મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 24 જાન્યુઆરી 2016 (21:08 IST)

બોલીવુડમાં જાતિવાદ કે અસહિષ્ણુતા છે જ નહી. - કાજોલ

ભારતમાં અસહિષ્ણુતા પર ચાલી રહેલી ચર્ચાને મહત્વ નહી દેતા બોલીવુડ અભિનેત્રી કાજોલે શનિવારે કહ્યું કે બોલીવુડમાં એવું કોઈ વિભાજન રેખા છે જ નહી.   જયપુર સાહિત્ય ઉત્સવના ત્રીજા દિવસે કાજોલે કહ્યું કે,’ અમારો ઉદ્યોગ સમાજમાં જે ચાલી રહેલ છે તેને દર્શાવે છે. બોલીવુડમાં કોઈ વિભાજન રેખા છે જ નહી, ના તો જાતિવાદ છે કે ના તો અસહિષ્ણુતા. કાજોલના નજીકના મિત્ર કરણ જોહરે ઉત્સવનું ઉદ્ઘાટન દિવસ પર દેશમાં અભિવ્યક્તિની આઝાદી એ સૌથી મોટો મજાક છે, કહીને તોફાન મચાવી દીધું.

   અત્યારના મહિનાઓમાં સુપર સ્ટાર શાહરૂખખાન અને આમીર ખાન દેશમાં વધતી અસહિષ્ણુતાના વિષયમાં બોલીને વિવાદોમાં આવી ચુક્યા છે. શાહરૂખ ખાન અને આમિરસાથે કામ કરી ચૂકેલ કાજોલે આમિરના વિશે કઈ પણ કહેવાની મનાઈ ફરમાવી દીધી. આમીરની ટીકાની ઘણા બધા વર્ગોએ ટીકા કરી હતી.
   પુસ્તકો વાંચવાની શોખીન કાજોલ સાહિત્ય ઉત્સવમાં લેખક અશ્વિન સાંધીના નવા પુસ્તક એ સિયાલ કોટ સાગા’નું વિમોચન કરવા માટે આવી હતી. તેઓએ કહ્યું હતું કે અજય દેવગણ સાથે લગ્ન કરવા માટે ઈચ્છા બતાવી હતી.કારણકે તેઓએ તેણે એક એવી લાઈબ્રેરી બનાવવી દેવાનું પ્રોમિસ કર્યું હતું કે જેવું બોલીવુડ ફિલ્મ બ્યુટી એન્ડ ધ બેસ્ટમાં છે.