ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 5 માર્ચ 2015 (15:55 IST)

કેટલા ભણેલા-ગણેલા છે આ ફિલ્મ સ્ટાર્સ ..

મોટાભાગના હીરો ભણવા ગણવામાં ઝીરો સાબિત થયા છે.  કોઈપણ પ્રકારની શાળાની શિક્ષા પ્રાપ્ત કર્યા પછી અનેક એક્ટર્સે કોલેજનું મોઢુ પણ નથી જોયુ. કેટલાક કોલેજ ગયા પણ કોર્સ અધૂરો છોડીને ભાગી આવ્યા. કેટલાક એંજીનિયર બન્યા પછી અભિનેતા બની ગયા. પરિણીતિ અને અમીષા પાસે તો મોટી મોટી ડિગ્રીઓ છે. આવો જાણીએ કોણ કેટલુ ભણેલુ છે... 
અમિતાભના ઘરે ભણવાનુ વાતાવરણ હતુ એટલે તેમને ગંભીરતાથી અભ્યાસ પુરો કર્યો. શેરવુડ કોલેજ નૈંનીતાલની શાળામાં અભ્યાસ કર્યા પછી તેમણે દિલ્હીના કિરોરીમલ કોલેજથી વિજ્ઞાન અને આર્ટ્સની ડિગ્રી મેળવી. 


આમિર ખાનને બોલીવુડમાં ખૂબ જ બુદ્ધિમાન માનવામાં આવે છે. પણ શાળામાં તેઓ સરેરાશ વિદ્યાર્થી રહ્યા. તેમણે 12મુ કર્યુ અને કોલેજનુ મોઢુ પણ ન જોયુ. 

સિંધિયા શાળા ગ્વાલિયર અને સેંટ સ્ટાનિસલોસ હાઈ સ્કુલ મુંબઈથી સલમાન ખાને શાળાનો અભ્યસ પુરો કર્યો. નેશનલ કોલેજ મુંબઈમાં એડમિશન લીધુ. પણ ફિલ્મોના ચક્કરમાં કોલેજ જવુ છોડી દીધુ. 

મધ્યમવર્ગીય અને ગૈર ફિલ્મી પરિવારના હોવાને કારણે શાહરૂખ ખાને અભ્યાસ પર ધ્યાન આપ્યુ. અભ્યાસની સાથે સાથે તેઓ સ્પોર્ટ્સમાં પણ આગળ રહ્યા. જામિયા મિલિયા કોલેજ નવી દિલ્હીથી તેમણે માસ કમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ અધૂરો છોડી દીધો. 

શાળાનો અભ્યાસ પુર્ણ કર્યા પછી દીપિકા પાદુકોણે માઉંટ કારમેલ કોલેજ બેંગલુરૂમાં એડમિશન લીધુ. પણ મોડેલિંગના કારણે કોલેજનો અભ્યાસ છોડી દીધો 

ગુરૂનાનક ખાલસા કોલેજમાં એડમિશન લેતા જ અક્ષય કુમારને સમજમાં આવી ગયુ કે હવે અભ્યાસ તેમના ગજાની વાત નથી. અભ્યાસ છોડી તેઓ બેંકોક માર્શલ આર્ટ્સ શીખવા પહોંચી ગયા. 
ફરહાન અખ્તર પાસે કોમર્સની ડિગ્રી છે. 

વિદ્યા બાલન સોશિયોલોજીમાં ગ્રેજ્યુએટ છે. 

રિતિક રોશન કોમર્સ ગ્રેજ્યુએટ છે. 

 
કેટરીના કેફ વિશે કહેવાય છેકે બાળપણમાં તે એક દેશથી બીજા દેશમાં ગઈ તેથી શાળા નહી બરાબર ગઈ. તેની માતાએ તેને ઘરે જ ભણાવી ગણાવી. 

ઈમરાન હાશમી ગ્રેજ્યુએટ છે. 

અર્જુન કપૂરે 12મુ ફેલ થયા પછી અભ્યાસ કરવો છોડી દીધો. 

