મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 16 નવેમ્બર 2015 (14:44 IST)

બોલીવુડ અભિનેતા સઈદ જાફરીનું નિધન

ફિલ્મો અને થિયેટરના જાણીતા અભિનેતા સઈદ જાફરીનુ રવિવારે નિધન થઈ ગયુ છે તેઓ 86 વર્ષના હતા. તેમની ભત્રીજી શાહીન અગ્રવાલે પોતાના ફેસબુક પેજ પર આ માહિતી આપી છે. 
 
પછી પ્રધાનમંત્રી કાર્યાલયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ નિવેદન ટ્વીટ કર્યુ છે. જેમા પ્રધાનમંત્રીએ કહ્યુ છે.. "સઈદ જાફરી બહુમુખી અભિનેતા હતા. તેમનો સ્વભાવને હંમેશા યાદ રાખવામાં આવશે.  તેમના નિધન પર ભાવભીની શ્રદ્ધાંજલિ." 
 
સઈદ જાફરીના પરિવારમાં પત્ની અને ત્રણ પુત્રીઓ છે.  તેઓ લાંબા સમયથી લંડનમાં જ રહી રહ્યા હતા અને હિન્દી ફિલ્મોથી દૂર હતા. 
 
થિયેટર દ્વારા અભિનયની શરૂઆત કરનારા જાફરીએ શતરંજ કે ખિલાડી, માસૂમ, ગાંધી, ચશેમ બદ્દૂર, રામ તેરી ગંગા મૈલી, હિના, દિલ, દિવાના મસ્તાના જેવી ફિલ્મોમાં કામ કર્યુ. 
 
તેમને ધ મેન હૂ વુડ બી કિંગ, એ પેસેજ ટૂ ઈંડિયા, ફાર પવેલિયંસ જેવી અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યુ. 
 
સઈદ જાફરીએ મહાત્મા ગાંધીના જીવન પર બનેલ ફિલ્મ રિચર્ડ એડિનબરાની ઑસ્કર વિજેતા ફિલ્મ ગાંધીમાં સરકદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા ભજવી હતી. તેમણે કલા ફિલ્મો ઉપરાંત વ્યવસાયિક સિનેમાં પણ ખૂબ નામ કમાવ્યુ. 
 
સત્યજીત રે ની ફિલ્મ શતરંજ કે ખેલાડી માં અભિનય માટે તેમને સર્વશ્રેષ્ઠ સહ અભિનેતાનો ફિલ્મફેયર પુરસ્કાર મળ્યો હતો. સઈદ્ જાફરીના નિધન પર નિર્માતા નિર્દેશક મહેશ ભટ્ટે બીબીસીના આયુષ દેશપાંડેને કહ્યુ, "સઈદ સાહેબની અંદર જે મિશ્રણ હતુ વિદેશી અને દેશી કલ્ચરનુ તેઓ એ માટે જાણીતા હતા. ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી' માં તેમનો અભિનય ક્યારેય ભૂલી શકાતો નથી. 
 
ભટ્ટ કહે છે કે "જો કે હુ તેમને ક્યારેય નિકટથી જાણી ન શક્યો પણ હંમેશા તેમની કલાની કદર કરી. બોલીવુડ ઈંડસ્ટ્રી તેમનો અભિયન હંમેશા યાદ રાખશે.{ 
 
નિર્દેશક શ્યામ બેનેગલે કહ્યુ, "હુ આ સાંભળીને ખૂબ જ દુખી છુ.  અનેક યાદો છે. જે તેમની સાથે જોડાયેલે એછે. આ સમાચાર મારા માટે ખૂબ જ દુખદ છે." 
 
ફિલ્મ 'ચશ્મે બદ્દર' માં સઈદ જાફરી સાથે કામ કરી ચુકેલ રાકેશ બેદીએ કહ્યુ, "ભારતમાં જ નહી પણ આખી દુનિયાના મનોરંજન જગતે એક શ્રેષ્ઠ અભિનેતા ગુમાવ્યો છે.  અમારી ફિલ્મ ચશ્મે બદ્દૂર આજે પણ લોકોના દિલો પર રાજ કરે છે.  બેદી કહે છે કે તેઓ ખૂબ સાધારણ માણસ હતા. તેઓ એ કલાકાર હતા જે દરેક રોલમાં ખુદને ઢાળી દે છે.