ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 1 મે 2015 (17:06 IST)

હેપી બર્થડે અનુષ્કા - અનુષ્કા શર્મા 27 વર્ષની થઈ

અભિનેત્રી અનુષ્કા શર્મા શુક્રવારે 27 વર્ષની થઈ ગઈ છે. તે ફિલ્મ 'રબ ને બના દી જોડી' , 'પીકે', 'બેંડ બાજા બારાત' અને 'એનએચ10' જેવી ફિલ્મોમાં જોરદાર અભિનય કરવા બદલ ચર્ચામાં રહી. 
 
સૈન્ય અધિકારીની પુત્રી અનુષ્કાએ અભિનય કેરિયરની શરૂઆત 'રબ ને બના દી જોડી' (2008) થી કરી. તેણે અત્યાર સુધી નવ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને સાબિત કરી દીધુ કે તે હિંદી સિનેજગતમાં લાંબી રેસ દોડવાની છે. 
અનુષ્કાને ટ્વિટર પર દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી અને ફિલ્મકાર કરણ જોહરે જન્મદિવસની શુભેચ્છા પાઠવી. 
 
- શબાના આઝમી - વ્હાલી અનુષ્કા જન્મદિવસની શુભકામના.. ખૂબ ખૂબ પ્રેમ. 
-કરણ જોહર -  જન્મદિવસની શુભેચ્છા અનુષ્કા શર્મા. અત્યાર સુધીનુ સર્વશ્રેષ્ઠ વર્ષ રહે. ખૂબ ખૂબ પ્રેમ. 


અનુષ્કાની આગામી ફિલ્મ અનુરાગ કશ્યપ નિર્દેશિત બોમ્બે વેલ્વેટ છે જે 15 મે ના રોજ રજૂ થવાની છે.  
 
તે જોયા અખ્તરની 'દિલ ધડકને દો' માં પણ જોવા મળશે. તેમા તેની સાથે પ્રિયંકા ચોપડા, ફરહાન અખ્તર, અનિલ કપૂર અને શેફાલી શાહ પણ છે. ફિલ્મ પાંચ જૂનના રોજ રજૂ થશે.