પરિણીતી ચોપડાનો જવાબ નહી. તેણે મેનચેસ્ટર બિઝનેસ શાળામાંથી બિઝનેસ ફાઈનેંસ અને ઈકોનોમિક્સમાં ટ્રિપલ ઓનર્સ કર્યુ છે. 

અજય દેવગને મીઠીબાઈ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે. 
 

કપૂર ખાનદાનમાં અભ્યાસને બદલે ફિલ્મોના પાઠ સીખવા પર વધુ ધ્યાન આપવામાં આવે છે. રણવીર કપૂરે બોમ્બેના સ્કોટિશ શાળામાંથી અભ્યાસ પુરો કર્યો. ત્યારબાદ મુંબઈના એચઆર કોલેજમાં દાખલો લીધો. બે વર્ષના અભ્યાસ પછી કોર્સ અધૂરો છોડી તેમણે ન્યૂયોર્કના લી સ્ટ્રાસબર્ગ થિયેટર એંડ ફિલ્મ ઈંસ્ટીટ્યુટથી અભિઅનય સીખવુ યોગ્ય સમજ્યુ. કરીના કપૂર અને રણવીર જ બે એવા કપૂર ખાનદાનના વ્યક્તિ છે જેમણે કોલેજનું મોઢુ જોયુ છે. 

કરિશ્મા કપૂર વિશે કહેવાય છે કે તે છઠ્ઠુ પાસ છે. 
ઈમરાન ખાને શાળાનો અભ્યાસ કર્યા પછી ન્યૂયોર્કથી ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો છે. 
 

કરીના કપૂરે મીઠીબાઈ કોલેજમાંથી કોમર્સની બે વર્ષનો અભ્યાસ કર્યો. પછી લોમાં તેને રસ જાગ્યો અને તેણે મુંબઈના ગર્વમેંટ લો કોલેજમાં એડમિશન લીધુ. પહેલા વર્ષનો અભ્યાસ કર્યા પછી તેણે અભ્યાસને બાય બાય કરી દીધુ. 

દિલ્હી અને મુંબઈમાં અભ્યાસ કર્યા પછી સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેકે સ્વિટઝરલેંડના બોર્ડિંગ સ્કુલમાં અભ્યાસ પુર્ણ કર્યો. પછી બોસ્ટન યુનિવર્સિટીમાં એડમિશન લીધુ. તે અભિનેતા જ બનવા માંગતો હતો તેથી અભ્યાસ અધૂરો છોડી પરત આવી ગયો અને પોતાના પિતાની કંપની એબીસીએલ જ્વોઈન કરી લીધી. 

 
પાયલ રોહતગી પાસે કમ્પ્યુટર એંજીનિયરની ડિગ્રી છે. 

જૉન અબ્રાહમ ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ છે સાથે તેની પાસે મેનેજમેંટની ડિગ્રી પણ છે. 

પ્રીતિ ઝિંટા સાઈકોલોજી ગ્રેજ્યુએટ છે. 

વરુણ ધવને  નોટિંઘમ ટ્રેંટ યુનિવર્સિટી(યુકે)થી બિઝનેસ મેનેજમેંટની ડિગ્રી લીધી છે.  

રાની મુખર્જી હોમ સાયંસમાં ગ્રેજ્યુએટ છે. 

રણવીર સિંહ પાસે ઈંડિયાના યુનિવર્સિટી બ્લૂમિંગટનથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી છે. 
 

અમીષા પટેલ વધુ ભણેલી છે. બોસ્ટન યુનિવર્સિટીથી બાયો જેનેટિક એંજીનિયરિંગ અને યુએસની ટફ્સ યૂનિવર્સિટીથી ઈકોનોમિક્સની ડિગ્રી તેની પાસે છે. 


સોહા અલી ખાન પાસે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એંડ પોલિટિકલ સાયંસની  ઈંટરનેશનલ રિલેશંસની ડિગ્રી છે. 

