શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 25 જુલાઈ 2015 (18:02 IST)

બાહુબલી - આ મનામણી છે કે બળાત્કાર ?

આ બળાત્કાર નથી, સિડક્શન છે.. મનામણી છે.. કુ.. " આ પત્રકારને નજરઅંદાજ કરો. તેનુ નામ બતાવે છે કે તે વેટિકન સિટીથી આવી છે અને કદાચ આ કૉલમ લખવા માટે તેણે ચર્ચમાંથી પૈસા મળ્યા હશે."
 
ગયા શનિવારે જ્યારે હિન્દુ બિઝનેસલાઈનમાં મારો લેખ છપાયો તો સોશિયલ મીડિયા પર જે ઝેરીલા કમેંટ આવ્યા તેમાથી કેટલાક ઉદાહર મે ઉપર આપ્યા છે. 
 
મોટાભાગના એટલે અહી લખ્યા નથી કારણ કે તેની ભાષા અહી લખવી મર્યાદાનુ ઉલ્લંઘન થશે.  આ લેખ છપાતા સુધી તેલુગુ બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી હિટ જાહેર થઈ ચુકી છે. આ ફિલ્મ તમિલમાં પણ શૂટ થઈ હતી. આ ઉપરાંત અનેક ભારતીય ભાષાઓમાં તેનુ ડબ સંસ્કરણ રજુ કરવામાં આવ્યુ. મતલબ ફિલ્મના ફેંસને આ લેખથી ઘબરાવવાની કોઈ જરૂર નહોતી. 
 
છતા પણ નારી વિરોધી માનસિકતાવાળા લોકો તેના પર પ્રતિક્રિયા જરૂર કરશે કારણ કે આ લેખમાં ભારતીય ફિલ્મોમાં યૌન હિંસાને ખૂબ જ હળવેથી બતાડવા વિરુદ્ધ લખ્યુ હતુ. 
 
તાજો મામલો બાહુબલી ફિલ્મના એક સિક્વેંસનો છે. જેમા ફિલ્મનો હીરો, ફિલ્મની હીરોઈન અને યૌદ્ધા અવંતિકાની સાથે વારે ઘડીએ બળજબરી કરે છે નાચતા ગાતા તેને ટચ કરે છે. તેના ઉપરના કપડા ઉતારે છે અને તેના વિરોધ છતા તેના ચેહરા અને કપડાને બદલી નાખે છે. 
તેની થોડી ક્ષણો પછી અવંતિકાનુ એ હીરો પર દિલ આવી જાય છે અને બંને એકબીજાની બાહુપાશમાં સૂઈ જાય છે.  નાચતા-ગાતા કરવામાં આવેલ બળાત્કારના આ રૂપક દ્વારા એક જૂની ધારણાને બળ મળે છે કે સ્ત્રીનું મન તાકતથી જ જીતી શકાય છે. 
 
મારા જૂના અનુભવોથી મને જાણ હતી કે આ સિકવેંસની આલોચના કરવા બદલ મારા વિરુદ્ધ સેક્સિસ્ટ (લિંગ વિરોધી) ઝેર ઉગલવામાં આવશે. 
 
બાહુબલી એક હિંદુ જવાબ ? 
 
પીકે અને બાહુબલી - પણ હુ આ વાત સમજી નહોતી શકી કે ઘણા દર્શકો બાહુબલીને હિન્દુ સફળતાના રૂપમાં કે દક્ષિણી ભારતીય/તેલુગુ ગર્વના રૂપમાં જુએ છે. 
 
તેથી આ લેખ પર ગયા અઠવાડિયે સતત કડ્વા કમેંટ આવી રહ્યા છે. આ કમેંટ કરનારા મોટાભાગના ફિલ્મના ફેંસ અને એવા કટ્ટરપંથી હિન્દુ છે જે આ ફિલ્મને મુસ્લિમ પીકે નો હિન્દુ જવાબ સમજી રહ્યા છે. 
 
મુસ્લિમ કારણ કે ફિલ્મના હીરો  આમિર ખાન મુસલમાન છે. હિન્દુ કટ્ટરપંથી બાહુબલીને હિન્દુ સફળતા માની રહ્યા છે. કારણ કે ફિલ્મ તેમના હિસાબથી હિંદુ મિથકો પર આધારિત છે. જો કે પીકેમાં ધર્મની અવધારણા પર સવાલ ઉઠાવ્યા છે. પણ તેમનુ માનવુ છે કે આ ફિલ્મમાં ફક્ત હિન્દુ ધર્મની નિંદા કરવામાં આવી છે.  
 
