો છે. રાણ્યા ઉપરાંત, ડીઆરઆઈએ હોટેલ માલિક તરુણ કોંડારાજુ પર 63 કરોડ રૂપિયા અને જ્વેલર્સ સાહિલ સાકરિયા જૈન અને ભરત કુમાર જૈન પર 56-56 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
મંગળવારે, ડીઆરઆઈના અધિકારીઓ બેંગલુરુ સેન્ટ્રલ જેલ ગયા અને દરેક આરોપીને 250 પાનાની નોટિસ અને 2500 પાનાની એટેચમેન્ટ સોંપી. આ કેસમાં કુલ 11 હજાર પાનાના દસ્તાવેજો આપવામાં આવ્યા છે.