ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 10 ઑક્ટોબર 2015 (13:21 IST)

હેપી બર્થડે રેખા - જાણો રેખા વિશે 25 રોચક માહિતી

1. 10 ઓક્ટોબર 1954ના રોજ જન્મેલી અભિનેત્રી રેખા તમિલ અભિનેતા જૈમિની ગણેશન અને તેલુગુ અભિનેત્રી પુષ્પાવલીની સંતાન છે. 
2. રેખાનો જન્મ અને પાલન પોષણ ચેન્નઈમાં થયો. જન્મ પછી તેનુ નામ ભાનુમતિ રેખા મુકવામાં આવ્યુ હતુ. 
3. રેખા તેલુગુને પોતાની માતૃભાષા માને છે અને હિન્દે તમિલ અને અંગ્રેજી પણ સારી રીતે બોલી લે છે. 
4. રેખાના જન્મ સમયે તેના માતા પિતાનુ લગ્ન થયુ નહોતુ અને તેના પિતાએ તેને બાળપણથી જ પોતાની સંતાનના રૂપમાં સ્વીકારી નહોતી. 
5. રેખાને અભિનયમાં કોઈ રસ નહોતો પણ બગડેલી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા તેણે શાળા છોડીને એક્ટિંગ કરવી પડી. 

6. રેખાએ 12 વર્ષની વયમાં એક તેલુગુ ફિલ્મ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી. જેના ત્રણ વર્ષ પછી તેણે એક કન્નડ ફિલ્મ દ્વારા અભિનેત્રીના રૂપમાં પોતાનુ કેરિયર શરૂ કર્યુ. 
7. રેખાની પ્રથમ હિન્દી ફિલ્મ અંજાના સફર હતી. તેમા તેની સાથે વિશ્વજીત હીરો હતા. 
8. રેખાની પ્રથમ હિન્દી ફિલ્મ અંજાના સફરમાં એક ચુંબન દ્રશ્ય હતો જેને તેણે ચર્ચામાં નાખી દીધી. ફિલ્મ સેંસરશિપની સમસ્યાઓમાં ફસાઈને લગભગ દસ વર્ષ પછી દો શિકારી નામથી રજુ થઈ હતી. 
9. રેખા પોતાની શરૂઆતની ફિલ્મો દરમિયાન રંગે શ્યામ અને જાડી હતી. તેના મુજબ તેને અગલી ડકલિંગ (કદરૂપુ બતકનુ બચ્ચુ) કહેવામાં આવતુ હતુ. 
10. રેખાની એક સગી બહેન અને છ સાવકા ભાઈ બહેન છે. જેમના પિતા જૈમિની ગણેશન જ હતા. 
 

11. રેખા હંમેશાથી દુનિયા ફરવા માંગતી હતી અને આ જ કારણે તે એયરહોસ્ટેઝ બનવાનુ સપનુ જોવા માંડી હતી. 
12. રેખાને મેકઅપનો ખૂબ શોખ હતો અને તેના આ શોખને કારણે તેની એયરહોસ્ટેજ મિત્ર તેને માટે વિદેશોથી મેકઅપ કિટ લાવીને આપતી હતી. 
13. કોંવેંટ શાળામં આયરિશ નનો દ્વારા શિક્ષા પ્રાપ્ત કરવા દરમિયાન રેખા નન બનવા માંગતી હતી. 
14. કેરિયરના શરૂઆતના સમયમાં રેખાને તેલુગુની બી અને સી ગ્રેડની ફિલ્મોમાં કામ કરવુ પડ્યુ 
15. રેખાએ ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિના પછી જ મુકેશે આત્મહત્યા કરી લીધી હતી. 
 

16. ફિલ્મી કેરિયર દરમિયાન રેખાનુ નામ અમિતાભ બચ્ચન, રાજ બબ્બર, વિનોદ મેહરા, નવીન નિશ્ચલ, જીતેન્દ્ર, યશ કોહલી, શત્રુધ્ન સિન્હા, સાજિદ ખાન અને અક્ષય કુમાર સાથે જોડાયુ. 
17. રેખાના વિનોદ મહેરા સાથે લગ્ન કરવાના સમાચાર સામે આવ્યા પણ રેખાએ તેને નકારી દીધા. 
18. રેખાનુ નમ સંજય દત્ત સાથે પણ જોડવામાં આવ્યુ. જે તેમનાથી 5 વર્ષ નાના છે. આ વિષયમાં રેખાએ એકવાર કહ્યુ હતુ કે તેમણે સંજય દત્ત સાથે મૈત્રી અમિતાભ બચ્ચનને બળાવવા માટે કરી હતી. 
19. અમિતાભ અને રેખા એકબીજાના ખૂબ નિકટ રહ્યા. અમિતાભની સંગતમાં રેખાના વ્યક્તિત્વમાં ગઝબનું પરિવર્તન આવ્યુ. તે પોતાના લુક પ્રત્યે સજગ બની અને જીંદગી જોવાનો તેનો નજરિયો બદલાય ગયો. 
20. રેખાને ડબિંગનો પણ શોખ છે. તેણે નીતૂ સિંહના અવાજમાં યારાના અને સ્મિતા પાટિલના અવાજમાં ફિલ્મ વારિસમં ડબિંગ કર્યુ છે. 

21. રેખાને ગાવાનો શોખ છે. અને તેને સંગીતકાર આર.ડી બર્મનના કહેવથી ફિલ્મ ખૂબસૂરતમાં બે ગીત ગાયા છે. 
22. રેખાના જોરદાર લુક પાછળ કોઈ સ્ટાઈલિસ્ટ નથી. તે પોતાનુ લુક જાતે પસંદ કરે છે. 
23. રેખા સમયની ખૂબ પાબંદ છે અને બધા સ્થળોએ નક્કી કરેલ સમયે પહોંચી જાય છે. 
24. રેખા અને હેમા માલિની ખૂબ સારી બહેનપણીઓ ક હ્હે. રેખા હેમા માલિનીના સ્પીડ ડાયલ પર છે. 
25. રેખા એવી પ્રથમ અભિનેત્રી હતી જેણે જીમ જવુ શરૂ કર્યુ હતુ. રેખાએ જીમમાં બેસિક એક્સરસાઈઝ દ્વારા શરૂઆત કરી હતી. તે યોગમાં પણ નિપુણ છે.