ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , બુધવાર, 22 એપ્રિલ 2015 (10:21 IST)

'બાજીરાવ મસ્તાની' માં પ્રિયંકા અને દીપિકાનો સ્પેશ્યલ ડાંસ જોવા દર્શકો આતુર

પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ વર્તમાન દિવસોમાં સંજય લીલા ભંસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં કામ કરી રહી છે.  પ્રિયંકા અને દીપિકા આ ફિલ્મ માટે વર્તમાન દિવસોમાં રિહર્સલ કરવામાં વ્યસ્ત છે. તેમની વઘતી દોસ્તીએ બધાને આશ્ચર્યમાં નાખી દીધા છે. 
 
ટ્વિટર પર પ્રિયંકાના મેસેજ જોઈને લાગે છે કે બંને વચ્ચે સારી મૈત્રી છે. પ્રિયંકાએ હાલ ટ્વિટરમાં પોતાનુ નામ બદલીને આયેશા મેહરા કરી નાખ્યુ છે.  કારણ કે તેની ટૂંક સમયમાં જ રજુ થનારી ફિલ્મ દિલ ધડકને દો માં તે આયેશાનું પાત્ર ભજવી રહી છે. 
 
બીજી બાજુ ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં બંને એક્ટ્રેસ રણવીર મતલબ બાજીરાવની ધર્મપત્નીનુ પાત્ર ભજવતી જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ પેશવા બાજીરાવનુ પાત્ર ભજવી રહ્યા છે. બીજી બાજુ દીપિકા તેમની પહેલી પત્ની મસ્તાનીના પાત્રમાં છે તો જ્યારે કે પ્રિયંકા રણવીરની બીજી પત્ની કાશીબાઈનુ પાત્ર ભજવશે.