હાલ જે પણ હોય ભારતીય ફિલ્મો દસકાઓથી મહિલાઓ વિરુદ્ધ થનારી હિંસાના ખૂબ હળવી રીતે બતાવતી રહી છે. અને આ મામલે હિન્દી સિનેમા કોઈનાથી ઉતરતુ નથી. 
પીછો કરવો સકારાત્મક કેવી રીતે 
 
તનુ વેડ્સ મનુ રિટર્ંસ 
આ વર્ષે આવેલ નિર્દેશક આનંદ એલ રાયની ફિલ્મ તનુ વેડ્સ મનુ રિટર્ંસમાં પપ્પી નામનો એક પાત્ર એક યુવતીને તેના લગ્નમંડપમાંથી ઉઠાવી લે છે કારણ કે યુવતીના ના કહેવા છતા તેને વિશ્વાસ છેકે તે તેને પ્રેમ કરે છે. ફિલ્મમાં પપ્પીનુ પાત્ર એક સારા વ્યક્તિના રૂપમાં બતાવ્યુ છે અને તેની હરકતોને મજાકના રૂપમાં રજુ કરી છે. આપણી ફિલ્મોમાં હીરો યુવતીના પ્રણય નિવેદનના નામ પર પીછો કરવા બદમાશી કરવી અને બીજા પ્રકારની યૌન હિંસાઓની મદદ લે છે. 
 
આનંદ રાયની જ ફિલ્મ રાંઝણામાં હીરો હીરોઈનનો સતત પીછો કરે છે. બે વાર પોતાના હાથની નસ કાપી લે છે અને કે વાર તે ગુસ્સામાં સ્કુટર પર સાથે જઈ રહેલ હીરોઈનને લઈને ગાડી સહિત નદીમાં કૂદી જાય છે. 
 
હોલીડે (2014)માં હીરો વિરાટ બક્શી (અક્ષય કુમાર) હીરોઈન સાઈબા)સોનાક્ષી સિન્હા) નો પીછો કરવા ઉપરાંત તેને બળજબરીપૂર્વક કિસ પણ કરી લે છે. 
 
હિંસા મજેદાર 
 
સલમાન ખાનની ફિલ્મ કિક 
 
કિક (2014)માં હીરો સલમાન ખાન અનેકો પુરૂષ ડાંસરો વચ્ચે નાચતા જૈકલીન ફર્નાંડીઝનો સ્કર્ટ પોતાના દાંતથી ઉઠાવે છે. 
 
તમે જોઈ શકો છો કે બોલીવુડની નજરમાં યુવતીઓ સંગ થનારી આવી હિંસા ક્યુટ અને મજેદાર છે. 
 
અહી સુધી કે સમજદાર લાગનારા ઈમ્તિયાજ અલી જેવા નિર્દેશકની જબ વી મેટ (2007) અને રૉકસ્ટાર(2011) જેવી ફિલ્મોમાં રેપને લઈને જોક્સ બનાવ્યા છે. 
 
આવી ફિલ્મોની આલોચના કરતા એક જ જવાબ મળે છે કે ફિલ્મોમાં તો એ જ બતાવાય છે જે ભારતીય સમાજમાં થાય છે. 
 
છેલ્લા કેટલાક દિવસોથી મને જે અનુભવ મળ્યો છે તેનાથી એ જ જાણ થાય છેકે ફિલ્મ ફૈંસ આ પ્રકારની કડવી હકીકતના મહિમમંડન કે તેનો પ્રયોગ કરીને નફો કમાવવા વિરુદ્ધ ઉઠાવેલ અવાજને સહન નથી કરી શકતા. 
 
સમર્થન - આ મુદ્દા પર જ્યારે તમે મૌન તોડો છોત ઓ તમને જાણ થાય છે કે એવા અનેક લોકો છે જે તમારી સાથે સહમત છે. પણ તેઓ ખુદને એકલા અનુભવે છે કારણ કે તેમની આસપાસ કોઈએ પોતાનો અવાજ ઉઠાવ્યો નથી. 
 
આ અઠવાડિયે બાહુબલીના જેટલા ફેંસે મને ગાળો આપી તેમા અનેક ઘણા વધુ એવી મહિલા અને પુરૂષ મળ્યા જેમણે ભગવાનનો આભાર છે કે તમે આ લેખ લખ્યો. મને લાગી રહ્યુ હતુ કે બસ હુ જ આવુ વિચારુ છુ.  
 
એવા બધા લોકોને મારુ કહેવુ છે કે તમે એકલા નથી કે હુ પણ એકલી નથી. અને આપણે બંને જ પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ.