ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , શનિવાર, 12 માર્ચ 2016 (15:19 IST)

Buzz: સલમાનની કોશિશ ફેલ, મલાઈકાની અરબાઝ સાથે છુટાછેડાની તૈયારી

થોડા દિવસો પહેલા ચર્ચા હતી કે સલમાન ખાને પોતાના ભાઈ અરબાઝ અને ભાભી મલાઈકા અરોરાના સંબંધો બચાવવામા મુખ્ય ભૂમિકા ભજવી છે. પણ સ્ટોરીમાં ટ્વિસ્ટ એ છે કે સલમાનની રિકવેસ્ટને નજરઅંદાજ કરતા મલાઈકા અરબાઝથી અલગ થઈ ગઈ છે. જાણવા મળ્યુ છે કે  મલાઈકા ટૂંક સમયમાં જ છુટાછેડાની અરજી લગાવી શકે છે.  
 
સલમાને શુ કહ્યુ હતુ ... 
 
- મીડિયા રિપોર્ટ્સ મુજબ સલમાને મલાઈકાને સમજાવતા કહ્યુ કે 18 વર્ષથી ચાલી રહેલ સંબંધોનો અંત લાવવાનો નિર્ણય યોગ્ય નથી. 
- તેમણે મલાઈકાને ભલામણ કરી કે તેઓ આ સંબંધોને તૂટતા બચાવી લે. 
- એવુ કહેવાય રહ્યુ છે કે આ માટે તેમણે મુંબઈના એક રેસ્ટોરેંટમાં મલાઈકા અને તેમના ફેમિલી મેંબર્સ માટે ગેટ ટૂ ગેધર રાખ્યુ હતુ. 
- જેમા મલાઈકા ઉપરાંત તેના મા જૉયસી પાલીકોર્પ, બહેન અમૃતા અને બનેવી શકીલ લડક ત્યા હાજર હતા. 
 
મલાઈકા બોલી  - એકલા હાથે કરવુ પડે છે પુત્રનું પાલનપોષણ... 
 
- સલમાને તાજેતરમાં થયેલ ગોલ્ડન પેટલ એવોર્ડ્સ દરમિયાન પણ મલાઈકા સાથે વાત કરી હતી. 
- ત્યારે મલાઈકાએ કહ્યુ કે તેમણે પોતાના પુત્ર અરહાનનુ પાલણ પોષણ એકલા જ કરવુ પડી રહ્યુ છે.  અહી સુધી કે તેના ટ્યુશનની ફી જે ખૂબ વધુ છે તેનો ખર્ચ પણ પોતે જ ઉઠાવી રહી છે. 
 
છુટા થવાની ચર્ચાને લઈને પહેલા મીડિયામાં શુ સમાચાર આવ્યા હતા .. 
 
- એવુ કહેવાય રહ્યુ હતુ કે અરબાજ અને મલાઈકાએ 18 વર્ષ જૂના સંબંધોને તોડવાનો નિર્ણય કર્યો છે. 
- મલાઈકા ખાન ફેમિલી છોડીને પોતાની માતાના ઘરે શિફ્ટ થઈ ગઈ છે. 
- જો કે આ એપાર્ટમેંટના ગાર્ડ સાથે વાત કરતા તેણે સંકેત આપ્યા કે બધુ ઠીક ઠાક છે. 
- તેને એ પણ જણાવ્યુ કે મલાઈકા અવારનવાર અહી આવે છે. ક્યારેક તે જલ્દી પરત જતી રહે છે તો ક્યારેક અનેક દિવસ રોકાય છે. 
- કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે મલાઈકા પોતાની બહેન અમૃતાને ત્યા શિફ્ટ થઈ છે. 
- પણ અહી ગાર્ડે એ જ કહ્યુ કે તે ક્યારેક એકલી તો ક્યારેક અરબાજ સાથે અહી આવે છે. 
- તેમને જોઈને લાગતુ નથી કે તેની અને અરબાજ વચ્ચે કોઈ પ્રોબ્લેમ છે. 
- બીજી બાજુ મલાઈકાના એક ક્લોઝ ફ્રેંડે આ વાતની ચોખવટ કરી છે કે તે અરબાજથી અલગ થઈ રહી છે.