રિતેશ દેશમુખ પાસે આર્કિટેક્ચરલ ડિગ્રી છે. 

સની લિયોને કૈથોલિક શાળામાંથી સ્કુલિંગ કર્યુ છે. 

ઘર્મેન્દ્રએ ફગવાડાથી ઈંટરમિડિએટ કર્યુ છે. 


સુશાંત સિંહ રાજપૂતે 2003માં એઆઈઈઈઈ (ઓલ ઈંડિયા એંજિનિયરિંગ એંટ્રેસ)માં સાતમુ સ્થાન મેળવ્યુ અને દિલ્હી કોલેજ ઓફ ઈજિનિયરિંગમાં મૈકેનિકલ ઈંજિનિયરિંગની બ્રાચ પસંદ કરી. પણ અભિનયની લત એવી લાગી કે બધુ છોડી અભિનયની દુનિયામાં આવી ગયા. 
ઋચા ચઢ્ઠા ઈતિહાસમાં ગ્રેજ્યુએટ છે. સાથે જ સોશિયલ કમ્યુનિકેશન મીડિયાનો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા પણ તેની પાસે છે. 

આયુષ્યમાન ખુરાના પાસે માસ કમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી છે. 

ગોવિંદા કોમર્સમાં ગ્રેજ્યુએટ છે. 

સોનુ સૂદ એંજિનિયર છે. નાગપુરના યશવંતરાય ચૌહાણ કોલેજ ઓફ ઈંજિનિયરિંગમાંથી તેમણે ઈલેક્ટ્રોનિક્સ એંજિનિયરિંગ કર્યુ છે. 

રાજ કપૂરે મેટ્રિકની પરીક્ષામાં લેટિન અને ગણિતમાં ફેલ થયા પછી અભ્યાસ છોડી દીધો. 
 

દિલીપ કુમારે શાળાનો અભ્યાસ પણ પુરો કર્યો. 
દેવ આનંદે ગર્વેમેંટ કોલેજ લાહોરથી ઈગ્લિશ લિટરેચરમાં બીએની ડિગ્રી મેળવી. 

રાજેશ ખન્નાએ શાળાનો અભ્યાસ પુરો કર્યા પછી પુણેના એક કોલેજમાં બીએનો કોર્સ શરૂ કર્યો પણ બે વર્ષ પછી તેણે અભ્યાસ છોડી દીધો. 
વિનોદ ખન્ના કોમર્સમાં ગ્રેજ્યુએટ છે. 

રેખાએ અભિનય માટે શાળાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. 

હેમા માલિનીએ દસમા ધોરણનો અભ્યાસ છોડી દીધો અને અભિનયની દુનિયામાં આવી ગઈ. 

જીન્નત અમાને પંચગનીથી શાળનઓ અભ્યાસ પુરો કર્યા પછી આગળના અભ્યાસ માટે લૉસ એંજિલ્સ ગઈ પણ પોતાનુ ગ્રેજ્યુએશન અધૂરુ છોડી દીધુ. 

પરવીન બાબી પાસે ઈંગ્લિશ લિટરેચરમાં માસ્ટર ડિગ્રી હતી. 
 
 

એશ્વર્યા રાયે 90 ટકા અંકો સાથે એચએસસી પરીક્ષા પાસ કરી. પછી રહેજા કોલેજ ઓફ આર્ટ્સમાં એડમિશન લીધુ. પણ મોડેલિંગના કેરિયરને ધ્યાનમાં રાખતા અભ્યાસને બાય બાય કરી દીધુ. 
 

અનુષ્કા શર્મા આર્ટ્સમાં ગ્રેજ્યુએટ છે. 

સુષ્મિતા સેને શાળાનો અભ્યાસ જ કર્યો અને કોલેજ ક્યારેય ગઈ નથી. 


મિથુન ચક્રવર્તી પાસે કેમિસ્ટ્રીમાં ડિગ્રી છે. 

મલ્લિકા શેરાવત પાસે ફિલોસોફીની ડિગ્રી છે.