શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 26 નવેમ્બર 2014 (10:00 IST)

વીણા મલિકને 26 વર્ષની જેલની સજા

ચર્ચિત પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકને તેમના પતિ અને પાકિસ્તાનના મોટા મીડિયા  સમૂહ  જિયો ટીવીના માલિકને ઈશનિંદાના અપરાધમાં 26 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. આ સજા પાકિસ્તાનના એંટી ટેરરિઝ્મ કોર્ટ (એટીસીକએ ઈશનિંદા કરનારા એક કાર્યક્રમને ટીવી પર પ્રસારિત કરવાને કારણે સંભળાવી છે. 
 
જિયો ટીવી અને જંગ સમૂહના માલિક અને શકીલ-ઉર-રહેમાન પર આરોપ હતો કે તેમણે મે મા જિયો ટીવી પર પ્રસારિત એક કાર્યક્રમમાં વીણા મલિક અને બશીરના નાટકીય લગ્ન દરમિયાન એક ધાર્મિક ગીત ચલાવવાની અનુમતિ આપી. જજ શાહબાજ સાને વીણા મલિક અને બશીરની સાથે સાથે પોગ્રામની હોસ્ટ શૈષ્ટા વહીદીને પણ 26 વર્ષની સજા સંભળાવી છે. એટીસીના દોષીઓ પર 13 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ લગાવાયો છે. 
 
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે પોતાના આદેશમાં જજે કહ્યુ કે ચારે આરોપીઓએ પવિત્ર વસ્તુઓનો અનાદર કર્યો છે અને પોલીસે તેમણે એરેસ્ટ કરી લેવા જોઈએ. જો કે આ મુદ્દે ખાસ વાત એ છે કે કોર્ટના આ આદેશને લાગૂ નહી કરી શકાય. કારણ કે ગિલગિત-બાલતિસ્તાનને પાકિસ્તાનમાં પુર્ણ પ્રાંતનો દરજ્જો પ્રાપ્ત નથી. મતલબ અહીના કોર્ટનો આદેશ પાકિસ્તાનના બીજા ભાગોમાં લાગૂ નથી થતો. 
 
હાલિયા મીડિયા રિપોર્ટ્સના મુજબ કોર્ટ દ્વારા દોષી ઠેરવાયેલા ચારે લોકો પાકિસ્તાનની બહાર છે. રહેમાન યુએઈમાં રહે છે અને અન્ય ત્રણ આતંકી ધમકીને કારણે વિદેશમાં રહે છે. જો કે વહીદી અને જિયો સમુહ આ બાબતે માફી માંગી ચુક્યુ છે. પણ કટ્ટરપંથી તેને સ્વીકાર કરવા તૈયાર નથી.