ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 19 ઑક્ટોબર 2016 (00:21 IST)

હવે પછી પાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરુ - કરણ જોહર(જુઓ વીડિયો)

બોલીવૂડ નિર્માતા કરણ જોહરે એમની આગામી ફિલ્મ ‘ઐ દિલ હૈ મુશ્કિલ’માં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાને અભિનય કર્યો હોવાથી તેની રિલીઝ સામે ઉભા થયેલા વિરોધના વંટોળના સંદર્ભમાં આજે એમનું મૌન તોડ્યું હતું અને કહ્યું કે, પોતે લાગણીનો આદર કરે છે અને વચન આપે છે કે હવે પછી પાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે.

આ ફિલ્મમાં પાકિસ્તાનના પોપ્યૂલર એક્ટર ફવાદ ખાન છે. જેના કારણે દેશમાં એ દિલ હે મુશ્કિલ ને રોકવાની માંગ થઈ રહી છે. ફિલ્મને રિલીઝ કરવાને લઈને કરન જોહર મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓની પણ મુલાકાત કરી ચુક્યા છે, ત્યારબાદ કરન જોહર દ્વારા એક વીડિયે દ્વારા આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે.

આ વીડિયોમાં કરન જોહરે કહ્યું છે કે જે પણ દેશની હાલત છે, જેનું મને ખૂબ જ દુખ છે. કેટલાક લોકો મારી દેશ ભક્તિ પર સવાલો ઉઠાવે છે, પરંતુ હું કહેવા માંગુ છુ કે મારો દેશ પહેલા છે. હું દેશ માટે જ છેલ્લા બે સપ્તાહથી ચૂપ હતો.

જોહરે કહ્યું કે, એવી ચર્ચા ચાલી રહી છે કે હું છેલ્લા બે અઠવાડિયાથી શા માટે ચૂપ રહ્યો હતો, એનું કારણ એ હતું કે હું દેશદ્રોહી છું એવું અમુક લોકો માને છે એટલે હું દુઃખી હતો. હું દેશદ્રોહી નથી. મારું માનવું છે કે તમારો દેશપ્રેમ વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ રસ્તો પ્રેમની વહેંચણી અને ફેલાવો કરવાનો છે, મેં મારા કાર્ય દ્વારા એ જ કરવાનો પ્રયત્ન કર્યો છે.

આપણી સરકાર પણ પાડોશી દેશ સાથે શાંતિ કાયમ કરવાનો પ્રયાસ કરી રહી હતી. મે ત્યારે પણ સરકારે જે પગલા લીધા તેનો સાથ આપ્યો હતો અને આજે પણ દેશની સુરક્ષા માટે જે પગલા લેવામાં આવે છે, હુ તેનું સમ્માન કરુ છું.